ટીના અંબાણીની ભત્રીજીના સીમંતમાં સોનમથી લઈને અર્જુન કપૂર સુધીના સેલેબ્સ થયા સામેલ

રિયા કપૂરના લગ્ન 14 ઓગસ્ટે થયા હતા. હવે કપૂર પરિવારમાં અન્ય એક રૂડો અવસર આવ્યો છે. હવે અનિલ કપૂરની બહેન રીના કપૂરની વહુ અંતરા મારવાહનો ખોળો ભરવામાં આવ્યો છે. અંતરા મારવાહ ભૂતપૂર્વ જાણીતી અભિનેત્રી ટીના અંબાણીની બહેનની દીકરી છે.

image source

અંતરા મારવાહના સીમંતના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કપૂર પરિવાર અને અન્ય મહેમાનો ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે. સોનમ કપૂરે હળવા ગુલાબી રંગના કુર્તા સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે. રિયા કપૂરે બેબી બ્લુ કલરનો આઉટફિટ પહેર્યો છે. ખુશી કપૂર, શનાયા કપૂર અને અંશુલા કપૂરે બ્લુ, લેમન યલો અને બ્રાઇટ પિંક આઉટફિટ પહેર્યા છે. સંજય કપૂર આ ફંક્શનમાં પોતાની દીકરી શનાયા કપૂર અને પત્ની માહિપ સાથે પહોંચ્યા હતા. તો અર્જુન કપૂર એમની બહેન અંશુલા કપૂર સાથે આ ફંક્શનમાં સામેલ થયા હતા.

image source

અંતરા મારવાહના આ બેબી શાવરના ફંક્શનમાં રિયા કપૂરના પતિ કરણ બુલાની, શનાયા કપૂરનો ભાઈ અને સંજય કપૂરનો દીકરો જહાન, અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર, જાહ્નવી કપૂર અને સોનમ કપૂરના પતિ આનંદ આહુજા મિસિંગ દેખાઈ રહ્યા હતા. આ બધા જ આ ફંક્શનમાં સામેલ નહોતા થયા

અંતરા મારવાહના બેબી શાવરના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં કપુર્સ ભાઈ બહેનનો અંદાજ જોવા જેવો છે. સોનમે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંતરાના બેબી શાવરના ઘણા ફોટા શેર કર્યા છે. સોનમે ફોટા શેર કરતા કેપ્સનમાં લખ્યું કે ખાનદાન ફોર ધ ગોદભરાઈ ઓફ અંતરા સાથે જ આ બેબી શાવરના ફંકશનમાં સામેલ ન થઈ શકનાર જાહ્નવી કપૂર, જહાન કપૂર, હર્ષવર્ધન કપૂર બધાને ફોટામાં ટેગ કર્યા છે.

image source

સોનમ કપૂર સિવાય ખુશી, શનાયા અને અર્જુને પણ બબી શાવરના સુંદર ફોટા એમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટા પર ફેન્સ પણ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે અને એ સ્ટાર્સના વખાણ કરતા થાકી નથી રહ્યા.

image source

તમને જણાવી દઈએ કે અંતરા મારવાહ અને મોહિત મારવહેં વર્ષ 2018માં યુએઈમાં લગ્ન કર્યા હતા. મોહિત મારવાહે એમના કરિયરની શરૂઆત વિક્રમ ભટ્ટની ફિલ્મોમાં એક સહાયક નિર્દેશક તરીકે કરી હતી જેમાં એલાન, જુર્મ, અને દિવાને હુએ પાગલ જેવી ફિલ્મો સામેલ છે. મોહિત મારવાહે પોતાના અભિનય કરિયરની શરૂઆત વર્ષ 2014માં આવેલી ફિલ્મ ફગલીથી કરી હતી. પછી એમને રાગ દેશમાં પણ જોવામાં આવ્યા હતા. મોહિત મારવાહને એ સફળતા ન મળી જે એ ઈચ્છતા હતા..