ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લેનાર 105 વર્ષના હીરાબાએ મતદાન કરીને કહ્યું-બિમાર પડું તો 100 ગ્રામ ગાંઠિયા ખાઇ લઉં

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જિલ્લા અને તાલુકા પંચાયતનું આજે મતદાન થયું હતું. લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો પણ જોઈએ એટલું મતદાન થયું નથી. ખૂબ ઓછી ટકાવારીમાં થયેલું મતદાન વોકોને નેતા પ્રત્યેની પણ નારાજગી વ્યક્ત કરતો જોવા મળી રહ્યું છે. ત્યારે ઘણા ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા છે અને ઉદાહરણ પુરુ પાડે એવા દાખલા સામે આવ્યા છે. તો આવો જોઈએ 105 વર્ષના હીરૂબેનનું આ ઉદાહરણ. 105 વર્ષના હીરૂબેને જસદણના વીરનગર ગામમાં મતદાન કરી મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો અને આખું ગામ જોતું રહી ગયું હતું. ઉલ્લેખનીય છે કે હીરૂબેન ગામમાં હીરાબાના નામથી ઓળખાય છે. હીરાબા વઘાસીયા વીરનગર ગામની શાળામાં મતદાન કરવા આવ્યા હતા. પોતાના ઘરેથી ચાલીને મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ આજે પણ લાકડીના ટેકા વગર ચાલી શકે છે અને ઘરનું દરેક કામ હોંશે હોંશે કરે છે. હીરાબાના પતિ હરજીભાઇનું 40 વર્ષ પહેલા થયું હતું.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો હીરાબા હરજીભાઇ વઘાસીયાએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, હું ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. તેમજ અત્યાર સુધીમાં એક પણ વખત હું મતદાન કરવાનું ચૂકી નથી. હીરાબાએ જણાવ્યું હતું કે, બિમાર પડે એટલે 100 ગ્રામ ગાંઠિયા ખાય લઉં એટલે સારૂ થઇ જાય. પૌત્ર લાલજીભાઇએ જણાવ્યું હતું કે, મારા દાદી હંમેશા અમારી સાથે રાજાશાહીની વાત કરે છે. મારા દાદીનું પિયર હલેન્ડા ગામ છે. ત્યારે આ ખાસ પ્રસંગે હીરાબાએ આજે ઘરમાં રહેલી પાંચમી પેઢીને પણ શીખ આપી હતી કે, લોકશાહીના પર્વમાં મતદાન અચૂક કરવું જોઇએ. 105 વર્ષે પણ હીરાબાને કોઇ પણ જાતની બિમારી નથી. એ જ રીતે પરિવારની વાત કરીએ તો હીરાબાને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. હીરાબાનો પરિવાર ખેતી કરે છે.

image source

સંતાનમાં પુત્રમાં પ્રેમજીભાઇ, પુત્રીઓમાં જડીબેન, ફુલીબેન, કાશીબેન, રંભાબેન અને અંબાબેનનો સમાવેશ થાય છે. સંતાનોના ઘરે પણ આજે ચોથી પેઢી છે. સૌથી સારી વાત એ છે કે પાંચ-પાંચ પેઢી જોનાર હીરાબાએ ભાગ્યે જ દવાખાનું જોયું છે. તેઓ સાદુ જ ભોજન લે છે. તેઓ બપોરે શાક-રોટલી તથા સાંજે દુધ-ખીચડીનું ભોજન લે છે. તેઓ નિયમિત સવારે વહેલા ઉઠી જાય અને સાંજે વહેલા સૂઇ જાય છે. આ સાથે જ બીજો એક કેસ છે કે દેરડીકુંભાજી ગામે 90 વર્ષીય વૃદ્ધ કુરજીભાઈ બોરસાણીયાએ પેરેલિસીસી અને હૃદયની બીમારીથી પીડિત હોવા છતાં મતદાનની પવિત્ર ફરજને અદા કરી હતી. તો આ સાથે જ અન્ય એક 80 વર્ષીય વૃદ્ધાએ મતદાન મથક પર પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો.

image source

આ ખાસ લોકશાહીના પર્વ નિમિત્તે 90 વર્ષીય વૃદ્ધ કુરજીભાઈ બોરસાણીયાએ જણાવ્યું હતું કે, મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ, આપણો દેશ લોકશાહી છે અને તેની અખંડિતતા આપણા મતદાનથી જ જળવાય છે, જો હું આ ઉંમરે બીમારીને ભૂલીને પણ મતદાન કરતો હોવ તો તમે તો કરી જ શકો. ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી અને લોકો માટેનું તંત્ર સ્‍થપાયું છે. લોકશાહીમાં સરકારને લોકોએ જ ચૂંટવાની છે. એ જ રીતે 80 વર્ષીય વૃદ્ધા લાભુબેન મકનભાઈ ગોળે જણાવ્યું હતું કે, હું કોરોનાને કારણે બને ત્યાં સુધી ઘરની બહાર નથી નીકળતી પણ આજે હું ખાસ મતદાન કરવા માટે આવી છું કારણ કે એ જરૂરી છે. મતદાન લોકોની સર્વોપરીતા અને લોકશાહીનો આધારસ્‍તંભ છે. આથી જ દુનિયાભરમાં લોકશાહી શાસન વ્‍યવસ્‍થાનો વ્‍યાપક પ્રમાણમાં સ્‍વીકાર થયો છે. જ્‍યાં લોકશાહી નથી, ત્‍યાં લોકોને મતાધિકાર નહિ હોવાથી શાસનમાં લોકોને અવાજ પહોંચતો નથી.

image source

109 વર્ષીય કુંવરબેન લીંબાસિયાએ પણ રાજ સમઢિયાળા ગામે મતદાન કર્યું હતું અને લોકોને અપીલ કરી હતી કે, જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે. મને યાદ છે મહાત્મા ગાંધીએ એક વખત જણાવ્યું હતું કે આપણે ગમે તેવું રાજતંત્ર રચીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણું એક નાગરિક તરીકેનું કર્તવ્યપાલન અને મૂલ્યાંકન સમજી તેનો નિર્ભિક રીતે ઉપયોગ નહીં કરીએ, ત્યાં સુધી સાચુ સ્વરાજ અશક્ય છે. ત્યારે હવે આ તમામ લોકોની વાતો આજની પેઢીને પ્રેરણા આપે એવી આશા સાથે દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે અને વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!