કરૂણતાની હદ, આજના દિવસે પણ પુત્રની ચિતા જ્યાં સળગી હતી ત્યાં તેની રાખને બાથ ભીડીને સૂઈ જાય છે મા

દુનિયામાં કાયમ અનેક નવા જન્મ થાય છે તો ઘણાં લોકો દુનિયામાંથી વિદાય લે છે. અલગ અલગ કારણોસર લોકોનાં મૃત્યું થતાં હોય છે. અવારનવાર અનેક અકસ્માતોનાં સામે આવતાં હોય છે જે જીવલેણ સાબિત થયાં હોય છે. આ વચ્ચે કેટલીક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં મૃત્યું પામેલાં વ્યક્તિનાં પરિવારજનો પર ઉંડી અસર જોવા મળતી હોય છે. વ્યક્તિનાં મોતનાં દર્દથી તેની નજીકનાં લોકો માટે તે સ્વીકારવુ ખુબ અઘરું બની જતું હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢથી સામે આવી છે.મળતી માહિતી મુજબ અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામે પોતાનાં દીકરાનાં મોતથી એક માતાને ખુબ આઘાત લાગ્યો છે.

image source

માતૃપ્રેમની કરુણ વાસ્તવિકતા જે જોવે છે તેનું દીલ કંપી જાય છે અને તે મહિલાની મદદ માટે આવે છે. ગામનાં લોકોએ પણ આ માતાને પુત્રનાં મૃત્યું બાદ સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે મહિલા હજુ પણ તેનો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો તેવુ સ્વીકારી શકી નથી અને આમતેમ ભટકતી રહે છે. જાણવા મળ્યું છે કે આ મહિલાનું નામ મંગુબેન ચૌહાણ છે અને તેનાં પતિ શંકરભાઇનું દસ વર્ષ અગાઉ અકસ્માતમાં નિધન થઇ ગયું હતું. તેમનાં પરિવાર વિશે વાત કરીએ તો તેમની બે પુત્રીઓ, બે પુત્રો છે જેમાંથી હવે બે દીકરીઓ અને એક દીકરાનાં લગ્ન થઇ ગયાં છે.

image source

આ મહિલાનો સૌથી નાના પુત્રનું નામ મહેશ હતું અને તે તેને ખૂબ લાડકવાયો હતો. ગામલોકો દ્વારા મળતી માહિતી મુજબ તે માતાની ખુબ નજીક હતો અને માતાની ખૂબ જ સારસંભાળ રાખતો હતો. સુખેથી જીવન પસાર કરી રહેલ આ પરિવારમાં અચાનક એક એવા સમાચાર આવ્યાં કે જે પછી આ માતાનું જીવન નીરસ બની ગયું છે. મળતી માહિતી મુજબ ચારેક માસ અગાઉ જુનીરોહ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક એક મૃતદેહ અચાનક મળી આવ્યો હતો અને તેની ઓળખાણ કરતાં સામે આવ્યું કે તે મહેશનો મૃતદેહ છે. પુત્રની આ રીતે અણધારી વિદાયથી તેની માતા પર આ વાતને સહન કરી ન શકી અને આજે તેની માનસિક હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે.

image source

પુત્રનું મૃત શરીર જોતાં જ તે ચોધાર આંસુએ રડી પડી અને તેની યાદમાં પુત્રને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં તે સ્મશાનમાં પુત્રની રાખ નજીક બેઠી રહે છે. ગામ લોકોનું કહેવું છે કે આ મહિલા અહીં સ્મશાનમાં જ સૂઈ પણ જાય છે અને જ્યારે ગ્રામ લોકોને ખબર પડે ત્યારે તેમને ત્યાંથી ઘરે લઈ જાય છે. પરિવાર અને ગામ લોકો બધાએ મળીને ઘણી વખત તેને આ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનાં પર આ મોતની ખુબ ઉંડી અસર થઈ છે જેથી તે આવું કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!