ગુજરાતમાં સજાતીય સંબંધનો વિચિત્ર કિસ્સો: 17 અને 21 વર્ષના બે પુત્રની માતાને બેવફા લેડી ડોન સાથે થયો પ્રેમ, અને પછી જે થયું એ…

સમગ્ર વિશ્વમાં સજાતીય સંબંધના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના માટે તેઓ કઈ પણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. હાલમાં ગુજરાતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, ધોળકામાં રહેતી બે દીકરાની માતા સજાતીય સંબંધમાં હોવાની વાત સામે આવતા હાલમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળીતી માહિતી પ્રમાણે આ યુવતી એક લેડી ડોનના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તેને પસંદ કરવા લાગી હતી અને બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી.

image source

સપના(નામ બદલ્યું છે) નામની યુવતીને એક 17 અને બીજો 21 વર્ષનો દીકરા છે. બે બાળકોની માતા તેના પાડોશમાં રહેતી એક લેડી ડોનના સંપર્કમાં આી હતી અને તેના પ્રેમમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે લેડી ડોન અને સપનાબેન એક જ ઘરમાં 8 મહિનાથી સાથે રહેતાં હતાં. આ ઉપરાંત બાઇક પર પતિ-પત્નીની જેમ સાથે પણ ફરતાં હતાં. જો કે નવાઈની વાત તો એ છે કે જ્યારે સપના બહેનના પતિ અને દીકરાઓએ તેમને ઘરે બોલાલ્યા પરંતુ તેમણે આવવાની ના પાડી હતી. જો કે બીજી તરફ આ વાત સમગ્ર ગામમાં પવનની જેમ ફેલા લાગી હતી અને ગામના લોકોનાં મહેણાં-ટોણાંથી કંટાળીને દીકરાઓ માતાને પોતાના ઘરે લઇ આવ્યાં હતાં,

image source

તો બીજી તરફ સપનાબેનના પતિએ તેમને અપનાવવાની ના પાડતા આખરે તે તેમના માતા-પિતાને ઘરે રહેવા ચાલ્યા ગયા હતાં. જો કે સપનાબેનના આ વર્તનથી તેમના માતા-પિતા પણ ખુબ નારાજ હતા અને તેમણે પણ તેમને ઘરે રાખવાની ના પાડતા આખરે તેમણે અભયમ હેલ્પલાઇન પાસે મદદ માગી હતી. નોંધનિય છે કે ધોળકામાં રહેતી લેડી ડોન સાથે જે યુવતીઓ સંપર્કમાં આવતી હતી તે બીજા લગ્ન કરવાની ના પાડતી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે આવી યુવતીઓનાં માતા-પિતાને જાણ થતી કે લેડી ડોન સાથે સંપર્કમાં છે કે તરત જ ઝડપથી દીકરીઓને બીજે પરણાવી દે છે.

image source

નોંધનિય છે કે પુરુષની જેમ જ રહેતી લેડી ડોન ગામની છોકરીઓને છોકરાની જેમ જ પટાવીને બાઇક પર બેસાડીને ફરવા લઇ જાય છે. તમને જણાવી દઈએ કે લેડી ડોન અન્ય છોકરીઓને પણ પ્રેમિકાની જેમ ફેરવતી હતી. હાલમાં તેમના કિસ્સા સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સપનાબેનના પતિ સરકારી નોકરી કરે છે. તો બીજી તરફ સપનાબેનના દીકરાના ફ્રેન્ડ સર્કલમાં કોઈએ તેમને કહ્યું હતું કે તમારી માતા ફેસબુક પર ફોટા અપલોડ કરે છે તે કોણ છે? આવી વાતો શાંભળતા તેમના બાળકોને લોકો સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડતું હતું અને લોકો પણ તેમની મજાક ઉડવતા હતા. આથી કંટાળી સપનાબેનના દીકરાઓએ ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું.

image source

તો બીજી તરફ સ્વાતિબેને તેમના દીકરાઓના ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું હતું. નોંધનિય છે કે માતાના આવા વર્તનથી પુત્રો સમાજમાં ઘણા હાસી પાત્ર બનવા લાગ્યા છે. થોડા સમય બાદ દિકરા માટે સપનાબેન ઘરે પાછાં આવ્યાં તો ખરા અને શરૂઆતમાં તો બધું સરખું ચાલવા પણ માડ્યું પરંતુ થોડા દિવસમાં લેડી ડોન સાથે સંબંધો ફરીથી ચાલુ થઈ જતા સપના બેનના પતિએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ત્યાર બાદ સપના બેન તેમના પિતાના ઘરે ઘરે રહેવા ગયાં હતાં, પરંતુ સપનાબેનના માતા પિતાએ તેમને કૂવો-હવાડો કરજે પણ અહીં ના આવતી તેવું કહેતાં આખરે સપનાબેને મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિસ્તારથી વાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!