ભરૂચમાં કોરોના પછી મહિલાના આંતરડામાં ગેંગરીન થતા બે ફૂટ કાઢવું પડ્યુ આંતરડું, અને બચાવાયો જીવ

ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની બીજી ઘાતક લહેર પસાર થયા પછી પોસ્ટ કોવિડ દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસના ૧૨ કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા હતા. જયારે હવે કોરોના વાયરસથી સંક્રમિત ડાયાબીટીસથી પીડાઈ રહેલ મહિલાને આંતરડામાં ગેંગરીન ઓફ ઈંટેસ્ટાઈન અને મેજેન્ટ્રીક થોમ્બોસીસ બીમારીનો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. આ મહિલાના નાના આંતરડાને ઓપરેશન કરીને બે ફૂટ જેટલું કાઢી લેવામાં આવીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

આ મહિલા દર્દીનું નાનું આંતરડું કામ કરતું બંધ થઈ જવાની સાથે ગૂંચવાઈ ગયું.

image source

હાલમાં જ ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત મહિલા ગેંગરીન ઓફ ઈંટેસ્ટાઈનની બીમારીનો શિકાર થઈ હોવાનો પ્રથમ કેસ ઝીલ સર્જીકલ હોસ્પિટલમાં નોંધવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૫૨ વર્ષની ઉમર ધરાવતા હીનાબેન શાહને પોસ્ટ કોવિડ પછી પેટમાં દુઃખાવો, યુરીન ઝાડા બંધ થઈ ગયા આ સાથે જ કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળ્યા હતા. હીનાબેનના એક્સ રે અને સોનોગ્રાફી રીપોર્ટ કરાવતા તેમના આંતરડામાં લોહી ગંઠાઈ જવાના કારણે આંતરડું કામ કરતું બંધ થઈ જવાનું નિદાન સામે આવ્યું હતું.

image source

લેપ્રોસ્કોપી સર્જન ડૉ. જયંતિ વસાવાએ એક્સ રે અને સોનોગ્રાફી કરાવવામાં આવતા ડાયાબીટીક મહિલાનું નાનું આંતરડું કામ કરતું બંધ થઈ જવાની સાથે ગૂંચવાઈ પણ ગયું હતું. આ સાથે જ નાના આંતરડામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા.

ઓપરેશન થયાના ૫ દિવસે હવે આ મહિલા સ્વસ્થ છે.

image source

હીનાબેન શાહને કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના કારણે ગેંગરીનથી પણ પીડાઈ રહ્યા હતા જેના લીધે હીનાબેન શાહનું ઓપરેશન કરીને બે ફૂટ જેટલું આંતરડું કાઢી લેવામાં આવે છે અને આ મહિલાને ગેંગરીન ઓફ ઈંટેસ્ટાઈનની બીમારીથી છુટકારો અપાવવામાં આવ્યો છે. પોસ્ટ કોવિડ થયા બાદ ભરૂચની મહિલા હીનાબેન શાહને મેજેન્ટ્રીક થોમ્બોસીસ અને ગેંગરીન ઓફ ઈંટેસ્ટાઈન બીમારીનો પ્રથમ કેસ ભરૂચ જીલ્લામાં નોંધવામાં આવ્યો છે.

image source

હીનાબેન શાહ હવે તેમના આંતરડાનું ઓપરેશન થયા બાદ ૫મા દિવસે હીનાબેન શાહ હવે સ્વસ્થ થઈ ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે દર્દીને પોસ્ટ કોરોના બીમારી મ્યુકરમાઈકોસીસી બીમારી જોવા મળી રહી છે ત્યારે હવે ભરૂચ જીલ્લામાં ગેંગરીન ઓફ ઈંટેસ્ટાઈન અને મેજેન્ટ્રીક થોમ્બોસીસ જેવી બીમારીનો પહેલો કેસ જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!