27 વર્ષના દીકરાની માતા પ્રેમમાં પડી, આવો ડખો થતાં પ્રેમીએ ભડાસ કાઢવા માટે માતા-પુત્રીના નગ્ન ફોટા કર્યા વાયરલ, અને પછી…

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી અને પ્રેમની વાતો પ્રેમીઓ જાણે એવા ઘણા વાક્યો લોકો પ્રેમમા પડીને બોલતા હોય છે અને સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. પણ સમાજમાં અમુક કિસ્સા ખુબ જ વિચિત્ર રીતે બનતા હોય છે અને જે જોઈને બધાએ ચેતવા જેવું છે. તો આવો આ અજીબ કિસ્સા વિશે વાત કરીએ. આ સંબંધમાં મહિલાને ખૂબ નુકસાન ગયું છે. આ વાત છે અમદાવાદની કે જ્યાં પૂર્વ વિસ્તારમાં 27 વર્ષના દીકરાની માતાને પ્રેમ થઇ ગયો હોવાનો કેસ સામે આવ્યો છે અને જ્યારે આ સંબંધ વિશે પરિવારને ખબર નહોતી. બન્ને લોકો પરિવારની જાણ બહાર મળતાં હતાં.

image source

પછી બન્યું એવું કે એક દિવસ પરિવારને આ વાતની જાણ થતાં મહિલાએ આ સંબંધનો અંત લાવ્યો અને સંબંધ કાપી નાખ્યો. પણ આ વાતથી પ્રેમીએ તેની સાથેની અંગત પળો સિવાય પ્રેમિકાના પરિવારની અન્ય મહિલાઓના નગ્ન ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા અને હવે આ અંગે જોરદાર હોબાળો મચ્યો છે. જો કે હાલમાં આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધારે તપાસ હાથ ધરી છે. પણ પોલીસસૂત્રો પાસે મળતી માહિતી અંગે વાત કરીએ તો નિશા (નામ બદલ્યું છે ) અને તેનો પરિવાર પૂર્વ વિસ્તારમાં રહે છે. તેનાં બે દીકરા અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો 27 વર્ષનો છે, જેના લગ્ન થઈ ગયા છે.

image source

જો વાત કરીએ નિશાના પરિવારની તો તે હાલમાં એકદમ સામાન્ય સંજોગોમાં પોતાનું ગુજરાન ચલાવે છે. એક દિવસ નિશા નાનામોટા કામ માટે બહાર ગઈ અને જ્યાં તે કામ કરી રહી હતી ત્યારે રાજીવ (નામ બદલ્યું છે ) તેને દૂરથી જોઈ રહ્યો હતો. રાજીવ નિશાની પાસે આવ્યો અને તેને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં રાજીવનો નંબર હતો, પણ નિશાએ આ વાતને મજાકમાં કાઢી નાખી અને ગંભીરતાથી ન લીધી, કારણ કે તેના પરિવારમાં મોટા દીકરા હોય અને આ ઉંમરે આવું બધું ન શોભે. પણ રાજીવ ગમે તેમ કરીને નિશાનો નંબર શોધી લીધો અને ફોન કર્યો. પછી ફિલ્મની જેમ નિશાને ધીરે ધીરે રાજીવની વાતો ગમવા લાગી.

image source

હવે બન્ને વચ્ચે જરાય અજાણતા ન હતી અને પ્રેમનો ફણગો ફુટવા લાગ્યો હતો. પછી તો રાજીવ અને નિશા બહાર ફરવા જવા લાગ્યાં. પછી આ સંબંધ વાતો પરથી શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો, જેને કારણે નિશા પ્રેમમાં ભાન ભૂલી ગઈ હતી. નિશાને ખબર નહોતી કે એક સમયે આ બધું ક્યાનું ક્યાં પહોંચશે અને હું ક્યાંયની નહીં રહુ. પરંતુ આ સમગ્ર મામલો નિશાના પરિવારને જાણ થઈ ગઈ, જેથી નિશાએ રાજીવ સાથે મળવાનું બંધ કરી દીધું હતું.

image source

આ બધાથી રાજીવ ઉશ્કેરાઈને નિશાની સાથેની અંગત પળોના ફોટા વાયરલ કર્યા હતા. એટલું જ નહીં, રાજીવે નિશાની દીકરીના પણ નગ્ન ફોટા બનાવી વાઈરલ કરી દીધા હતા. હવે એરપોર્ટ પોલીસમાં આ સમગ્ર વાત પહોંચી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે, પણ હાલમાં લોકોને આ સમાચાર વાંચીને ચેતવાના સમાચાર સામે આવી રહ્યા છે કે ક્યારેય પ્રેમના ભાન ભૂલવી નહીં અને હદ કરતાં વધારે કોઈ પર વિશ્વાસ કરવો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!