પંજાબ નેશનલ બેન્કમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ રીતે કરો એપ્લાઈ

પંજાબ નેશનલ બેન્કમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ રીતે કરો એપ્લાઈ

લોકડાઉનના સમયમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે. આ ઉપરાંત ઘણા લોકો એવા પણ છે જે લોકો પોતાનો અભ્યાસ પૂરો કર્યો બાદ નોકરીની શોધમાં છે. એવા ઉમેદવારો માટે ખુશખબર આવી છે. પંજાબ નેશનલ બેન્કમાં વેકેન્સી પડી છે. પંજાબ નેશનલ બેંક (PNB) એ નિષ્ણાંત અધિકારી (મેનેજર અને સિનિયર મેનેજર) ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

રસ ધરાવતા ઉમેદવારો pnbindia.in પર પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. પાત્રતા અને રસ ધરાવતા ઉમેદવારો 8 સપ્ટેમ્બર 2020 થી pnbindia.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. પીએનબી એસઓ 2020 ની ઓનલાઇન ભરતીની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2020 છે. અરજી પ્રક્રિયા, પાત્રતા, વયમર્યાદા, પસંદગીના માપદંડ, પગાર ધોરણ અને અન્ય વિગતોની માહિતી આવો જાણીએ.

મેનેજર પદ માટે ખાલી જગ્યા

કુલ પોસ્ટ્સ – 535 પોસ્ટ્સ

  • મેનેજર (Risk) – 160 પોસ્ટ્સ
  • મેનેજર (Credit) – 200 પોસ્ટ્સ
  • મેનેજર (Treasury) – 30 પોસ્ટ્સ
  • મેનેજર (Architect) – 25 પોસ્ટ્સ
  • મેનેજર (Civil) – 2 પોસ્ટ્સ
  • મેનેજર (Economic)- 10 પોસ્ટ્સ
  • મેનેજર (HR)- 10 પોસ્ટ્સ
  • સિનિયર મેનેજર પોસ્ટ માટેની વેકેન્સી ડિટેલ
  • વરિષ્ઠ મેનેજર (Risk) – 40 પોસ્ટ્સ
  • વરિષ્ઠ મેનેજર (Credit) – 50 પોસ્ટ્સ
image source

અરજી કરવાની છેલ્લી તારીખ

  • ઓનલાઇન નોંધણીની શરૂઆત: 8 સપ્ટેમ્બર 2020
  • ઓનલાઇન નોંધણીની છેલ્લી તારીખ: 29 સપ્ટેમ્બર 2020
  • ટેન્ટિવ પરીક્ષાની તારીખ(Tentative Exam Date ): ઓક્ટોબર / નવેમ્બર 2020

ઉમેદવારોની ન્યુનતમ શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોની ન્યુનતમ શૈક્ષણિક લાયકાત, પોસ્ટ્સ અનુસાર અલગ રીતે નક્કી કરવામાં આવી છે. આ માટે, તમે સત્તાવાર સૂચના જોઈ શકો છો.

image source

કેટલી મળશે સેલેરી

  • મેનેજર – 31705-1145 / 1-32850- 1310 / 10-45950 રૂપિયા
  • સિનિયર મેનેજર – 42020 -1310 / 5-48570- 1460 / 2-51490 રૂપિયા

કેવી રીતે પસંદ કરશે

ઓનલાઇન પરીક્ષણ અને ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે

પરીક્ષાનું માળખું કેવુ હશે ?

image source

PNB SO ભરતી 2020 ની પરીક્ષા 200 મિનિટની હશે, જેમાં 120 મિનિટ માટે રિઝનિંગ, અંગ્રેજી ભાષા, ક્વોન્ટેટિવ એપ્ટિટ્યૂડ અને વ્યવસાયિક જ્ઞાન વિષયો આવરી લેવામાં આવશે. અંગ્રેજી પરીક્ષા સિવાયના તમામ પરીક્ષાનું પેપર અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ રહેશે. જો ઓનલાઇન પરીક્ષણમાં ખોટો જવાબ આપવામાં આવે તો નેગેટિવ માર્કિંગ થશે. ખોટા જવાબ પર એક ચતુર્થાંશ માર્ક કાપવામાં આવશે. (નોંધ: સરકાર મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે વય છૂટછાટ રહેશે)

PNB SO Recruitment 2020 એપ્લિકેશન ફી

  • SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારો માટે – Rs. 175/-
  • અન્યા ઉમેદવારો માટે : Rs. 850/-

PNB SO ભરતી 2020 વય મર્યાદા

  • મેનેજર – 25 થી 35 વર્ષ
  • વરિષ્ઠ મેનેજર – 25 થી 37 વર્ષ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત