બાળકોમાં કોરોના વાયરસ બાદ આ બીમારીએ વધારી ચિંતા, જાણી લો આ નવી આફત વિશે, નહિં તો…

કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થનાર બાળકોમાં બે અઠવાડિયાથી છ અઠવાડિયાના સમયગાળા દરમિયાન મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેંટરી સિન્ડ્રોમ (એમઆઈએસ) ના કેસ જોવા મળી રહ્યા છે. એમાં બાળકોને તાવ આવવો, શરીર પર લાલ ચકામા પડવા, આંખ આવવી, શ્વાસ ફૂલવી એટલે કે, જકડન વગેરે લક્ષણ જોવા મળી રહ્યા છે. ઉલ્ટી ડાયરિયા, થાકના લક્ષણ પણ હોઈ શકે છે. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, આ એક આપાતકાલીન પરિસ્થિતિ છે અને સમય રહેતા જો સારવાર શરુ કરી દેવામાં આવે છે તો વધારે મુશ્કેલી આવતી નથી. સારવારને લઈને દિશા-નિર્દેશ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

image source

એક્સપર્ટસના જણાવ્યા મુજબ, આ તમામ લક્ષણો કોરોના વાયરસ સંક્રમણની સાથે હળતા- મળતા આવે છે, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવે છે. કોરોના વાયરસમાં જ્યાં સંક્રમણ ફેફસામાં થઈ જાય છે. એમઆઈએસમાં એવું લાગે છે કે, આ બીમારી શરીરની એક સિસ્ટમમાં નહી ઉપરાંત બધી જ જ્ગ્યાર થાય છે, એટલા માટે એને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેંટરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

image source

એવામાં જયારે કોરોના વાયરસ સંક્રમણની મહામારીની ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. આવા પ્રકારના લક્ષણો ચિંતાજનક છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલના જણાવ્યા મુજબ, બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણને બે પ્રકારથી જોવામાં આવી રહ્યા છે. એક કોરોના વાયરસથી સંક્રમણ થયેલ અને ઘરમાં કે પછી હોસ્પિટલમાં સારવાર બાદ બાળક સ્વસ્થ થઈ ગયા.

image source

કોરોના વાયરસ સંક્રમણના ૨- 3 ફીસદી કેસોમાં બાળકોને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂરિયાત પડી રહી છે. પરંતુ અમારી તૈયારીઓ એના કરતા બે ગણી કે પછી એના કરતા વધારે છે, એટલા માટે બાળકોના કેસમાં હોસ્પિટલમાં એડમિટ થવાની કોઈ સમસ્યા છે નહી. તેમણે કહ્યું છે કે, સરકાર બાળકોમાં જોવા મળતા કોરોના વાયરસ સંક્રમણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણની બીમારીની સારવારની રણનીતિને નક્કી કરવા માટે બાળ રોગ એક્સપર્ટસનો એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું હતું, જેને પોતાની રીપોર્ટ સોંપી દેવામાં આવી છે તથા જલ્દી જ એના અનુરૂપ દિશા- નિર્દેશ લાગુ કરવામાં આવશે.

મહામારીની પ્રવૃત્તિ બદલાઈ જશે તો બાળકો માટે વધારે ખતરો.

image source

ડૉ. વી. કે. પોલએ ફરીથી કહ્યું છે કે, અત્યાર સુધી બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણ ઓછું થઈ રહ્યું છે અને મોટાભાગના કેસોમાં કોઈ લક્ષણ જોવા પણ નથી મળતા. પરંતુ જો કોરોના વાયરસ પોતાના વ્યવહારમાં કોઈ પરિવર્તન કરી રહ્યું છે કે પછી આ મહામારીની પ્રવૃત્તિ બદલાઈ જશે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. આ કેસમાં સતત વૈજ્ઞાનિક માહિતીઓને અપડેટ કરવામાં આવી રહી છે. સરકાર નવી રીતે આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *