જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલા એ લીધા હોસ્પિટલ માં અંતિમ શ્વાસ

પોતાની જ્યોતિષ વિદ્યાના કારણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લાખો ફોલોવર્સ ધરાવતાં અને ખ્યાતનામ જયોતિષી બેજાન દારુવાલાનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે.

image source

કરોડો લોકો જેમની ભવિષ્યવાણીમાં વિશ્વાસ કરે છે તેવા બેજાન દારુવાલા પારસી પરીવારના હોવા છતાં ભગવાન ગણેશજીના પ્રખર ઉપાસક હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ હતું અને તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

બેજાન દારુવાલાને ફેફસામાં ઈન્ફેકશનની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે પણ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમના દીકરા નસ્તૂર દારુવાલાએ ફેસબુક પર પોસ્ટ કરી અને પોતાના પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા મેસેજ પણ શેર કર્યો હતો.

image source

બેજાન દારુવાલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરીવારના સભ્યોને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ અંગે જાણવા મળેલી વિગચો અનુસાર થોડા દિવસો પહેલા તેમને શ્વાસ લેવામાં સમસ્યા જણાતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફેફસામાં ઈન્સ્પેકશનનું પ્રાથમિક તારણ સામે આવ્યું અને ત્યારબાદ કોરોના પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું હતું. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જો કે તેમની તબિયતમાં સુધારો જણાયો નહીં ત્યારબાદ તેમને આઈસીયુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. જ્યાં તેમણે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.

image source

બેજાન દારુવાલાનો જન્મ 1931માં મુંબઈના એક પારસી પરીવારમાં થયો હતો. તેમણે ભગવાન ગણેશની પ્રખર ઉપાસના કરી હતી અને ત્યારબાદ તેઓ એક જાણીતા જયોતિષી તરીકે નામના મેળવી ચુક્યા છે. તેઓ વ્યક્તિના ચહેરા અને તેમની ઔરાના આધારે ભવિષ્ય ભાખવા માટે ખૂબ પ્રખ્યાત હતા. તેમની ભવિષ્યવાણીને ફોલો કરનાર લોકોમાં સામાન્ય માણસોથી લઈ ફિલ્મ અને રાજકારણ ક્ષેત્રની હસ્તીઓનો સમાવેશ થાય છે. બીમારીમાં સપડાયા તે પહેલા સુધી તેઓ જ્યોતિષ અને ભવિષ્યવાણીના લેખો લખતાં હતા. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી પુત્ર સાથે અમદાવાદમાં જ સ્થાયી હતા.

source : freepressjournal

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત