ભારતમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે દુનિયાના આ 7 દેશોએ કોરોના પર મેળવ્યો વિજય, જાણો વધુ માહિતી

દેશ અને દુનિયામાં કોરોના કહેર બનીને વરસી રહ્યો છે ત્યારે આપણે સૌ ચિંતિત છીએ. આ સમયે એક સારી વાત સામે આવી રહી છે તે એ છે કે વાયરસના પાવર ફૂલ એટેકના કારણે ભારતમાં કોહરામ મચ્યો છે. વાયરસના પાવરફૂલ એટેકથી લોકોમાં ડર ફેલાયો છે તો આ સમયે હિંદુસ્તાન, રશિયા, બ્રાઝિલ અને સુપરપાવર અમેરિકા પોતાના પૂરા ફોકસ અને તેની તાકાતથી વાયરસના વિરોધમાં વિડય મેળવ્યો છે. તો જાણો કયા 7 દેશ દુનિયાના જ્યાં કોરોનાએ હાર માની લીધી છે.

image source

બ્રિટનનો એક નાનો ઓવરસિઝનો ભાગ છે જિબ્રાલ્ટર, આ સ્પેનની નજીક છે અને સાથે આજે આ મલુક્માં કોરોનાનો ડર ખતમ થયો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે જિબ્રાલ્ટરે પોતાની આબાદીને વેક્સીન લગાવી દીધી છે. જિબ્રાલ્ટરની આબાદી લગભગ 34 હજારની છે અને સાથે અહીં દરેક વ્યક્તિને વેક્સીન લાગી ચૂકી છે.. જિબ્રાલ્ટરમાં લગભગ 10 હજાર આબાદી સ્પેનના લોકોની છે. અહીં અસ્થાયી રીતે કામ કરે છે. આ 10 હજાર લોકોને પણ વેક્સીનના ડોઝ લાગી ચૂક્યા છે. 14 એપ્રિલથી 23 એપ્રિલની વચ્ચે અહીં કોરોનાનો ફક્ત 1 દર્દી મળ્યો છે.

આઈસલેન્ડથી હટ્યો કોરોનાનો ડર

image source

યૂરોપીય દેશ આઈસલેન્ડે 6 એપ્રિલથી પોતાની જમીનની પ્રવાસીઓ માટે ખોલી દેવાયો છે. જો કે પ્રવાસીઓની સાથે વેક્સીનેશન સર્ટિફિકેટ લાવવું જરૂરી છે. આઈસલેન્ડમાં કોરોનાથી અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે.અહીં દર અઠવાડિયે ફક્ત 14 કેસ સામે આવી રહ્યા છે. આઈસલેન્ડનો કોરોનાનો પહેલો દર્દી મળ્યાથી 2 મહિના પહેલા અહીં નેશનલ પેન્ડમિક લાગૂ કરાયો હતો. આ દેશમાં જાન્યુઆરીમાં જ આઈસોલેશન, ક્વોરન્ટાઈન અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ જેવા વિકલ્પ પર કામ શરૂ કરાયું હતું. આજે દેશમાં વાયરસનો કોઈને ડર નથી.

માલ્ટાએ પણ મેળવી કોરોનાથી રાહત

image source

વાયરસથી રાહત મેળવનારા દેશમાં માલ્ટા ત્રીજા નંબરે છે. આ યૂરોપીય દેશમાં રોજ 60થી પણ ઓછા સંક્રમિત સામે આવી રહ્યા છે. કોરોનાના 16 મહિનામાં અહીં વાયરસથી 411 મોત થયા છે. માલ્ટા સરકારે કઠોર પ્રતિબંધ લગાવ્યા છે અને સફળતા મેળવી છે.

ન્યૂઝીલેન્ડ કોવિડ ફ્રી પહેલો દેશ બન્યો

image source

કોરોનાની લડાઈમાં પ્રભાવશાળી રીતે લડાઈ લડનારો આ પહેલો દેશ છે જ્યાં કોરોનાનો કોઈ કેસ નથી. તેને કોવિડ પ્રી દેશ જાહેર કરાયો છે. તેની કામયાબી પાછળ ખાસ કારણ છે. ન્યૂઝીલેન્ડ એ દેશમાં સામેલ હતો જેણે સૌથી પહેલા પોતાની સીમા સીલ કરી હતી. આ સિવાય અહીનો ક્વોરેન્ટાઈન નિયમ પણ સૌથી સારો હતો. કોરોનાના ખતરાને લઈને જીનોમ સિક્વન્સિંગ અને એપિડેમિયોલોજીની મદદ લેનારો ન્યૂઝીલેન્ડ પહેલો દેશ હતો અને આજે આ મોડલને અનેક દેશ અપનાવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી અત્યાર સુધી 26 લોકોના મૃત્યુ થયા છે અને 2600 લોકો જ સંક્રમિત થયા છે.

ઈઝરાયલમાં માસ્ક લગાવવાની જરૂર નથી

image source

19 એપ્રિલે ઈઝરાયલે જાહેરાત કરી કે આખી દુનિયાને ચોંકાવી દીધી અને સાથે માસ્ક લગાવવાની જરૂર નથી. ઈઝરાયલમાં 16 વર્ષથી વધારે ઉંમરના 81 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ મળી ચૂક્યા છે અને સાથે દર અઠવાડિયે 130 નવા કેસ આવી રહ્યા છે ત્યારે રોજ 20થી પણ ઓછા. ઈઝરાયલને કોરોના મુક્ત હોવાની જાહેરાત થઈ ચૂકી છે.

ઓસ્ટ્રેલિયા અને આયરલેન્ડથી પણ ભાગ્યો કોરોના

image source

આ 5 દેશો સિવાય ઓસ્ટ્રેલિયા અને આયરલેન્ડથી પણ એ દેશોમાં સામેલ છે જ્યાં વાયરસ પર રોક લાગી ચૂકી છે. એક ચીજ તો આ 7 દેશમાં કોમન છે કે અહીની સરકારે કઠોર નિર્ણયો લેવાની સાથે અનુશાસનમાં પણ કડક નિયમો લાગૂ કર્યા હતા. તે કોવિડ વાયરસને ભગાડવામાં કારગર રહ્યા છે. નાગરિકોએ પોતે વાયરસના વિરોધમાં પણ કડકાઈ દાખવી છે અને તેને માત આપી છે. તેઓએ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સાફ સફાઈનું ધ્યાન રાખીને કોરોનાની સામે વિજય મેળવી લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *