કોરોનાનો હાહાકાર: આ કંપનીમાં એક સાથે 125 કર્મચારી કોરોના સંક્રમિત થતા ચિંતાજનક સ્થિતિ, હજુ અનેકના રિપોર્ટ બાકી, આટલા લોકોના મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર સતત વધતો જ જઈ રહ્યો છે. અને રોજને રોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધવામાં આવી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ પોતે પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને આઈસોલેશનમાં રહીને પણ વણસતી જતી સ્થિતિને સંભાળવા માટે ઓફિસર્સની ટીમની સાથે સતત મીટીંગ કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિ દરમિયાન પણ સંભલ જીલ્લામાં આવેલ એક ફર્ટીલાઈઝર કંપનીમાં કામ કરતા ૧૨૫ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયાના આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. આ ફર્ટીલાઈઝર કંપનીના બે કર્મચારીઓના મૃત્યુ પણ થઈ ગયા છે.

image source

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જ જઈ રહ્યું છે એટલું જ નહી, ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના રોજબરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આવા સમયમાં ઉત્તર પ્રદેશ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ પોતે પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે તો પણ આઈસોલેશનમાં રહીને રાજ્યની કથળતી જતી સ્થિતિને સંભાળવા માટે ઓફિસર્સની ટીમની સાથે સતત મીટીંગ્સ કરી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ સંભલ જીલ્લામાં આવેલ એક ફર્ટીલાઈઝર કંપનીમાં એકસાથે ૧૨૫ કર્મચારીઓના કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. આ કંપનીના બે કર્મચારીઓના મૃત્યુ પણ થઈ ગયા છે.

૧૦ દિવસ પહેલા સામે આવ્યો હતો કોરોના વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ.

image source

ઉત્તર પ્રદેશ રાજ્યના સંભલ જીલ્લામાં આવેલ યારા ફર્ટીલાઈઝર કંપની (Yara Fertilizer Company)માં કામ કરી રહેલ એક કર્મચારીનો ૧૦ દિવસ પહેલા જ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તે કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ યારા કંપની દ્વારા કંપનીના તમામ ઓફિસર્સ અને કર્મચારીઓનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવાની શરુઆત કરી દેવામાં આવી.

ઘણા બધા કર્મચારીઓના રીપોર્ટ આવવાના હજી બાકી છે.

image source

યારા ફર્ટીલાઈઝર કંપની દ્વારા કંપનીના તમામ ઓફિસર્સ અને કર્મચારીઓનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવતા જાણવા મળ્યું છે કે, કંપનીમાં મોટાભાગના કર્મચારીઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. ત્યારે અત્યાર સુધી આવેલ કોરોના વાયરસ ટેસ્ટના રીપોર્ટ માંથી ૧૨૫ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. ત્યાં જ તેમાંથી એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે જયારે અન્ય એક કર્મચારીના પરિવારમાં મહિલા સભ્યનું મૃત્યુ થઈ ગયું છે. તેમ છતાં હજી પણ ઘણા બધા કર્મચારીઓનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ આવવાના બાકી છે.

ઉત્તર પ્રદેશ રાજ્યની વણસતી જતી સ્થિતિ.

image source

ઉત્તર પ્રદેશ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયેલ નવા ૨૮૨૮૭ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાં જ ૧૬૭ દર્દીઓએ કોરોના વાયરસના લીધે પોતાનું જીવન ગુમાવ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮,૭૯, ૮૩૧ કેસ નોંધાઈ ગયા છે. જેમાંથી કુલ ૯૯૯૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા ૨૦૮૫૨૩ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *