કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધીને થશે સીધા આટલા ટકા, પગારમાં થવાનો છે તોતિંગ વધારો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારી અને પેંશન ધારકો માટે મોંઘવારી ભથ્થાને સંબંધિત સારા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા એના માટે મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ આ વધારો મેળવવા માટે કેન્દ્રના કર્મચારીઓ અને પેંશન ધારકોને બે મહિના સુધી રાહ જોવી પડી શકે તેમ છે. તેમ છતાં એક વાત તો નિશ્ચિત છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાના પગારમાં મોટો વધારો મળી શકે છે.

સપ્ટેમ્બર મહિનાથી વધારવામાં આવેલ DA. DR મળવાનું શરુ થઈ જશે.

image source

નેશનલ કાઉન્સિલના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેંશન ધારકોને મોંઘવારી રાહતમાં વધારો થવામાં થોડોક સમય લાગી શકે છે. કેબીનેટ સેક્રેટરીના નેતૃત્વ હેઠળ મળેલ નાણા મંત્રાલયની સાથે બેઠક કરીને આ વાત નક્કી કરવામાં આવી છે કે, DA, DR સપ્ટેમ્બર, ૨૦૨૧માં થઈ જશે.

વધીને કેટલો થઈ જશે DA

image source

ત્યારે હવે એ જોવાનું રહેશે કે, સપ્ટેમ્બર મહિનાથી પુનઃસ્થાપના પછી કેન્દ્રના કર્મચારીઓ અને પેંશન ધારકોને DA અને DR ક્યાં દરે આપવામાં આવે છે. JCMના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ વિષે જણાવતા કહ્યું છે કે, જાન્યુઆરી, ૨૦૨૧ અને જુલાઈ, ૨૦૨૧ના બંને મોંઘવારી ભથ્થાઓ (DA)ની જાહેરાત સપ્ટેમ્બર, ૨૦૨૧માં કરી દેવામાં આવશે. જેના લીધે કેન્દ્રના કર્મચારીઓ અને પેંશન ધારકોને હજી પણ બે મહિના સુધી રાહ જોવી પડશે.

૩૨% જેટલો થઈ શકે છે DA

image source

જો કે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાતમા વેતન આયોગના DAની ગણતરી મુજબ જાન્યુઆરી, ૨૦૨૧થી બાકી રહેતા DA ઓછામાં ઓછા ૪% સુધી થવાની શક્યતા છે. ત્યાર પછી જુલાઈ, ૨૦૨૧નું DA 3% કે પછી ૪% નો વધારો થવાની શક્યતા છે. એટલા માટે જયારે પણ DA, DRનું પુનઃસ્થાપન કરી દેવામાં આવશે તો વર્તમાન સમયના DA ૧૭% થી ઉછળીને ૩૧% કે પછી ૩૨% જેટલો થઈ શકે છે. જાન્યુઆરી, ૨૦૨૦માં DA માં ૪% જેટલો વધારો થયો હતો ત્યારે જુન, ૨૦૨૦માં મોંઘવારી ભથ્થું 3% જેટલું વધી ગયું હતું.

image source

આવી રીતે કરવામાં આવશે DAની ગણતરી.

જાન્યુઆરી, ૨૦૨૦ ૪%

જુન, ૨૦૨૦ 3%

જાન્યુઆરી, ૨૦૨૧ ૪%(અંદાજીત)

જુન, ૨૦૨૧ 3 કે ૪% (અંદાજીત)

image source

સપ્ટેમ્બર મહિનામાં પુનઃસ્થાપિત થયા બાદ કુલ DA= ૧૭%+૪%+3%+૪%+3 અથવા ૪%= ૩૧% અથવા ૩૨% ત્રણ મહિનાનું DA પણ સપ્ટેમ્બર મહિનાના પગારમાં આપવામાં આવશે.

મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની (જાન્યુઆરી, ૨૦૨૦, જુન, ૨૦૨૦ અને જાન્યુઆરી, ૨૦૨૧) વાત કરીએ તો તે સપ્ટેમ્બર મહિનાના પગારની સાથે આપવામાં આવી શકે છે. જાન્યુઆરી, ૨૦૨૧ થી લઈને ઓગસ્ટ, ૨૦૨૧નું એરિયર પણ સપ્ટેમ્બર મહિનાના પગારમાં આપવામાં આવી શકે છે. એનો મતલબ એવો થાય છે કે, કેન્દ્રન કર્મચારીઓના સપ્ટેમ્બર મહિનાના પગારમાં ધરખમ વધારો થઈ શકે છે. એટલે કે, દિવાળી આવતા પહેલા જ કેન્દ્રના કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં તોતિંગ રકમ જમા કરવામાં આવશે.