શું બચ્ચનના બંગલા પર ફરી વળશે BMCનું બુલડોઝર! 2017માં આપી હતી આ નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો?

મહાનગરી મુંબઈ નિગમે સડક પહોળી કરવાની કાર્યવાહીને લઈને અમિતાભ બચ્ચનના બંગલો પ્રતીક્ષાની દિવાલ તોડવાની કાર્યવાહી શરી કરી છે. બચ્ચન પરિવારને આ માટેની નોટિસ પણ આપવામાં આવી હતી. બચ્ચન પરિવારને નોટિસ મળી હતી કે તેમના બંગલાની જમીનનો એક ભાગ સંત જ્ઞાનેશ્વર સડક માટે બીએમસી લઈ લેશે. નગર નિગમે પોતાના અધિકારીઓને આદેશ આપ્યા છે તે તેઓ બંગલાનું સીમાંકન કરે.

image source

સંત જ્ઞાનેશ્વર માર્ગ ચંદન સિનેમાના વિસ્તારને ઈસ્કોન મંદિરની તરફ બનેલા લિંક રોડથી જોડે છે. BMCના જણાવ્યા અનુસાર આ રોડને પહોળો કરવા માટે અમિતાભના બંગલાની દિવાલને પાડી દેવામાં આવશે.

પહેલા બંગલા સાથે જોડાયેલી પ્લોટની દિવાલ તોડી હતી

image source

BMCએ અમિતાભ બચ્ચનને 2017માં નોટિસ આપી હતી. તે સમયે અમિતાભ બચ્ચનના બંગલાને અડેલી દિવાલ તોડવામાં આવી હતી અને અહીં ગટર બનાવી દેવામાં આવી હતી પણ અમિતાભના બંગલાની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. નોટિસ બાદ અમિતાભ બચ્ચનના બંગલાની દિવાલ ન પાડવા માટે BMC પર અનેક સવાલો કરવામાં આવ્યા તા. આ માટે BMCના અધિકારીઓએ કોઈ નિવેદન આપ્યું ન હતું.

image source

પ્રતીક્ષાની પાસે સડકની પહોળાઈ ઘટતી જઈ રહી છે. જેના કારણે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ રોડ પર ઘણો ટ્રાફિક પણ રહે છે. આ સડક પર 2 સ્કૂલ, 1 હોસ્પિટલ અને ઈસ્કોન મંદિર હોવાની સાથે જ મુંબઈના અનેક સ્મારક પણ આવેલા છે. આ તમામ વાતોના કારણે અહીં અવારનવાર ટ્રાફિકની સમસ્યાનો નાગરિકોને સામનો કરવો પડી રહ્યો છે.

પ્રતીક્ષામાં બિગબીની માતા પિતા સાથે જોડાયેલી યાદો છે

image source

અમિતાભ બચ્ચન પરિવારની સાથે પોતાના અન્ય બંગલા જલસામાં રહે છે પણ અનેક વાર જૂના બંગલા પ્રતીક્ષામાં પણ સમય પસાર કરવા માટે આવે છે. આ બંગલામાં તેમના માતા પિતાની સાથે ઘણો સમય તેઓએ પસાર કર્યો છે. પ્રતીક્ષા મુંબઈમાં બચ્ચન પરિવારનો પહેલો મોટો બંગલો છે. આ સિવાય અમિતાભની પાસે જૂહુમાં પણ 2 બીજા બંગલા છે. જેનુ નામ જનક અને જલસા છે.