અનોખા લગ્ન: હથિયાર છોડી નક્સલીઓએ કર્યા લગ્ન, જાનમાં પોલીસને જોઈ લોકો થયા હેરાન

વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમી જોડા એક બીજાને પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. ઘણા યુવાઓ આ દિવસ પોતાના મનગમતા પાત્રને પ્રપોઝ કરતા હોય છે. કોઈ પોતાના પ્રિય પાત્રને આ દિવસે કોઈ ગિફ્ટ આપી યાદગાર બનાવતા હોય છે. પરંતુ આજે અમે તમને જે કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છે છીએ તેને જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. આમ તો તમે નક્સલીનું નામ શાંભળો એટલે હાથમાં હથિયાર લઈને ફરતા અને ગમે ત્યારે પોલીસ અને લશ્કરી જવાનો પર હુમલો કરતા લોકો જ સામે આવે.

પોલીસ પણ આ લગ્નમાં હાજર રહી

image source

પરંતુ જ્યારે તમને ખબર પડે કે આમાના કેટલાક નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી પોતાના પ્રિય પાત્ર સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે ત્યારે તમને ચોક્કસથી આશ્ચર્ય થાય. આ ઘટના સામે આવી છે બસ્તર વિસ્તારમાં. કે જ્યાં વેલેન્ટાઇન ડેના દિવસે બસ્તર વિસ્તારમાં 14 નક્સલીઓએ હથિયાર છોડી સમાજની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નની સૌથી મોટી વાતએ હતી કે, પોલીસ પણ આ લગ્નમાં હાજર રહી હતી. લોકો પણ પોલીસની હાજરી જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. કેમ કે તેમાના ઘણા નક્શલીઓએ પહેલા પોલીસ પર ઘણીવાર હુમલો પણ કર્યો હતો.

તેમણે ઘણીવાર પોલીસ પર હુમલો પણ કર્યો હતો

image source

તમને જણાવી દઈએ કે ખુદ એસપી ડો.અભિષેક પલ્લવા પણ જાનૈયા બનીને નક્સલીઓના લગ્નમાં સામેલ થયા હતા, આ લગ્નીની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં પર ખુબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ લગ્નમાં એક દંપત્તિ એવું પણ હતું કે જે પહેલાં નક્સલવાદી પ્રવૃતિમાં જોડાયેલુ હતુ અને તેમણે ઘણીવાર પોલીસ પર હુમલો પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ તમામ નક્સલવાદીઓ દાંતેવાડા જિલ્લાના રહેવાસી છે. નોંધનિય છે કે, કારલી હેલિપેડ નજીકના મંડપમાં સરેન્ડર કરનારા 14 નક્સલવાદીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.

બંનેએ એકબીજાના ફોટા શેર કર્યાં

image source

જો કપલ વિશે વાત કરીએ તો તેમણે ઘણી વાર ગામના તે રસ્તાઓ તોડી નાખ્યા હતા, જ્યાંથી ફોર્સના જવાનો પસાર થતા હતા. દુશ્મનાવટ અને ખુન ખરાબા વચ્ચે આ બંનેનો પ્રેમ પરવાન ચઢ્યો હતો. જો કે તેમણ હથિયાર હેઠા મુકતા હવે પોલીસે તેમની મદદ કરી છે અને નવા જીવન તરફ આગળ વધવા આશિર્વાદ આપ્યા છે. તો બીજી તરફ ગુડ્ડુએ સમાજ વચ્ચે સામાન્ય જીવન જીવવા માટે સરેન્ડર કર્યું હતું. તેણે જણાવ્યું કે, શરણાગતિ પછી સમેલી ગામના ભૂમે સાથે સંપર્કમાં આવ્યા. ત્યાર બાદ ફોન પર વાત ચિત શરૂ થઈ હતી અને બંનેએ એકબીજાના ફોટા શેર કર્યાં હતા. આ પછી બન્નેએ પ્રેમનો એકરાર કર્યો હતો અને ભુમેને મળવા બોલાવ્યો અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ભૂમે હા કહેતા બન્ને લગ્ન ગ્રંથીથી જોડાયા હતા.

રેન્ડર બાદ અમારા વચ્ચે પ્રેમ વધુ વધતો ગયો

image source

તો બીજી તરફ સોમાદુ અને જોગીએ કહ્યું કે તેઓ સંગઠનમાં હતા ત્યારથી એકબીજાને ઓળખતા હતા. હું તેના પ્રેમમાં પડ્યો અને ત્યાર બાદ વાતચીત શરૂ થઈ. અને પછી મે પોલીસ સમક્ષ સરેન્ડર કરલાનું નક્કી કર્યું. સરેન્ડર બાદ અમારા વચ્ચે પ્રેમ વધુ વધતો ગયો. હવે અમે બન્ને લગ્ન બાદ હિંસા છોડી સામાન્ય જીવન જીવવા માગીએ છીએ, જે નક્સલી પ્રવતિ દરમિયાન શક્ય નહોતું. તો બીજી તરફ મુસ્કેલ ગામના રહેવાસી રતનને કહ્યું કે, તેને હવે બાળપણની પ્રેમિકા જાનકી સાથે લગ્ન કરી લીધા છે.. રતને હિસાંનો માર્ગ છોડી પોલીસ સામે હથિયાર સાથે સરેન્ડર કર્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, તે જાનકીને ખૂબ પ્રેમ કરે છે. તેમણે આગળ કહ્યું કે, અમારા પ્રેમની શરૂઆત નાનપણથી જ થઈ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!