હે ભગવાન આ વૃદ્ધાને તું જ મદદ કરી શકે છે હવે તો…જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા વૃદ્ધાને 108,104 અને મેન્ટલ હોસ્પિટલે પણ સારવાર માટે હાથ અદ્ધર કરી દીધા…હદ થઇ હવે તો….

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની ફુલવાડી સોસાયટીના મકાન નંબર 20 માં રહેતા વશરામભાઈ મીલ એક કામદાર હતા. જે મિલમાં એ કામ કરતા હતા એ મીલ બંધ થઈ જતાં એમને પાનબીડીનો ગલ્લો કર્યો અને એમાંથી એ આજીવીકા મેળવતા હતા.તેમના પરિવારમાં માત્ર તેમના પત્નિ લીલાબેન હતા. આ નિઃસંતાન દંપતિ સુખેથી જીવન પસાર કરી રહ્યું હતું. પણ કમનસીબે વર્ષ 2010 માં વશરામભાઈનું અવસાન થયું અને એ પછી એમના પત્ની લીલાબેન આઘાતમા સરી પડ્યા.જેને કારણે માનસિક રીતે પાગલ જેવા થઈ ગયા.

image source

અત્યંત દયનિય અને કરુણ વાત એ છે કે પતિના અવસાન બાદ માનસિક રીતે પાગલ અવસ્થામાં જીવન જીવતા લીલાબેન એમના ઘરની આજુબાજુના વિસ્તારમા આમ તેમ ફરતા રહેતા હતા.ચાની કિટલી વાળા તેમને ચા આપે, પાનની દુકાન વાળા તંબાકુનો મસાલો આપે તો વળી કેટલાક દયાળુ લોકો તેમને જમવાનું આપે.

image source

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના સામાજીક મહિલા કાર્યકર હેતલ પટેલ માનસિક રીતે અસ્વસ્થ લીલા બેનને વાળ કાપી આપે, નવડાવે તથા જરુરીયાત પુરી પાડતા રહે છે.લીલાબેન ઘરની આજુબાજુના વિસ્તારમાંથી કચરો વિણી લાવીને ઘરમાં કચરાનો ઢગલો કરતા હતા, ઘરના ચોગાનમાં જ કુદરતી હાજર કે પેશાબ કરે.જેના કારણે તેમના ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે અને ગંદકીના ઢગલા ઘરમાં ખડકાયા છે.જેની વચ્ચે લીલાબેન દર્દનાક જીવન પસાર કરી રહ્યા છે.

image source

બન્યું એવું કે પાંચ છ દિવસ પહેલાં લીલાબેન ઘરમાંથી નિકળી ગયા અને સતત ત્રણ દિવસ સુધી વિસ્તારમાં ફરતા રહ્યા. અને જ્યારે તેઓ ઘરની નજીક આવ્યા તો તે નીચે પટકાયા અને ઢસડાતા ઢસડાતા ઘરે પહોંચ્યા. લીલાબેન છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પુરાઈ રહ્યા છે અને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

image source

લીલાબેનની આવી દર્દનાક સ્થિતિ નીહાળી હેતલ પટેલ સહિતના પડોશીઓએ લીલાબેનને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવાનું પ્લાનિંગ કર્યું.હેતલ પટેલે મેન્ટલ હોસ્પિટલને જાણ કરતાં જવાબ મળ્યો કે તમે કોરોનાનો રીપોર્ટ કરાવીને લઈ આવો,અમે કોરોનાના દર્દીને નથી લેતા.

એ પછી તેમને 108માં કોલ કર્યો તો જવાબ મળ્યો કે અમેં મેન્ટલી ડીસ્ટર્બ પાગલ લોકોને નથી લેતા.ત્યારબાદ એમને 104માં કોલ કર્યો તો ત્યાંથી જવાબ મળ્યો કે અમે કોઈના બળજબરીથી રીપોર્ટ કરતા નથી,માજી સ્વેચ્છાએ રીપોર્ટ કરાવવાનું કહે તો અમે રીપોર્ટ કરીએ.

image source

તંત્ર દ્વારા મળેલા આવા જવાબો સાંભળી લોકો પણ ચોંકી ઉઠ્યા.સોસાયટીના રહીશો લીલાબેનને બચાવવા અને સારવાર મળે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.જ્યારે તંત્રને જીવન મોત વચ્ચે ઝોલાં ખાઈ રહેલા લીલાબેન પ્રત્યે કોઈ કરુણતા જાગતી નથી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!