સાપને દૂધ પીવડાવવાથી થઈ શકે છે તેનું મોત, જાણી લો આ ખાસ કારણ અને કરશો આજથી આવું…

સાંપ સરકીને ચાલતા જીવો પૈકી એક છે અને તે સંપૂર્ણપણે માંસાહારી જીવ છે. સાંપના ભોજનમાં દેડકા, ઉંદર, પક્ષી, ગરોળી તેમજ અન્ય નાના નાના જીવનો સમાવેશ થાય છે. સાપ દૂધ પીવે છે તે વાતમાં કોઈ તથ્ય નથી.

image source

ખાસ કરીને ભારતમાં આપણે વર્ષોથી અનેક પરંપરાઓને એમને એમ જ માનતા આવીએ છીએ. અને આવી જ એક જૂની પરંપરા મુજબ આપણે એવું માનતા આવીએ છીએ કે સાપ દૂધ પીવે છે અને આપણે સાપને દૂધ આપીએ પણ છીએ. પરંતુ સાપને દૂધ આપવું કેટલું ઠીક અને કેટલું ખોટું છે તેના વિશે બહુ ઓછા લોકો જ જાણે છે. પરિણામે જ્ઞાનના અભાવે લોકો અંધશ્રદ્ધામાં સાપને દૂધ પીવડાવવાને પુણ્ય માને છે. જ્યારે અસલમાં એવું કંઈ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે દૂધ પીવાથી સાપનું મૃત્યુ પણ થઈ શકે છે. જી હા, તમે બરાબર જ વાંચ્યું છે દૂધ પીવાથી સાંપનું મૃત્યુ પણ થઈ શકે છે અને તેના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. ત્યારે આજે અમે તમને સાંપને દૂધ પીવડાવવા સાથે જોડાયેલી હકીકત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે મોટાભાગના લોકો અજાણ છે.

image source

માંસાહારી હોય છે સાંપ જેમ આપણે ઉપર વાત કરી તેમ સાંપ સરકીને ચાલતા જીવો પૈકી એક છે અને તે સંપૂર્ણપણે માંસાહારી જીવ છે. સાંપના ભોજનમાં દેડકા, ઉંદર, પક્ષી, ગરોળી તેમજ અન્ય નાના નાના જીવનો સમાવેશ થાય છે. સાપ દૂધ પીવે છે તે વાતમાં કોઈ તથ્ય નથી. અને આ એક ખોટી પરંપરા છે જેને આપણે વર્ષોથી પાળતા આવીએ છીએ. હકીકત એ છે કે સાંપ દૂધ નથી પીતા અને દૂધ પીવું તેને પસંદ પણ નથી હોતું. અસલમાં આ ખોટી પરંપરા પાછળ સાપ પાળનારાઓનો હાથ છે. પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સાંપ પર નિર્ભર રહેતા સાપ પાલકો આ પરંપરાને કારણે જ અલગ અલગ જગ્યાઓએ ફરી પૈસા અને અનાજ મેળવે છે. મીડિયા અહેવાલો મુજબ નાગ પંચમીથી પહેલાસાપ પાલકો જંગલમાં જઈને સાપ પકડી લાવે છે અને બાદમાં તેના દાંત તોડી નાખે છે જેથી તેના તરફથી કોઈ ગંભીર હુમલો ન થઈ શકે.

દૂધ પીવાના કારણે થઈ શકે છે સાપનું મૃત્યુ

image source

સાપ પાલકો દ્વારા સાપના દાંત તોડી નાખવાથી સાંપના મોં માં ઘા બની જાય છે. એટલું જ સાપ પાલકો જંગલમાંથી લાવેલા આ સાપોને ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રાખે છે જેથી નાગ પંચમીના દિવસે તે ભૂખના માર્યા કઇંક ખાઈ કે પી લે.

image source

જ્યારે આ સાપોને ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રાખ્યા બાદ નાગ પંચમીના દિવસે લોકો વચ્ચે લઈ જવામાં આવે છે ત્યારે આ સાપ દૂધને પાણી સમજી પી લે છે. દૂધ પીવાને કારણે તેનાં મોં માં દાંત કાઢી લેવાને કારણે થયેલા ઘા વધુ ખરાબ થાય છે. એટલું જ નહીં દૂધ પીવાને કારણે સાપના ફેફસા અને આંતરડાને પણ નુકશાન થાય છે અને થોડા દિવસ બાદ તેનું મૃત્યુ થઈ જાય છે. એટલા માટે સાપને ક્યારેય દૂધ ન પીવડાવવું જોઈએ.