અનલિમિટેડ કોલિંગ અને SMSની મોજ કરાવવા માટે આ કંપની આવી આગળ, જિયો-એરટેલ કરતાં પણ સસ્તું પડશે

સરકાર દ્વારા સંચાલિત ટેલિકોમ કંપની બીએસએનએલ તેના વપરાશકર્તાઓને ખુશ કરવા માટે અવારનવાર સસ્તી અને નવી સરસ ઓફર લાવે છે. જો કે બીએસએનએલના ગ્રાહકો પણ ઓછી કિંમતની ઓફરોની રાહ જોતા રહે છે. ગ્રાહક એવી ઓફરથી ખુશ હોય કે જેમાં વધુ ડેટા મળી રહે અને આ સાથે અન્ય વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. આજે અહી આવી જ એક ઓફરની વાત કરવામા આવી રહી છે. બીએસએનએલ ગ્રાહકો માટે આ ખૂબ જ સરસ પ્લાન છે જેની મજા તમે 100 રૂપિયાથી પણ ઓછા પૈસા ખર્ચીને લઈ શકો.

image source

આ પ્લાન વિશે વાત કરીએ તો બીએસએનએલની 56 રૂપિયાનો આ પ્લાન છે. બીએસએનએલનો 56 રૂપિયાનો પ્લાન 10 દિવસની માન્યતા સાથે આપવામા આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ રિચાર્જ પેકમાં 10 જીબી હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. જો કે આ યોજનામાં કોલિંગ અને એસએમએસ માટે કોઇ સુવિધા આપવામાં આવી નથી રહી. અહી સારા સમાચાર એ છે કે ગ્રાહકોને જીંગનું મફત સભ્યપદ આપવામાં આવી રહ્યું છે.

image source

આ સાથે બીએસએનએલનો 98 રૂપિયાનો પ્લાન પણ શરૂ થઈ રહ્યો છે. આ યોજના વિશે વિગતે વાત કરીએ તો બીએસએનએલનો આ 98 રૂપિયાનો પ્લાન 22 દિવસની માન્યતા સાથે આપવામા આવી રહ્યો છે. આ રિચાર્જ પેકમાં ગ્રાહકો માટે દરરોજ 2 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, બીએસએનએલના વપરાશકર્તાઓને આ યોજનામાં ઇરોસ નાઉનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. જાણવા મળી રહ્યુ છે કે આ પ્લાનમાં કોઈ પણ પ્રકારના અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સુવિધા આપવામાં આવી નથી.

image source

આ પછી આ પ્લાન વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલની 97 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ બીએસએનએલનો 97 રૂપિયાનો પ્લાન 18 દિવસની માન્યતા સાથે આપવામા આવી રહ્યો છે.

image source

આ પ્લાનની માહિતી મુજબ જાણવા મળે છે કે ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપવામા આવશે. આ ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ આ યોજનામા આપવામા આવી રહ્યુ છે. આ સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવે છે. જે લોકો ડેટા અને એસએમએસનો વધારે ઉપયોગ કરે છે તેમના માટે આ પ્લાન ફાયદાકારક રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *