બાળકોને વેક્સિન અપાશે કે શું અને કયા ઉમરના બાળકોને અપાશે તે અંગે આવ્યાં મોટા સમાચાર, જાણો વિગતે

કોરોના સામે લડવા માટે હવે વેક્સિનનેશન તેજીથી આગળ વધારવામાં આવી રહ્યું છે. દેશમાં એક પછી એક ઉંમરના લોકોને રસી આપવામાં આવી અને હવે રસીકરણ અંગે મોટા સમાચાર આવ્યા છે. હવે એમ્સ દિલ્હીમાં સોમવારે બાળકો પર ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની શરુઆત થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ અગાઉ પાટણ એમ્સમાં બાળકો પર કોવૈક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે નવી દિલ્હી એમ્સે પણ આ નિર્ણય લીધો છે.

image source

આ અંગે પટના એમ્સે કોવિડ પ્રભારી ડોક્ટર સંજીવ કુમાર સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે 12થી 17 વર્ષના બાળકોનું ટ્રાયલ મંગળવારથી શરુ કરી દેવામાં આવ્યુ છે. આની શરૂઆત ગયાં મંગળવારે જ 3 બાળકોને આનું ઈન્જેક્શન આપી કરવામાં આવી હતી. આ બાબતે રાહતની વાત એ હતી કે ઈન્જેક્શન લગાવ્યા બાદ આ ત્રણેય બાળકો સ્વસ્થ છે. મળતી માહિતી મુજબ 525 બાળકો પર આ પ્રકારનું ટ્રાયલ કરવામાં આવશે. આ અંગે જાણવા મળ્યું છે કે લગભગ 100 વોલેન્ટિયર બાળકોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

image source

હવે તેમને સ્ક્રીનિંગ કર્યા બાદ પસંદ કરાયેલા 3 બાળકો પર ટ્રાયલ કરવામાંઆવી રહ્યું છે. આ માટેના બીજા ચરણમાં બાળકો પર રસીના કોઈ નકારાત્મક અસર નહીં દેખાય તો ત્રીજા ચરણ અંતર્ગત રસી તેમને આપવામાં આવશે. તેમના પર થઈ રહેલી અસરનું નિરીક્ષણ કર્યા બાદ હવે આગળ છુટ આપવામાં આવશે. બીજી તરફ આ અંગે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કહી રહ્યાં છે કે જો વધારેમાં વધારે લોકોને રસીનો બીજો ડોઝ ન આપવામાં આવ્યો તો કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે ઘાતક સાબિત થશે. આ લહેરમાં બાળકો પર સંક્રમણનો સૌથી વધારે જોવા મળી શકે છે.

image source

હાલમાં દેશમાં 3 રસીને મંજૂરી મળી છે પણ બાળકોના રસીકરણને મંજૂરી નથી મળી જે અંગે પણ હવે વિચારણા ચાલી રહી છે. આ બાબતનું ધ્યાન રાખતા જ કેન્દ્ર સરકાર બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે 13 મેએ મંજુરી આપી છે. આ અંગે નીતિ આયોગના વી કે પોલે ગત મહિને કહ્યુ હતુ કે રસીની બીજા અને ત્રીજા ચરણના ટ્રાયલ બાળકો પર કરવામાં આવશે. આ પછી ટ્રાયલમાં 2થી 18 વર્ષના બાળકોને સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે 13 મેએ મંજુરી આપી હોવાનું સામે આવ્યું છે.

image source

જાણવા મળ્યું છે કે અમેરિકા, ચીન અને કેનેડા સહિત અનેક દેશોમાં 16 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસીને લીલી ઝંડી મળી છે. પરંતુ દુનિયાભરમાં વધારે નાના બાળકો માટે રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. આ અંગે ચીની કંપની સિનોવૈક દ્વારા બનાવવામાં આવેલી રસીને 3થી 17 વર્ષના બાળકોને આપવાની છૂટ આપવામાં આવી છે. જો કે મોટા ભાગના દેશોમાં બાળકોનું રસીકરણ ચાલુ નથી થયુ. બાળકોનાં કિસ્સામાં પરીક્ષણો બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *