ભારતના આ બે રાજ્યના લોકો પેટ્રોલ ભરાવવા નેપાળ જાય છે, જાણો કેમ

હાલમાં દરેક લોકોના મોઢા પર એક જ ચર્ચા છે કે આ વધતો પેટ્રોલનો ભાવ આખરે ક્યાં જઈને ઉભો રહેશે અને આમ જનતાને ક્યાં સુધી આ મોંઘવારીનો ડામ સહન કરવાનો રહેશે. કારણ કે દેશમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે.

image source

જે બાદ દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. ત્યારે હવે વાત કરીએ ઉતર પ્રદેશ અને બિહારની તો ત્યાં નેપાળની સરહદે આવેલા વિસ્તારોના લોકો પેટ્રોલ લેવા પાડોશી દેશ નેપાળ જઇ રહ્યાં હોવાની વાત સામે આવી રહી છે. કારણ કે ભારતની સરખામણીમાં નેપાળમાં 22 રૂપિયા સસ્તું છે.

image source

જો મળતી માહિતી પ્રામાણે વાત કરીએ તો બિહારના અરરિયા અને કિશનગંજ જિલ્લામાં આવેલી સરહદી વિસ્તારોમાં પેટ્રોલની હેરાફેરી થઇ રહી છે. કોરોના પ્રતિબંધોને પગલે સરહદ હજુ સુધી સંપૂર્ણપણે ખોલવામાં આવી નથી. ત્યારે હાલમાં નેપાળમાં પેટ્રોલનો ભાવ ભારતની સરખામણીમાં 22 રૂપિયા ઓછો છે. જો કે જોવા જેવી વાત એ છે કે નેપાળમાં વેચાતુ પેટ્રોલ ભારતમાંથી જ મોકલવામાં આવે છે. ભૂતકાળમાં થયેલી સમજૂતી હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી) જ નેપાળ માટે ખાડી દેશોમાંથી ઇંધણ મંગાવે છે.

image source

જો કરાર આધારિત વાત કરવામાં આવે તો આઇઓસી નેપાળને ઇંધણનું સપ્લાય ખરીદ ભાવે જ કરે છે. નેપાળ પાસેથી ફક્ત રિફાઇનરી ખર્ચ વસૂલ કરવામાં આવે છે. એસએસબીના ડીઆઇજી એસ કે સારંગીના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડીઝલની હેરાફેરીની માહિતી મળ્યા પછી સરહદી વિસ્તારોમાં સર્તક રહેવાના નિર્દેશ પણ હાલમાં આપવામાં આવ્યા છે. જો એક પેટ્રોલ પંપના માલિકના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો નેપાળમાંથી પેટ્રોલ ખરીદવાનું પ્રમાણ વધતા અમારા પંપ પરથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘણો ઘટાડો નોંધાયો છે.

image source

હાલત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે નેપાળમાંથી ટેન્કરો ભરી પેટ્રોલ ભારતમાં લાવવામાં આવે છે અને રીટેલમાં તેનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં જે પ્રમાણે પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે એ જોઈને લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ત્યારે એ વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડી હોત તો આજે સામાન્ય માનવીને આટલો આર્થિક બોજ સહન ન કરવો પડયો હોત. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ઓઇલની જરૂરિયાતના ૮૫ ટકા ઓેઇલની આયાત કરવામાં આવી હતી. જ્યારે ગેસની જરૂરિયાતના ૫૩ ટકા ગેસની આયાત કરવામાં આવી હતી.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો દિલ્હીમાં ૩ દાયકા પહેલા ૧૯૮૯માં પેટ્રોલનો એવરેજ ભાવ ૮.૫ રૂપિયા હતો. એ વધીને આજે ૯૦ રૂપિયાએ પહોંચવા આવ્યો છે. તો ૧૯૮૯માં દિલ્હીમાં ડીઝલ ૩.૫ રૂપિયે લીટર હતું, જે આજે વધીને ૮૦ રૂપિયા પાર થઈ ગયું છે. દેશમાં સતત વધતી પેટ્રોલની કિંમતને કારણે પાડોશી દેશ પાકિસ્તાન કરતાં આપણે ઘણાં આગળ નીકળી ગયા છે.

પાકિસ્તાનમાં ભારતની તુલનામાં અડધી કિંમતમાં પેટ્રોલ મળી રહ્યું છે. અહીંના ગ્રાહકોને એક લિટર પેટ્રોલ માટે માત્ર 51.14 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે ચીનમાં પેટ્રોલની કિંમત 74.74 રૂપિયા પ્રતિ લિટર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!