ગુજરાતમાં લોકડાઉનના નિર્ણય અંગે CM વિજય રૂપાણીનું મોટું નિવેદન, કહ્યું આજે સાંજે…

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મીની લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા હતા. જો કે તેમ છતાં હજુ સુધી ધાર્યુ પરિણામ મળ્યુ નથી અને રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. તેવામાં રાજ્ય સરકારના મીની લોકડાઉનની મુદત પણ 5 મેના રોજ પૂર્ણ થવાની છે.

image source

જો કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યો લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી ચુક્યા છે ત્યારે ગુજરાતમાં લોકડાઉન અંગે આજે સાંજે નિર્ણય લેવાશે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે લોકડાઉન મુદ્દે સાંજે નિર્ણય લેવામાં આવશે. આજે બપોર પછી એક બેઠક મળવાની છે તેમાં લોકડાઉન અંગે નિર્ણય લેવાશે. ત્યારબાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ વાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ ખાતે પત્રકાર પરીષદ સંબોધતા કરી હતી.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટેની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક જૂનાગઢ ખાતે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસના ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. આ સાથે જ તેમણે કોરોના નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને સૂચનોઓ આપી હતી.

image source

આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલેકટર કચેરી ખાતેથી પત્રકારોને સંબોધ્યા હતા. તેમણે આ સંબોધન દરમિયાન લોકડાઉન અંગે ચર્ચા કર્યા ઉપરાંત અન્ય કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સિવાય કોઈપણને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમની અમલવારી રાજ્યની તમામ હોસ્પિટલમાં શરુ કરી દેવામાં આવશે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યના શહેરોની સાથે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે તેમને શહેરમાં આવવું પડે છે. કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે તબક્કાવાર એક પછી એક એમ 29 શહેરોમાં કર્ફ્યુ જાહેર કર્યું હતું. જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 5 મેના રોજ કર્ફયૂની મુદત પૂર્ણ થાય છે. આ શહેરો સિવાય નાના નાના ગામડામાં સરપંચ સહિતના વહિવટી તંત્રના લોકો સ્વૈચ્છાએ લોકડાઉન કરી ચુક્યા છે. તેમ છતાં ગ્રામ વિસ્તારમાં કોરોના પ્રસરી રહ્યો છે. જો કે હાલ તો સૌની નજર રાજ્યના 29 શહેરોમાં કર્ફ્યૂ છે અને તેની મર્યાદા લંબાવવા અંગે બેઠકમાં શું નિર્ણય લેવાશે તેના પર ટકી છે. રાજ્યમાં લોકડાઉનનો શું નિર્ણય લેવાય છે તે સાંજે જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *