ડિલિવરી પછી પહેલી જ વાર કરીના પતિ સૈફ અલી ખાન સાથે મળી જોવા, સાથે માણી આ વસ્તુની જોરદાર મજા, PICS
બીજા બાળકના જન્મ પછી પહેલીવાર બહાર નીકળી કરીના કપૂર ખાન, શરીર પર દેખાઈ રહી છે ડીલીવરીની અસર.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજી વાર માતા પિતા બની ગયા છે. કરીના કપૂર ખાને મહિલા દિવસના અવસર પર પોતાના દીકરાની પહેલી ઝલક શેર કરી હતી. હવે કરીના કપૂર ખાન ડિલિવરી પછી પહેલી વાર પતિ સૈફ અલી ખાન સાથે બહાર નીકળેલી દેખાઈ છે..
તમને જણાવી દઈએ કે આ દરમિયાન કરીના કપૂર ખાને એકદમ કેઝ્યુઅલ સ્ટાઇલ કેરી કરી છે. કરીના કપૂર ખાન બ્લુ કલરના કફતાન પહેરેલી દેખાઈ હતી. આ ડ્રેસમાં વ્હાઇટ કલરની ઓવરઓલ પ્રિન્ટ હતી. એમાં હેમ લાઇન પર ટેસલ્સ પણ લગાવેલા હતા.
તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખન્ના ચેહરા પર આ દરમિયાન કોઈ જ પ્રકારનો મેકઅપ કરેલો નહોતો. તો એમના વાળ પણ એમને ખુલ્લા રાખ્યા હતા. જો કે કરીના કપૂર ખન્ના શરીર પર ડિલિવરીની અસર ચોખ્ખી દેખાઈ રહી હતી.
કરીના કપૂર ખાન તથા સૈફ અલી ખાને આ દરમિયાન નવી SUV ટેસ્ટ ડ્રાઈવ કરી હતી.
કરીના કપૂર ખાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાના દીકરાની પહેલી ઝલક શેર કરી હતી. ફોટામાં કરીના કપૂર ખાન પોતાના લાડકા દીકરાને ખોળામાં ઉચકેલી દેખાઈ રહી છે. ફોટાની સાથે કરીના કપૂર ખાને એક ખૂબ જ સરસ કેપસન પણ લખ્યું હતું.
View this post on Instagram
કરીના કપૂર ખાને પોતાના દીકરા સાથેનો ફોટો પોસ્ટ કરીને સાથે સાથે લખ્યું હતું કે ” એવું કંઈ જ નથી જે સ્ત્રી નથી કરી શકતી. બધાને મહિલા દિવસની શુભકામનાઓ” આ ફોટામાં કરીનાં કપૂર ખાનનો લાડકો સુઈ રહ્યો હતો.
દીકરાના જન્મના બે દિવસ બાદ એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ કરીના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી હતી. સૂત્રોના મતે, 25 ફેબ્રુઆરીના રોજ કરીના તથા સૈફે નવા ઘરમાં નામકરણ વિધિ યોજી હતી. આ ફંક્શનમાં છોટે નવાબનું નામ પાડવામાં આવ્યું હતું. જોકે, હજી સુધી છોટા નવાબનું નામ સામે આવ્યું નથી. સૈફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘરના અન્ય સભ્યોની જેમ જ તૈમુર પણ પોતાના નાના ભાઈનું ઘણું જ ધ્યાન રાખી રહ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન છેલ્લીવાર અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગુડ ન્યૂઝમાં દેખાઈ હતી.કરીના કપૂર ખાન હવે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાવાની છે.
કરીના કપૂર ખાન આ સિવાય કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ કામ કરી રહી છે.ફિલ્મમાં કરીના કપૂર ખાન સિવાય વિક્કી કૌશલ, રણવીર સિંહ,આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર અન જહાનવી કપૂર પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!