ફેસબુક પરના અજાણ્યા મિત્રોથી ચેતી જાઓ, વાંચી લો આ આંખ ઉઘાડતો કિસ્સો

ફેસબુક પરના અજાણ્યા મિત્રોથી ચેતી જાઓ – માતા-પુત્રીની હત્યાની ઘટના

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠનો એક ડબલ મર્ડર કેસ ભારે ચર્ચામા આવ્યો છે. અને ધીમે ધીમે પોલીસ તેનું રહસ્ય છતુ કરવામાં સફળ થઈ રહી છે. પોલીસ તપાસ દ્વારા આ ઘટનાની કેટલીક એવી હકીકતો સામે આવી છે જેને જાણીને તમારું હૃદય હચમચી જશે. વાસ્તવમાં આ ગોઝારી ઘટના પાછળ ફેસબુકની મિત્રતા જવાબદાર છે.

image source

એક યુવાને પોતાનું નામ બદલીને ફેસબુક પર મૃતક મહિલા સાથે મિત્રતા કરી હતી. અને ધીમે ધીમે આ મિત્રતા ગાઢ બનતા મહિલા આ યુવકના ઘરે પોતાની ચાર વર્ષની દીકરીને લઈને તેની સાથે જ રહેવા આવી ગઈ હતી. પણ અહીં આવ્યા બાદ મહિલાને ખ્યાલ આવ્યો કે યુવકે ફેસબુક પર જે પણ જાણકારી પોતાના વિષે આપી હતી તે બધી જ ખોટી હતી. તેણે એક હિન્દુ તરીકે ઓળખ આપી હતી પણ વાસ્તવમાં તે એક મુસ્લિમ હતો અને તે કોઈ અપરિણિત નહોતો પણ પહેલેથી જ પરણિત હતો.

image source

કેટલાક લોકો આ ઘટનાને લવજેહાદ સાથે પણ ખપાવી રહ્યા છે. અને દિવસેને દિવસે આ ગોઝારી ઘટના બાબતે નવા નવા ખુલાસાઓ સાંભળવા મળી રહ્યા છે. આ યુવકે ફેસબુક પર મહિલાને ખોટા નામ તરીકેની ઓળખ આપી હતી અને તેજ નામથી તેણીએ તેની સાથે લગ્ન કર્યા હતા. અને ત્યાર બાદ તેણે આ બન્ને માતા-દીકરીની હત્યા કરી નાખી હતી. અને તેમને ઘરમાં જ દાટી દેવામા આવી હતી અને તેમના પર 20 કિલો મીઠુ પણ નાખી દેવામાં આવ્યું હતું.

image source

અને છેવટે પોલીસે તપાસ કરી ત્યારે 115 દિવસ બાદ આ માતા-પુત્રિનું હાડપિંજર મળી આવ્યું હતું. એક હિન્દુ સંગઠને આ બાબતે હોબાળો મચાવ્યો હતો અને ત્યાર બાદ આ ઘટનાની ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું. આ યુવકે ચાલાકી પુર્વક હત્યાના કોઈ જ પુરાવા ન રહે તે હેતુથી હત્યા બાદ લાશને દાટીને તેના પર 20 કીલો મીઠુ નાખી દીધું હતું જેથી કરીને લાશ સમય કરતાં પહેલાં જ ગળી જાય. અને તેની આ ચાલાકી કામ પણ આવી. કારણ કે જ્યારે હત્યાના આરોપસર તેની પુછપરછ કરવામા આવી અને તેના ઘરની તપાસ કરવામાં આવી અને ઘરની જમીન ખોદવામા આવી ત્યારે પોલીસના હાથમાં માત્ર મા-દીકરીના હાડપિંજર જ હાથ લાગ્યા. હાલ પોલીસે આ બન્ને હાડપિંજરને ડીએનએ ટેસ્ટ માટે મોકલી દીધા છે. જેથી કરીને નક્કર પુરાવા મળી શકે અને તેના આધારે નક્કર કામગીરી કરી શકાય.

ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

image source

પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે આ યુવક છેલ્લા પાંચ વર્ષથી પોતાની આ પ્રેમિકા દીકરીસાથે રહેતો હતો. લગભઘ 4 વર્ષ સુધી તો મહિલા આવાસીય કોલોનીમાં રહેતી હતી અને છેલ્લા એક વર્ષથી જ તેણી અહીં રહેવા આવી હતી. આ મહિલાએ એક પ્લોટ પણ લીધો હતો જેની લગભગ કિંમત 3 લાખ થતી હતી. મહિલા ઇચ્છતી હતી કે તેનો આ પ્રેમિ તેના આ પ્લોટના રૂપિયા ચૂકવે. યુવકે તે માટે ટોકનરૂપે 30000 રૂપિયા પણ ચૂકવ્યા હતા. અને બાકીના રૂપિયા બાબતે બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

image source

આ વિવાદ બન્ને વચ્ચે એટલો વધી ગયો હતો કે બન્ને મારામારી પર પણ ઉતરી આવ્યા હતા. અને આ દરમિયાન મહિલાએ પોતાના સાથી પુરુષ પર નખથી હૂમલો કર્યો હતો. અને ત્યાર ચાકૂથી પુરુષ પર હૂમલો કરવામાં આવ્યો હતો જેમા તે ઘવાયો હતો. અને ત્યાર બાદ યુવકને ગુસ્સો આવતા તેણે મહિલાનું ગળુ દબાવી દીધુ હતું. અને ત્યાર બાદ તેની દીકરીની પણ હત્યા કરી નાખી હતી. આ ઘટના મધ્યરાત્રીએ બની હતી.

image source

લોકડાઉનના સમયનો લાભ ઉટાવી આરોપીએ બન્ને માતા-દીકરીની લાશને ઘરની જમીનમાં જ દફનાવી દીધી. ઘરના જ એક ઓરડામાં યુવકે લગભગ 8 ફૂટ ઉંડો ખાડો ખોદ્યો હતો અને ત્યાં બન્ને લાશને દફનાવી દીધી હતી. અને ત્યાર બાદ લાશ જલદી ગળી જાય તે માટે તેના પર 20 કીલો મીઠુ પણ નાખી દેવામાં આવ્યુ હતું. અને ત્યાર બાદ ખાડો પુરીને રૂમમાં પ્લાસ્ટર પણ કરી દેવામા આવ્યું હતું જેથી કરીને તેનું આ કાળુ કામ ક્યારેય બહાર જ ન પડે. પણ સત્ય ક્યારેય છૂપાતુ નથી તે હકીકતને માનવી રહી અને આ યુવકનો ગુનો પણ છતો થઈ જ ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત