કોરોનાના કહેરમાં લગ્ન કરવા પડયા મોઘા, ૧૬ લોકોને થયો કોરોના અને લાખોનો દંડ

કોરોના સંક્રમણના કહેર વચ્ચે જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો, તો ધ્યાન રાખજો નહિ તો આ લગ્ન તમને મોઘા પડી જશે. હાલમાં ભીલવારાના એક વરરાજાને આ લગ્ન લાખોમાં પડયા છે, અને જીવનો જોખમ પણ. આ ઘટના છે રાજસ્થાન રાજ્યના ભીલવાડાની, જ્યાં કોરોનાના કહેર વચ્ચે લગ્નનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો.

image source

પણ, ખુશીનો આ અવસર અચાનક જ જીવના જોખમનો પ્રસંગ બની ગયો. આ લગ્નમાં આવેલા 16 લોકોને કોરોનાનો ચેપ લાગી ગયો છે, તેમજ લગ્નમાં સામેલ થયેલા અન્ય 58 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે પ્રસાશને આ પરિવાર પર કેસ દાખલ કર્યો છે અને 6 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ પરિવારે માત્ર ત્રણ દિવસમાં ચૂકવવાનો છે.

૧૬ જણા કોરોના પોજીટીવ અને ૧ નું મૃત્યુ

image source

આખી ઘટનાની જો વાત કરીએ તો ભીલવાડા શહેરના ભદાદા મોહલ્લામાં ઘીસૂલાલ રાઠીના પુત્ર રિઝૂલના લગ્ન 13 જૂનના રોજ થયા હતા. જો કે લગ્ન અંગે પરિવારના લોકોએ પ્રશાસન પાસેથી મંજુરી પણ મેળવી હતી અને પ્રસાશને આ પરિવારને વધુમાં વધુ ૫૦ લોકોને બોલાવવાની શરતે મંજુરી પણ આપી હતી. પરંતુ પ્રસાશનના આદેશની અવગણના કરીને લગ્નમાં નિર્ધારિત લોકો કરતા વધારે લોકો સામેલ થયા હતા. આમ છતાં સ્થિતિ અંકુશમાં રહી શકી હોત, જો સાવધાની રાખવામાં આવત. પણ મુશ્કેલી ત્યારે સર્જાઈ જ્યારે પાછળથી વરરાજા સહીત લગભગ 16 લોકોના રીપોર્ટ કોરોના પોજીટીવ આવ્યા. આ 16માંથી એકનું મૃત્યુ પણ થયું છે.

આદેશની અવગણના સાથે નિયમોનો પણ ભંગ કરાયો

image source

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ચેપને અંકુશમાં રાખવા માટે રાજસ્થાનનું ભીલવાડા દેશભરમાં પ્રસંશા પામ્યું છે. જો કે સરકાર દ્વારા જરા પણ ઢીલ ન રાખીને જિલ્લા પ્રશાસને પરિવાર વિરુદ્ધ એપેડેમિક મેનેજમેન્ટ એક્ટની કલમ 51 તથા લોકોના જીવન જોખમમાં નાખવા બદલ આપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ નિર્દેશના સૂચનોનું પાલન થયું નથી તેમજ લગ્નમાં 50થી વધુ લોકોને આમંત્રણ પણ અપાયું હતું. આ પ્રસંગમાં આદેશની અવગણના સાથે સાથે લગ્ન કાર્યક્રમ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી બચવાના નિયમો જેવા કે સામાજિક અંતર, માસ્ક પહેરવું વગેરનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું.

પહેલો કેસ 19 જૂનના રોજ સામે આવ્યો

image source

આ લગ્ન પ્રસંગમાં સામેલ થયેલા લોકોમાંથી કોરોના સંક્રમણનો પહેલો કેસ 19 જૂનના દિવસે સામે આવ્યો હતો, જો કે અત્યાર સુધીમાં આ લગ્ન પ્રસંગમાં સામેલ થયેલા લોકોમાંથી 16 જેટલા લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. આ લોકોમાંથી એકનું કોરોનાના કારણે નિધન થયું છે, જો કે હજુ પણ લગ્નમાં સામેલ થયેલા અનેક લોકો તેમજ એમના પરિવાર પર કોરોના વાયરસના ચેપનું જોખમ તોળાઈ રહ્યું છે.

દંડની રકમ મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાશે

image source

આ ઘટના અંગે તંત્રના જણાવ્યાં મુજબ લગ્નમાં સામેલ થયેલા 15 જેટલા સંક્રમિત લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમજ 58 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ મામલે રાજ્ય સરકારને ક્વોરન્ટાઈન વોર્ડ, ક્વોરન્ટાઈન કેન્દ્ર સુવિધા, ભોજન, તપાસ, પરિવહન અને એમ્બ્યુલન્સ વગેરે સંબંધમાં લગભગ 6,26,000 રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડયો હતો જે રકમ ગુનેગાર પરિવાર પાસેથી દંડ સ્વરૂપે વસુલવામાં આવશે. તહસીલદારના જણાવ્યા પ્રમાણે આ રકમ ત્રણ દિવસમાં વસૂલીને મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત