લગ્ન પછી બુમરાહની પત્ની સંજના કામ પર ફરી પરત, બીજી વનડેમાં શો કર્યો હોસ્ટ, તો લોકોએ પૂછી લીધું કે…બુમરાહ એકલો….

લગ્ન પછી કામ પર પરત ફરી સંજના ગણેશન, યુઝર્સે કહ્યું “બુમરાહ એકલા શુ કરી રહ્યા છે?”

ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના હાલમાં જ સંજના ગણેશન સાથે લગ્ન થયા છે એ પછી આજે સંજના પોતાના કામ પર પરત ફરી છે. એમને આજે ભારત અને ઇંગ્લેન્ડની મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના પ્રી મેચ શોમાં એન્કરિંગ કરતી જોવામાં આવી છે. વ્યવસાયે સંજના ગણેશન એન્કર છે અને સ્ટાર સ્પોર્ટ્સની ટીમ સાથે કામ કરે છે.આ બંનેએ 10 દિવસ પહેલા ગોઆમાં લગ્ન કર્યા હતા. બુમરાહએ લગ્નના કારણે ભારતીય ટીમમાંથી રજા લીધી હતી.

image source

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે 15 માર્ચે ગોઆમાં લગ્ન કર્યા હતા. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને ગુપ્ત રાખી હતી. નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં તેઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે.એ પછી આજે સંજના કામ પર પરત ફરી છે. સંજના ગણેશનના કામ પર પરત ફરતાની સાથે જ ટ્વીટર પર યુઝર્સે જસપ્રિત બુમરાહને લઈને સવાલ કર્યા. યુઝર્સે મજા લેતા પૂછ્યું કે બુમરાહ એકલા શુ કરી રહ્યા છે. સંજના કામ કરે છે તો બુમરાહ હનીમૂન પર કોની સાથે છે? એ કેમ મેદાન પર પરત ન ફર્યા..

તમને જણાવી દઈએ કે સંજનાએ 2012માં સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક કર્યું છે. ગ્રેજ્યુએશન પછી એક વર્ષ સુધી સંજનાએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે. તે 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. સંજનાએ એમટીવીના શો સ્પ્લિટ્સવિલાની 14મી સિઝનમાં ભાગ પણ લીધો હતો. આ શો પછી સંજનાએ નક્કી કર્યું કે તે સ્પોર્ટ્સ એન્કર તરીકે પોતાની કેરિયર શરૂ કરશે. સંજના IPLની ગત સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોની હોસ્ટ હતી.

લગ્ન પછી સંજના ગણેશન તો કામ પર પરત ફરી છે પણ હજી સુધી જસપ્રિત બુમરાહ ક્રિકેટ મેદાન પર પરત નથી ફર્યા. આશા છે કે આઇપીએલની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમતા નજરે પડશે.

તમને જણાવી દઈએ કે બુમરહે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી મેચ પછી બીસીસીઆઈ પાસે અંગત કારણોસર રજા લીધી હતી જેના કારણે એ ચોથા ટેસ્ટ, ટી 20 અને વન ડે સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ નથી. એ સિવાય બુમરાહે પોતે પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

એમને લખ્યું હતું કે “પ્રેમથી પ્રેરિત થઈને અમે એકસાથે નવી યાત્રા શરૂ કરી છે. આજે અમારા જીવનનો સૌથી ખુશીનો દિવસ છે અને અમે અમારા લગ્નની ખબર અને અમારી ખુશીઓ તમારી સાથે શેર કરી રહ્યા છે.

જો કે બુમરાહ અને સંજનાના લગ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના કોઈપણ સભ્ય કોરોના વાયરસને કારણે સામેલ નહોતા થઈ શક્યા. લગ્નમાં ફક્ત બંનેના પરિવાર તરફથી અમુક ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *