વરસાદમાં પલળવાની મજા લેવી હોય અને વાયરસથી પણ બચવું હોય તો લઈ આવો વોટરપ્રુફ માસ્ક

વર્તમાન સમયમાં જે વાતાવરણ આપણી આસપાસ છે તેમાં લોકોનો સૌથી મોટો ડર છે કોરોના વાયરસનો ચેપ લાગવો. આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય છે સાવચેતી.

image source

તેમ છતા જો તમને આ ચેપ લાગે તો પછી સારવાર કરવામાં આવે છે. જો કે કોરોના વાયરસની દવા શોધાઈ નથી તેવામાં જરૂરી તો એ જ છે કે તમને ચેપ લાગે જ નથી. એટલા માટે જ જરૂરી છે કે જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે માસ્ક પહેરેલું હોય.

જો કે હવે લોકોના મનમાં ચિંતા એ વાતની શરુ થઈ છે કે ચોમાસાની ઋતુમાં કરવું શું ? કારણ કે જે માસ્ક આપણે વાપરીએ છીએ તે કોઈપણ પ્રકારના હોય પરંતુ તે બનેલા તો કાપડમાંથી હોય છે. એટલે કે ચોમાસામાં તે પલળી જાય તેની શક્યતાઓને નકારી શકાય નહીં. તેવામાં સંક્રમણથી બચવા કરવું શું ? તો તેનો જવાબ છે કે તમે પહેલો વોટરપ્રુફ માસ્ક…

image source

વાત મજાક નથી, સુરતમાં ખરેખર ચોમાસાને ધ્યાનમાં રાખી એક વેપારીએ પલળે નહીં તેવું માસ્ક તૈયાર કર્યું છે. વડાપ્રધાન મોદીની અપીલ હતીને કે વોલકથી લોકલને પ્રમોટ કરો. તો લ્યો સુરતની એક કંપનીએ એવા માસ્ક તૈયાર કરી લીધા છે જે ચોમાસાની જરૂરીયાત હશે.

વરસાદમાં પલળે નહીં તે માસ્ક વોટરપ્રુફ હોવાની સાથે ઓઈલપ્રુફ પણ છે. એટલે કે તેને તેલ જેવા દ્રવ્યોથી પણ કોઈ અસર થતી નથી. આ માસ્ક તો બન્યા હતા ચોમાસાને ધ્યાનમાં રાખીને પણ તમને જણાવી દઈએ કે આ એન્ટીવાયરસ, એન્ટી બેક્ટેરિયલ વોટરપ્રુફ માસ્કની માંગ બજારમાં અત્યારથી જ વધી ચુકી છે.

image source

ચોમાસું શરુ થઈ ચુક્યું છે તેમાં કોઈપણ સમયે વરસાદ શરુ થઈ શકે તે તેવામાં પણ લોકોના માસ્ક ખરાબ ન થાય અને તે વાયરસથી બચે તે માટે આ માસ્ક બનાવાયા છે. આ કંપનીએ વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડી દીધો છે કારણ કે આ માસ્ક વિશ્વનું પ્રથમ એન્ટી બેક્ટેરિયલ, હાઈજેનિક અને વોટરપ્રુફ માસ્ક છે. આ વોટરપ્રુફ માસ્કમાં વ્યક્તિ સહેલાઇથી શ્વાસ લઈ શકે છે.

image source

અત્યાર સુધી વરસાદની ઋતુમાં લોકો છત્રી, રેઈનકોટ વગેરે સાથે રાખતા પરંતુ કોરોના વાયરસે માસ્ક પણ ફરજિયાત કરી દીધું છે તો તેનો તોડ પણ એક ગુજરાતીએ શોધી કાઢ્યો છે અને બનાવી લીધા છે ચોમાસા સ્પેશિયલ માસ્ક. આ માસ્કવિશે કંપનીનાવિરલ દાળિયાએ જણાવ્યું હતું કે, આ માસ્કમાં ત્રણ લેયરથી બનેલું છે બહારનું લેયર પાણીથી બચાવે છે, બીજું લેયર સ્પન્જનું છે અને અંદર ત્રીજું લેયર કોટનનું છે. આ માસ્કનું ફેબ્રીક આઠથી દસ પ્રકારના કોટિંગ બાદ તૈયાર કરાયું છે.

image source

આ માસ્કની અન્ય ખાસિયત એ છે કે તે વોશેબલ છે અને તેને 180 દિવસ સુધી વોશ કરીને વાપરી શકાય છે. આ માસ્ક 150 રૂપિયાની કીમતે ઉપલબ્ધ છે. કંપનીએ માસ્ક માટે જરૂરી તમામ ગુણવત્તા સર્ટિફિકેટ પણ લીધા છે. આ માસ્કને નેન્સી બોધવાલાએ ડિઝાઈન કર્યા છે. તેનું કહેવું છે કે આ માસ્ક ભીંજાતું નથી એટલે લોકો વાયરસથી ભયમુક્ત રહેશે અને તેમને ચોમાસામાં હેરાનગતિ પણ થશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત