મહિલા PSI આપઘાત કેસ: સાસરિયાં અને પિયરવાળા વચ્ચે ખટરાગ, છેવટે મૃતદેહ પિતા વતન ધારી લઇને જતા રહ્યા

સુરતમાં અંતિમ સંસ્કાર નહી કરાવવામાં આવતા, સાસરી પક્ષ અને પિયર પક્ષની વચ્ચે મન- મોટાવ હોવાના લીધે મૃતદેહને લઈને છોકરીના પિતા મૃતદેહને પોતાને વતન ધારી લઈને ચાલ્યા ગયા.

-પિયર પક્ષના પરિવારના સભ્યો છોકરીના મૃતદેહને પોતાને વતન લઈ જાય છે અંને આજ રોજ ધારીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. ગયા શનિવારના રોજ સુરત શહેરની એક મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આત્મહત્યા કરી લીધી હતી, અમિતા જોશીના મૃત્યુ થઈ ગયા પછી સાસરી પક્ષ અને પિયર પક્ષની વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલના દિવસે પીએસઆઈ અમિતા જોશીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી અમિતાના પરિવારના સભ્યોને અમિતાનો મૃતદેહ સોપી દેવામાં આવ્યો હતો.

image source

ત્યાર પછી પીએસઆઈ અમિતા જોશીને ગાર્ડ ઓફ ઓનરની સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. પીએસઆઈ અમિતા જોશીને સુરતના પોલીસ વિભાગ તરફથી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપી દીધા પછી અમિતાના પિતાની સાથે અન્ય પરિવારના સભ્યો અમિતાના મૃતદેહને લઈને પોતાને વતન અમરેલી જીલ્લાના ધારી ગામ લઈ જવામાં આવી હતી. સુરત શહેરમાં અમિતા જોશીના અંતિમ સંસ્કાર નહી કરવામાં આવતા આજ રોજ અમરેલી જીલ્લાના ધારી ગામમાં અમિતા જોશીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અમિતા જોશીને આપવામાં આવેલ ગાર્ડ ઓફ ઓનર દરમિયાન સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

image source

પીએસઆઈ અમિતા જોશીના પતિ, પુત્ર અને સાસુની સુરતની ફાલસાવાડીમાં આવેલ પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા. અમિતા જોશી વર્ષ ૨૦૧૩માં પરીક્ષા પાસ કરી લીધા પછી કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ તરીકે સુરત શહેરમાં નિમણુક થયા હતા. મૂળ નિવાસી અમરેલી જીલ્લાના અમિતા જોશીનું અંદાજીત અઢાર મહિના પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટીંગ મળ્યું હતું. ત્યાર પછી સુરત શહેરના ઉધના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ મળ્યું હતું. અમિતા જોશીએ આત્મહત્યા કરી લીધા પછી રવિવારના રોજ અમિતાને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું, અમિતાને ગાર્ડ ઓફ ઓનર આપવા દરમિયાન સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત બધા જ પોલીસ કર્મચારીઓએ હાજરી આપી હતી અને અમિતાને ભીની આંખે અંતિમ વિદાઈ પણ આપવામાં આવી હતી.

શું બનાવ બન્યો હતો?

image source

મહિલા પીએસઆઈ અમિતા જોશી (ઉ. વ. 33)એ પોતાની સર્વિસ રિવોલ્વરની મદદથી પોતાના પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જયારે પોલીસ વિભાગને જાણ થાય છે ત્યારે પોલીસ અધિકારીઓ અમિતા જોશીના ઘરે પહોચી જાય અને અને ત્યાં પોલીસને અમિતા જોશીની ડાયરી મળે છે જેમાં અમિતાએ લખ્યું હોય છે કે, ‘જીવન જીવવું અઘરું છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.’ આટલું લખી લીધા પછી અમિતા જોશીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની મદદથી અમિતા જોશીને ફાળવવામાં આવેલ પોલીસ ક્વાર્ટરની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હજી વધુ તપાસ ચાલુ જ છે.

છેલ્લા ચાર વર્ષથી ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

મહિલા પીએસઆઈ અમિતા જોશી સુરત શહેરના ઉધના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષથી ડ્યુટી કરી રહ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશનમાં પટેલનગર પોલીસ ચૌકીનો ચાર્જ મહિલા પીએસઆઈ અમિતા જોશીને આપવામાં આવ્યો હતો. અમિતા જોશી નાઈટ ડ્યુટીમાં ઈન્વેસ્ટીગેશન કરી રહેલ ટીમમાં હોવાના લીધે પોતાની ફરજ પરથી સવારના સમયે ઘરે ફાલસાવાડી ફ્લેટ નંબર ૧૦૩માં આવ્યા હતા. અમિતા જોશીના પતિ સચિન પોલીસ સ્ટેશનમાં એમિટી ડ્રાઈવર તરીકે પોતાની ફરજ બજાવે છે. અમિતા જોશીને એક પાંચ વર્ષની ઉમર ધરાવતો દીકરો છે. મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આત્મહત્યા કરતા પહેલા અંતિમ વાર ૧૨:૨૮ મિનિટના સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો ત્યાર પછી અમિતા જોશીએ પોતાના પેટના ભાગમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત