મકાઈના ડોડા શેકતી વખતે ઘાસચારામાં લાગી આગ, અને એક જ પરિવારના 6 ભુલકાંઓ સળગી ગયા, જાણો ક્યાં બની આ કરુણ ઘટના

રમત રમતમાં ઘાસના ઘરમાં લાગી આગ, 6 જીવતા બાળકો થઈ ગયા બળીને ભડથું.

હોળીના એક દિવસ પછી જ બિહારના અરરિયામાં ખુશનુમા માહોલ અચાનક શોકમાં બદલાઈ ગયો જ્યારે એક દુર્ઘટનામાં 6 બાળકોનું મૃત્યુ થઈ ગયું. આ દર્દનાક ઘટના જિલ્લાના કબૈયા ગામમાં થઈ જ્યાં મંગળવારે બપોરે ઘાસના બનેલા ઘરમાં આગ લાગી ગઈ અને એમાં ફસાયેલા 6 બાળકો જીવતા જ સળગી ગયા. મળેલી માહિતી અનુસાર બાળકો પરિવારથી છુપાઈને ઘાસના બનેલા ઘરમાં મકાઈ શેકી રહ્યા હતા. ત્યારે એક તનખલો ઉડયો અને ઘાસના બનેલા ઘરે આગ પકડી લીધી.

image source

આ આગ એટલી ભીષણ હતી કે કોઈને બાળકોને બહાર કાઢવાનો મોકો જ ન મળ્યો અને બધા જ 6 બાળકોનું દાઝી જવાના કારણે અવસાન થયું. આ ઘટનામાં એક પણ બાળકને બચાવી નથી શકાયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગામવાસીઓ જ્યાં સુધી બાળકોની ચીસો સાંભળીને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધી બધા જ બાળકોનું મૃત્યુ થઈ ગયું હતું

આ ઘટનામાં મૃત થયેલા બધા જ બાળકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાં 3 વર્ષની ગુલનાઝ,5 વર્ષનો અશરફ, 6 વર્ષનો દિલવર, 4 વર્ષનો બરકસ, 5 વર્ષનો અલી હસન અને 5 વર્ષની ખુશનિહારનું અવસાન થઈ ગયું છે. ગામવાસીઓનું કહેવું છે કે જ્યારે બાળકો રમી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. બાળકોના અવસાન બાદ પરિવારમાં ઊંડો શોક ફરી વડ્યો છે.

image source

ભાગલપુરમાં ત્રણ બાળકોની મોત.

તો ભાગલપુરના પીરપેતી વિસ્તારમાં પરશુરામપુર પંચાયતમાં સોમવારે રાત્રે વીજળીના તારથી આગ લાગવાના કારણે એક જ પરિવારના 3 બાળકો સળગી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ ઠયુંભતું. મૃતક બાળકોની ઓળખ પ્રીતિ કુમારી ઉંમર 8 વર્ષ, નૈના કુમારી ઉંમર 6 વર્ષ અને સૂરજ કુમાર ઉંમર 1 વર્ષના રૂપે થઈ હતી. આ ત્રણેય બાળકો ગાઢ ઊંઘમાં હતા. ઘટનામાં પોતાની બે દીકરી અને એ દીકરાને બચાવવામાં માતા પિતા પણ ખૂબ જ ગંભીર રીતે દાઝ્યા હતા. એમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

image source

ગયામાં ત્રણ બાળકોનું મોત.

તમને જણાવી દઈએ કે રવિવારે હોલિકા દહન પછી લુકબારી ફેંકવા ગયેલા બાળકો સાથે બિહારના ગયામાં એક મોટી દુર્ઘટના બની હતી. પહાડો પર જાડીઓમાં આગ લાગવાથી બાળકો ત્યાં ફસાઈ ગયા હતા. આગમાં સળગી જવાથી ત્રણેય બાળકોનું મોત નીપજ્યું હતું. એક બાળક ગંભીર રૂપે ઘાયલ છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ ગામમાં માતમ ફેલાઈ ગયો હતો. બાળકોના મૃત્યુથી પરિવારમાં રોકકળ થઈ ગઈ હતી. આ ઘટના બોધગયા વિસ્તારના મનકોસી ગામની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *