આ પાડોશી દેશમાંથી નદીના રસ્તે તરીને અસમ પહોંચ્યો કોરોના પોઝીટીવ યુવક અને પછી….

પૂર્વોત્તર રાજ્ય અસમમાંથી એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. અહીં પડોસી દેશ બાંગ્લાદેશથી એક યુવક નદીના રસ્તે તરતો તરતો પહોંચ્યો હતો. અહીં પહોંચી ગયા બાદ તેણે કરીમપુર જિલ્લાના મુબારકપુર પહોંચી ગ્રામજનોને જણાવ્યું તે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેને સારવાર કરાવવા માટે મદદની જરૂર છે.

image source

યુવકની વાત સાંભળી ગ્રામજનો થરથર ધ્રુજી ગયા. આ વાતની જાણ થયા પછી ઘટનાસ્થળે પહોંચી બીએસએફના જવાનોએ યુવકની ધરપકડ કરી અને ત્યારબાદ યુવક માટે બાંગ્લાદેશી સેનાને બોલાવવામાં આવી અને તેને તેના દેશની સેનાને સોંપી દેવામાં આવ્યો.

આ યુવકની ઓળખ અબ્દુલ તરીકે થઈ હતી. અબ્દુલ બાંગ્લાદેશના સુનામગંજ જિલ્લાનો રહેવાસી હતો અને અહીંથી કરીમગંજનું મુબારકપુર વિસ્તાર માત્ર 4 કિમી દૂર છે. બીએસએફના પ્રવક્તા ડીઆઈજી જે સી નાયકએ જણાવ્યું તે કુશિયારા નદી પાર કરી ભારતીય સીમામાં દાખલ થયો હતો. ગામના લોકોએ તેને જોયો અને રોક્યો. તેની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તે બાંગ્લાદેશી નાગરિક છે.

image source

ત્યારબાદ આ વાતની સુચના ગામના લોકોએ સેનાને આપી દીધી. નાયકએ જણાવ્યું કે તેની તપાસ અને પુછપરછમાં તેણે જણાવ્યું કે તેને કોરોના વાયરસ છે અને સારવાર કરાવવા માટે તે ભારત આવ્યો છે. જો કે સેનાએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તે ખરેખર કોરોના પોઝીટીવ છે કે નહીં. પરંતુ તેમણે આ વાતની જાણ બાંગ્લાદેશની સેનાને કરી અને યુવકને તેમને સોંપી દીધો.

image source

ડીઆઈજી નાયકે વધુમાં જણાવ્યું કે કુશિયારા નદીમાં ચોમાસા દરમિયાન અનેકવાર પુર આવે છે તેથી નદી છલોછલ હોય છે. પરંતુ ઉનાળાના આ સમયમાં પાણીનું સ્તર ઓછુ હોય છે અને બાંગ્લાદેશ અને ભારતના સરહદી ગામ વચ્ચે અંતર ઓછું હોવાથી કોઈપણ સરળતાથી નદી પાર કરી શકે છે.

image source

તેમાં પણ યુવકે એવી જગ્યાથી નદી પાર કરી જ્યાં ફેંસિંગ પણ નથી કરવામા આવી. તેથી યુવક તરીને સરળતાથી ભારતના ગામ સુધી પહોંચી ગયો. જો કે તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે સામાન મળી આવ્યા ન હતા.