ડ્રોન હેલીકોપ્ટરને મંગળ પર મોકલશે નાસા, જાણો આ હેલિકોપ્ટરના નામથી લઇને આ અનેક વિશેષતાઓ વિશે

માણસનો સ્વભાવ હંમેશાથી કઈંક નવું શીખવા અને પ્રયોગ કરવાનો રહ્યો છે. ખાસ કરીને અંતરિક્ષમાં આવેલા અલગ અલગ ગ્રહો વિષે જાણવાની ઈચ્છા રોચક હોય છે. તેમાંય ખાસ તો મંગળ ગ્રહ. કારણ કે મંગળ ગ્રહ વિષે એવું મનાય છે કે પૃથ્વી સિવાયના ગ્રહો પૈકી મંગળ ગ્રહ એક જ એવો ગ્રહ છે જ્યાં માણસ રહી શકે તેવી શક્યત છે. અહીં પાણી હોવાના પણ પુરાવાઓ મળ્યા છે અને તેને લઈને શોધખોળ હજુ પણ ચાલુ જ છે. તેમજ મંગળ ગ્રહ પર વધુ શોધખોળ માટે અંતરિક્ષ એજન્સી નાસા પોતાનું ” માર્સ મિશન ” લોન્ચ કરનાર છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે નાસા પ્રથમ વખત રોવર સાથે એક ડ્રોન હેલીકૉપટરને પણ મંગળ પર મોકલશે. આ કારણે આ મિશનનું નામ ” પરસીવરેન્સ માર્સ રોવર અને ઇન્જીન્યુટી હેલીકૉપટર રાખવામાં આવ્યું છે.

image source

નાસાના મિશન મુજબ રોવર મંગળ ગ્રહની સપાટી પર ચાલીને માહિતી એકથી કરશે જયારે હેલિકોપટર ઉડીને માહિતી એકથી કરશે. માર્સ રોવર 1000 કિલોનો વજન ધરાવે છે જયારે હેલીકૉપટરનો વજન ફક્ત બે કિલો છે. રોવરમાં માર્સ એન્વાયરમેન્ટલ ડાયનેમિક્સ એનાલાઇઝર પણ લાગેલું હશે જે ત્યાંનું તાપમાન, ધૂળ, હવાનું દબાણ, અને રેડિયેશન વગેરે વિશેની માહિતી મેળવશે. જેનાથી આપણે એ જાણી શકીશું કે મંગળ ગ્રહ માણસ માટે રહેવા લાયક છે કે કેમ ? જો બધું સમુસુથરું થશે તો માર્સ રોવર 18 ફેબ્રુઆરી 2021 ના દિવસે મંગળ ગ્રહની સપાટી પર ઉતરશે.

પરમાણુ ઉર્જાથી ચાલશે માર્સ રોવર

image source

નાસાના કહેવા મુજબ માર્સ રોવર પરમાણુ ઉર્જા વડે ચાલશે. પહેલી વખત એક રોવરમાં પ્લુટોનિયમને ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાશે. નાસાની યોજના મુજબ આ રોવર 10 વર્ષ સુધી મંગળ ગ્રહ પર કામ કરશે અને તેમાં 23 કેમેરા લગાવેલા હશે. એ સિવાય સાત ફૂટનો એક રોબોટિક આર્મ અને એક ડ્રિલ મશીન પણ તેની સાથે જોડાયેલી હશે. અસલમાં અંતરિક્ષના લગભગ દરેક મિશનમાં મોકલવામાં આવતા રોવરમાં ડ્રિલ મશીન હોય જ છે જેથી તે સપાટીના નમૂના લઇ શકે.

મંગળ ગ્રહ પર શું કામ કરશે રોવર અને હેલીકૉપટર

image source

રોવર અને હેલીકૉપટર મંગળ ગ્રહ પર હવામાનને લાગતું સંશોધન કરશે અને સાથે સાથે તે ત્યાં કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવવાનું કામ પણ કરશે. જેથી ભવિષ્યમાં મંગળ ગ્રહ પર જનારા અંતરિક્ષ યાત્રીઓને ઉપયોગી બની શકે કારણ કે તેઓ પાસે મંગળ ગ્રહ સંબંધી લગભગ બધી માહિતી હશે.

ભારતીય મૂળની યુવતીએ આપ્યું છે હેલીકોપત્રનું નામ

image source

માર્સ રોવર સાથે જે ડ્રોન હેલીકૉપટર મંગળ પર મોકલવામાં આવનાર છે તેનું નામ ઇન્જીન્યુટી રાખવામાં આવ્યું છે. આ નામ ભારતીય મૂળની 17 વર્ષીય વનીજા રૂપાણીએ આપ્યું છે. તેણી અલબામા નોર્થ પોર્ટમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. અસલમાં ઉપરોક્ત હેલીકૉપટરનું નામ શું રાખવું તે અંગે એક સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં 28000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમાં વનીજા રૂપાણીએ સૂચવેલું નામ પસંદ કરવામાં આવ્યું હતું. ઈન્જીનયૂટીનો હિન્દી અનુવાદ કરીએ તો કોઈ વ્યક્તિનું આવિશકરી ચરિત્ર એમ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત