જાણો એવું તો શું થયુ કે PM મોદીના વારાણસી ખાતેના કાર્યાલયને સીલ કરવાની પડી ફરજ…

વડાપ્રધાન મોદીના વારાણસી ખાતેના કાર્યાલયને કરવામાં આવ્યું સીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામા ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એવા સમાચાર છે કે પીએમ મોદીનું સંસદીય કાર્યાલય પણ તેની જપેટમાં આવી ગયું છે, જેના કારણ કાર્યાલયને સીલ કરી દેવામા આવ્યું છે. જો કે વારાણસીના લોકોની સમસ્યાઓને સાંભળવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે વારાણસીમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 2622 કેસ નોંધાઈ ચુક્યા છે અને અત્યારસુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 51 લોકોના દુઃખદ અવસાન પણ થયા છે.

image source

શા માટે સીલ કરવામા આવી પીએમની ઓફિસ

હોટસ્પોટ ઝોનમાં હવે પીએમ મોદીનું આ સંસદીય કાર્યાલય પણ આવી ગયું છે, જે વારાણસીના ભેલપુર થાણા ક્ષેત્રના જવાહર નગર એક્સટેન્શનમાં સ્થિત છે. વાસ્તવમાં સંસદીય કાર્યાલયની પાસે એક કોરોના દર્દી આવ્યો છે, અને ત્યાર બાદ 50 મીટરના દાયરામાં આ એરિયાને સીલ કરી દેવામા આવ્યો છે.

હેલ્પલાઇન નંબર જાહેર કરવામા આવ્યો

image source

બીજેપીના કાશી ક્ષેત્રના અધ્યક્ષ મહેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે હજુ 14 દિવસ સુધી કાર્યાલયને બંધ રાખવામા આવશે. હવે જો વાત કરીએ પોતાની સમસ્યા લઈને આવનારા વારાણસી વાસીઓની તો તમને જણાવી દઈએ કે યુ.પી સરકારના ત્રણ મંત્રીઓ વારાણસીમા રહે છે. સાથે સાથે કેટલાક વિધાયક પણ. વારાણસીની જનતાના સેવકો હંમેશા સેવા માટે તત્પ રહે છે. લોકો પોતાની સમસ્યાઓ સીધી જ આપવામા આવેલા સંપર્ક નંબર પર કરી શકે છે. તેની સાથે સાથે જ કોઈ સમસ્યા માટે નંબર – 0542-231400 પણ જાહેર કરવામાં આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા

image source

વારાણસીમાં ગુરુવારે કુલ 172 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ વારાણસીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈને 2622 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે તેમાં હવે 1497 દર્દીઓ એક્ટિવ છે. જ્યારે 51ના મૃત્યુ થયા છે અને બાકીના સાજા થઈને ઘરે જતા રહ્યા છે. વારાણસીના આંકડા બાદ હોટસ્પોટની સંખ્યા 994 થઈ ગઈ છે.

image source

હાલ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કેટલાક દેશ જેમ કે અમેરિકા તેમજ બ્રાઝીલમાં પણ કોરોના વાયરસે માઝા મુકી છે. ભારતના કોરોના આંકડા પર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં ભારતમાં કૂલ 16.4 લાખ લોકો કોરોના વયારસથી સંક્રમીત થઈ ચૂક્યા છે અને 35747 લોકોના કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. વિશ્વના આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં કોરનાના કારણે સમગ્ર વિશ્વમાં 1.72 કરોડ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 1.01 કરોડ લોકો રીકવર થયા છે અને દુઃખની વાત એ છે કે વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 6.71 લાખ લોકોના મૃત્યુ થયા છે.

Source: asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત