જાણો આ સેલેબ્સ વિશે જેમને લોકડાઉનના 70 દિવસમાં કર્યા સ્યુસાઇડ, જેમાં આ કલાકાર ભાઈ-બહેનની લાશ પણ…

લૉકડાઉનના 70 દિવસમાં ઘણાં સેલિબ્રિટીઓ સુસાઈડ કર્યું, કોઈના તૂટ્યાં સપના તો કોઈએ આર્થિક તંગીને કારણે જીવન સામેની બાજીમાં હાર માની.

image source

મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ પ્લે કરનાર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. થોડાં સમય પહેલાં જ તેની પૂર્વ મેનેજર દિશા સલિયને પણ આત્મહત્યા કરી હતી. જોકે, બંનેના આપઘાત પાછળનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પણ સુશાંત ડિપ્રેશનમાં હતો એ તેના ઘરેથી મળેલા મેડિકલ દસ્તાવેજો પરથી ખ્યાલ આવી રહ્યો છે.

image source

લૉકડાઉન દરમિયાન સુશાંતના આપઘાતના સમાચારે સમગ્ર બોલિવૂડને આશ્ચર્યમાં મૂકી દીધું છે. લૉકડાઉનના 70 દિવસમાં સુશાંત જ નહીં ઘણાં એવા સ્ટાર્સ છે જેમને આત્મહત્યા કરી હતી. મોટાભાગના કલાકારો કરિયર તથા જિંદગીને કારણે તકલીફમાં હતા.પડદાં પર દરેક મુશ્કેલી સામે લડતા તથા જીવન જીવવાની વાત કરતાં આ કલાકારો રિયલ લાઈફમાં મુશ્કેલી સામે હાર માની લે છે.

આ આપઘાત કરનાર કલાકારોમાં બોલિવૂડ, ટીવી, તમિલ તથા કન્નડ ઈન્ડસ્ટ્રીના કલાકાર સામેલ છે.

આર્થિક તંગીને કારણે મનમીત ગ્રેવાલે જીવન ટૂંકાવ્યું.

image source

32 વર્ષના મનમીત ગ્રેવાલે 15મે ના રોજ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. મનમીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. મંજીત સિંહે એક વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાંક દિવસો પહેલાં જ મનમીતના એક મિત્રએ આર્થિક તંગીને કારણે સુસાઈડ કર્યું હતું. બંનેએ ફોરેન ટ્રીપ કરવા માટે લોન લીધી હતી અને તે ચૂકવી શક્યા નહોતાં.

પ્રેક્ષા મહેતાને દુઃખ લાગ્યું એના સપના તૂટવાનું.

image source

‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોમાં કામ કરનાર પ્રેક્ષા મહેતાએ 25મેના રોજ ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષની પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેના સપનાઓ તૂટ્યા હતા અને એ કારણે તેનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો.. તે તૂટેલા સપના સાથે જીવી શકે નહીં. તેણે એક વર્ષ સુધી ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હવે તે થાકી ગઈ છે.

બોયફ્રેન્ડને કારણે ચાંદનાએ આપ્યો જીવ

image source

ઘણી જાહેરાતોમાં જોવા મળતી કન્નડ એક્ટ્રેસ તથા ટીવી એન્કર ચાંદનાએ 28 મેના રોજ આત્મહત્યા કરી હતી. ચાંદનાને બોયફ્રેન્ડ દિનેશ ગોવડા સાથે લગ્ન કરવા હતાં પરંતુ બોયફ્રેન્ડે લગ્નની ના પાડતા તેણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલાં ચાંદનાએ એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં તેણે કહ્યું હતું કે ‘હું મરી જાઉં તે તારા માટે સારું છે. હું મારું જીવન પૂરું કરી રહી છું અને તેનું કારણ તું છે દિનેશ.’

કલાકાર ભાઈ-બહેનની લાશ સડી ગઈ હતી

image source

ચેન્નઈમાં તમિળ એક્ટર શ્રીધર તથા તેની બહેન જયા કલ્યાણીએ આત્મહત્યા કરી હતી. બંનેએ પૈસાની અછતને કારણે આ પગલું ભર્યું હતું. જ્યારે ઘરમાંથી વાસ આવવા લાગી ત્યારે આસપાસના લોકોને આ વાતની જાણ થઈ હતી. છ જૂનના રોજ આ ઘટના સામે આવી અને પોલીસે આ અંગે તપાસ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત