ગ્રાહકો સાથે સંકળાયેલો છે સમગ્ર મામલો, જાણો શું છે સમગ્ર ઘટના

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડએ સોમવારે કહ્યું હતું કે તે સ્પર્ધાત્મક વિરોધી વર્તન અને આ સંદર્ભે સીસીઆઇ દ્વારા ફટકારવામાં આવેલા 200 કરોડ રૂપિયાના દંડની સમીક્ષા કરી રહી છે. તે આગામી સમયમાં કાયદા હેઠળ આવતી યોગ્ય કાર્યવાહી હાથ ધરશે.

image soucre

નિયામકે સોમવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “તેમને જાણવા મળ્યું છે કે એમએસઆઈએલનો તેની કાર ડીલરો સાથે કરાર હતો જેના હેઠળ ડીલરોને એમએસઆઈએલ દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતા વધારે છૂટ આપવાથી રોકવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો એમએસઆઈએલની ‘કન્સેશન કંટ્રોલ પોલિસી’ હતી જેમાં ડીલરોને ગ્રાહકોને વધારાની છૂટ આપવાથી નિરાશ કરવામાં આવ્યા હતા.

image socure

સીસીઆઈ એ વધુમાં જણાવ્યું હતું કે કંપનીએ માત્ર ડીલરશીપ પર જ નહીં પણ ડાયરેક્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ, રિજનલ મેનેજર્સ, શોરૂમ મેનેજર્સ, ટીમ લીડર્સ વગેરે સહિત દરેકને દંડ ફટકારવાની ધમકી આપી હતી. આ સાથે સીસીઆઈની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે એમએસઆઈએલએ મિસ્ટ્રી શોપિંગ એજન્સીઓની નિમણૂક કરી હતી જેનું કામ હતું કે ગ્રાહકોને કોઈપણ પ્રકારનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે કે નહીં. આ એજન્સીઓ કંપનીને પુરાવા તરીકે ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ સાથે રિપોર્ટ કરતી હતી અને પછી મારુતિ સુઝુકીએ તે પુરાવા તે ડીલરશીપને મેઇલ કરતી હતી અને તેના પર સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવતું હતું.

image soucre

આ વાતને ધ્યાનમાં રાખીને સીસીઆઈએ કહ્યું, “એમએસઆઈએલને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, વધુમાં કંપનીને સ્પર્ધાત્મક વિરોધી વ્યવહારો બંધ કરવા અને તેનાથી દૂર રહેવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.” સીસીઆઈએ 60 દિવસની અંદર આ દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે.

image soucre

આ આદેશના જવાબમાં એમએસઆઈએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓએ ભારતીય સ્પર્ધા આયોગ દ્વારા પ્રકાશિત 23 ઓગસ્ટ 2021 ના આપેલા આદેશને જોયો છે. તેઓ ઓર્ડરની સમીક્ષા કરી રહ્યા છે અને કાયદા મુજબ યોગ્ય પગલાં લેશે. તેમણે વધુમાં કહ્યું, એમએસઆઈએલ હંમેશા ગ્રાહકોના હિતમાં કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ આમ કરવાનું ચાલુ રાખશે.

image socure

સીસીઆઈએ તેના આદેશમાં જણાવ્યું હતું કે કંપનીએ તેના ડીલરો સાથે કરાર કર્યો હતો, જે અંતર્ગત ડીલર્સને ગ્રાહકોને કંપની દ્વારા નક્કી કરાયેલા ડિસ્કાઉન્ટ કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપવા પર પ્રતિબંધ હતો.