પિતા જીવતા હોવા છતા માએ પુત્રના કર્યા અંતિમસંસ્કાર, સ્મશાનઘાટ પર રડી પડ્યું આખું ગામ

પિતા જીવતા હોવા છતા માએ પુત્રના કર્યા અંતિમસંસ્કાર, સ્મશાનઘાટ પર રડી પડ્યું આખું ગામ

6 સપ્ટેમ્બરના રોજ નાના એવા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સ્માશાન ઘાટના એ દ્રશ્યો જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ઘટના છે બડહારા ચારગહા ગામની. બડહારા ચારગહા ગામનો મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય રીતે હિંદુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ મૃતકને અગ્નિસંસ્કાર પુરૂષ આપે છે. જ્યારે સ્ત્રીઓ સ્માશાનમાં આવતી હોતી નથી. પરંતુ ઘણીવાર આપણી સામે એવી ઘટનાઓ આવે છે જે આપણને વિચારતા કરી મુકે છે. એક યુવાન પુત્રનો અગ્નિસંસ્કાર કરવો દરેક માતા માટે અતિ કષ્ટદાયક હોય છે પુત્રના પિતા જીવિત હોવા છતા માતાએ તેમના પુત્રના અંતિમસંસ્કાર કરવાનો વારો આવ્યો..

તેના લગ્ન બે દાયકા પહેલા ઇશ્વર ચૌહાણ સાથે થયા હતા

image source

કોળીભાર પોલીસ સ્ટેશન વિસ્તારના બડહરા ચરગહાના મોતી ટોલાની રહેવાસી મહિલાનો પતિ જીવતો હોવા છતા તે તેના મૃત પુત્ર સાથે સ્મશાનમાં પહોંચી હતી. ત્યાં તેણે તેના પુત્રના અંતિમસંસ્કાર કર્યા. મોડી સાંજ સુધી આસપાસના વિસ્તારોમાં તેની ચર્ચા થઈ હતી. આ ઘટના 6 સપ્ટેમ્બરના રોજ બની હતી. બડહરા ચરગહાના મોતી ટોલાની રહેવાસી રીટાએ જણાવ્યું કે, તેના લગ્ન બે દાયકા પહેલા ઇશ્વર ચૌહાણ સાથે થયા હતા.

બંનેના ચાર બાળકો હતા

image source

બંનેના ચાર બાળકો દિલીપ, સંગીતા, સીમા અને રીમાનો જન્મ થયો હતો. થોડા દિવસો પછી, પતિ ઈશ્વર તેની પત્ની રીટા અને ચાર બાળકોને છોડીને અલગ રહેવા લાગ્યો હતો. રીટાએ જણાવ્યું હતું કે મોટો દીલીપ (17) દિવ્યાંગ હતો. ઘણા દિવસોથી તેની તબિયત ખરાબ હતી. આ કારણે શનિવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.

સ્મશાનસ્થળ પર હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ

image source

તે પછી ગામ લોકોની મદદથી દિલીપના મૃતદેહના અંતિમસંસ્કાર માટે રીટા ગામને અડીને ગંડક નહેર ઘાટ પર પહોંચી હતી. અહીં સંપૂર્ણ ધાર્મિક વિધિથી તેમના પુત્રના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે પિતાના જીવતા હોવા છતા માતાને અગ્નિસંસ્કાર કરતા જોઈને સ્મશાનસ્થળ પર હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. એક રિટાને આટલી નાની ઉંમરમાં પુત્રના જવાનું પારાવાર દુખ હતું તો બીજી તરફ તેમના પતિ જીવિત હોવા છતા તેમને યુવાન પુત્રના અગ્નિસંસ્કાર કરવા પડ્યા તે પણ કોઈ મોટા આઘાતથી કમ નહોતું. આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમના પતિએ તેમનો સાથ ન આપ્યો. જેને લઈને આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભારે ઉતેજના જગાવી હતી. લોકોએ રિટાની હિમ્મતની પ્રશંશા કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત