ગર્ભાશયમાં કોરોના સંક્રમણ થયુ, ગર્ભનાળમાં મળ્યા કોરોનાના કણ, જાણો ક્યાં બની આ ઘટના

કોરોના પહોંચ્યો માતાના ગર્ભાશયમાં – ગર્ભાશયમાંના બાળકને થયો કોરોના

છેલ્લા છ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. ભારતમાં કોરોનાએ શિયાળામાં આગમન કર્યું હતું અને તે વખતે એવી આશા સેવાઈ રહી હતી કે ઉનાળાની ગરમીથી કોરોનાની અસરકારકતા ઘટી જશે પણ તેવું ન થયું તો વળી એવી આશા સેવાઈ કે ચોમાસાના ભેજમાં કોરોના નહીં ટકી શકે પણ તેવું પણ ન થયું અને હાલ આપણે જોઈ રહ્યા છીએ તેમ કોરોના ઓર વધારે વકરી રહ્યો છે.

image source

અને અત્યાર સુધીમાં આપણે એ પણ જોયું છે કે કોરોનાના લક્ષણોમાં પણ દીવસેને દીવસે પરિવર્તન આવી રહ્યું છે. તેના લક્ષણો પણ અસ્થિર છે. અને પરિક્ષણ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે લક્ષણ નહીં ધરાવતી વ્યક્તિઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. આમ કોરોના સંપૂર્ણ રીતે અણધારી રીતે વર્તી રહ્યો છે જેના કારણે વૈજ્ઞાનિકોને પણ તેની વેક્સિન શોધવામાં સમસ્યા નડી રહી છે.

image source

તાજેતરમાં અમેરિકામાં એક ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમાં રહેલા બાળકમાં કોરોના સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. અહીંના ડોક્ટર્સ પુરાવાના આધારે જણાવી રહ્યા છે કે ગર્ભમાંની બાળકીને ગર્ભાવસ્થા દરમિયાન જ કોરોનાનું સંક્રમણ થયું હતું. જ્યારે તેની માતાનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે તે પોઝીટીવ આવ્યો હતો અને ત્યાર બાદ બાળકીને તરત જ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. જન્મના બીજા જ દિવસે બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

image source

ડોક્ટર્સને રિપોર્ટ કરાવવાનો વિચાર તે બાળકીમાં રહેલા બે લક્ષણને કારણે આવ્યો હતો. બાળકીને સતત તાવ આવી રહ્યો હતો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહ હતી. ત્યાર બાદ વધારે ઉંડી તપાસ માટે વૈજ્ઞાનિકોએ અમેરિકાના ટેક્સાસમાં જન્મેલી બાળકીની ગર્ભનાળની પણ તપાસ કરી તો તેમાં પણ ડોક્ટર્સને કોરોનાના કણ મળી આવ્યા હતા અને તેની સાથે સાથે ત્યાં સોજો પણ જણાઈ રહ્યો હતો. આ તપાસના આધારે વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે બાળકીને માતાના ગર્ભમાં જ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

ગર્ભાશય સુધી કેવી રીતે પહોંચ્યો કોરોના

image source

થોડા સમય પહેલાં ઇટાલિના કેટલાક વૈજ્ઞાનિકોએ પણ ગર્ભાશયમાં કોરોના વાયરસ વિષે જણાવ્યું હતું. તેમણેમે જણાવ્યું હતું કે ગર્ભાશયમાં વાઇરસના ટ્રાન્સમિશનનો કેસ તેમની પાસે પણ આવ્યો હતો. તમને કોર્ડના બ્લડ તેમજ ગર્ભનાળમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી જ કોરોના પર થઈ રહેલા વિવિધ સંશોધનોમાં ગર્ભાશયમાં કોરોનાનુ સંક્રમણ ફેલાવા પર પણ સંશોધન કરવામા આવી રહ્યું છે.

image source

અત્યાર સુધીમાં એવો ખ્યાલ હતો કે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકને HIV, ઝિકા તેમજ બીજા કેટલાક વાઇરસ સંક્રમિત કરી શકે છે. પણ હાલ જે કેસ બન્યો છે તેનાથી એ પણ જાણવા મળ્યું છે કે કોરોના વયારસનું સંક્રમણ પણ ગર્ભમાં રહેલા બાળકને લાગી શકે છે.

ગર્ભમાંના બાળકના સંક્રમણ અંગે પ્રથમ સંશોધન

image source

આ બાળકીના કેસ પર સંશોધન કરનાર ટેક્સસ યુનિવર્સિટિના ડો. અમાંડા ઇવાન્સ જણાવે છે કે તેમની સમક્ષ હમણા ઘણી બધી એવી ડિલીવરી થઈ છે જેમાં માતાને કોવિડ-19નું સંક્રમણ હોય છે પણ તેમના નવજાત બાળકને તેનું સંક્રમણ નહોતું. પણ હવે આ કેસ પરથી વૈજ્ઞાનિકોને ખ્યાલ આવી ગયો છે કે બાળકને ગર્ભાશયમાં પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. અન તેમને તેનો પુરાવો પણ ગર્ભનાળમાં રહેલા કોષોમાંના કોરોનાનાની હાજરીથી મળી ગયો છે.

પ્રિમેચ્યોર ડિલિવરી રહી

image source

રિસર્ચર દ્વરા આપામા આવેલી માહિતિ પ્રમાણે નવજાત બાળકીનો જન્મ સમય કરતાં પહેલા થઈ ગયો હતો. તેની ડ્યૂ ડેટ પહેલા 3 અઠવાડિયે આ બાળકીનો જન્મ થઈ ગયો છે, કારણ કે માતાને સમય પહેલાં જ લેબર પેઇન થવાથી બાળક જે કોથળીમાં હતું તે મેમ્બ્રેન ફાટી ગઈ હતી. માટે તાત્કાલીક ડિલિવરી કરવી પડી હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે પ્રિમેચ્યોર ડિલિવરી પાછળ 40% કારણ આ જ હોય છે. જો કે હજુ સુધી એ સંશોધન બાકી છે કે આ સ્થિતિ ક્યાંક કોરોના વાયરસના કારણે તો નહોતી સર્જાઈને.

image source

સામાન્ય રીતે ડિલિવરી બાદ માતા અને બાળકને 1-2 દિવસમા રજા આપી દેવામા આવે છે પણ જન્મના બીજા જ દિવસે બાળકીમાં કોરોનાના લક્ષણો જણાતા તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. જોકે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી પણ તેને વેન્ટિલેટરની જરૂર નહોતી પડી. તેણીને સંપૂર્ણ સ્વસ્થ કરીને માતા અને બાળકીને 21 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત