શું તમે છો સોસાયટીના ચેરમેન? તો વાંચી લો આ નવા નિયમ વિશે અને કરી દો ફટાફટ આ કામ, નહિં તો જેલમાં જવાનો આવશે વારો

થોડા મહિનાઓ પહેલા સુરતમાં એક ગોઝારી ઘટના બની હતી જેમાં એક ક્લાસિસમાં આગ લાગતાં અનેક બાળકો જીવતાં ભુંજાયા હતા. ત્યારબાદ તાજેતરમાં અમદાવાદની એક હોસ્પિટલમાં પણ આગ લાગ્યાની ઘટના બની હતી. આ ઘટનામાં પણ અનેક દર્દી મોતને ભેટ્યા હતા. આગ લાગવાની આ પ્રકારની ઘટનાઓમાં જાન અને માલનું વધારે નુકસાન એટલા માટે પણ થાય છે કે આવી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનો કામ કરતાં ન હોય. તેવામાં હવે રાજ્ય સરકાર ફાયર સેફ્ટી મુદ્દે કડક નિયમની અમલવારી કરવાની જાહેરાત કરી ચુકી છે.

image source

રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કુલ, કોલેજ, હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર 6 મહિને તેને રીન્યુ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

image source

આ નવા નિયમની અમલવારી અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી રહેણાક સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર એનઓસી મેળવવાની અને તેની રિન્યુઅલની જવાબદારી સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીની રહેશે. જો આ કામ નહીં થાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી પણ સોસાયટીના ચેરમેનની રહેશે. આ કામગીરીના ભાગરુપે સેક્રેટરી કે ચેરમેને સોસાયટીનું દર છ મહિને ફાયર સેફ્ટી સર્ટીફિકેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર અપલોડ પણ કરવું પડશે. જેથી તેમને એએમસી એનઓસી ઈસ્યુ કરશે.

image source

આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક પહેલ પણ કરવામાં આવી છે. રાજ્યમાં સિવીલ, મેકેનિકલ, ઇલેકટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ડિગ્રી ધરાવતા યુવા ઇજનેરોને સરકાર જરૂરી તાલીમ આપ્યા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે મંજૂરી આપશે. રાજ્ય સરકાર આવા ઇજનેરોને ફાયર સેફટી તાલીમ માટે બિલ્ડીંગના પ્રકાર તેમજ ઉપયોગના આધારે ફાયર સેફટી ટ્રેનિંગના ઓનલાઇન તેમજ ઓફલાઇન મોડયુલ વિકસાવશે. તેમજ આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે.

image source

આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું ભારણ પણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુ કરાવવામાં સરળતા મળશે. આ નિર્ણયને પગલે રાજ્યમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત