મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદને 10 વર્ષની જેલ, ગેરકાયદે ફંડિંગના મામલે પાકિસ્તાનની કોર્ટે સંભળાવી સજા

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે સઇદને ટેરર ફંડિગ સાથે સંકળાયેલા બે કેસમાં સજા સંભળાવી છે. સઇદની સાથે જફર ઇકબાલ, યાહયા મુજાહિદ અને અબ્દુલ રહમાન મક્કીને પણ સાડા દસ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદ અને તેના સાગરીતોને પાકિસ્તાની અદાલતે ફેબ્રુઆરીમાં આતંકવાદને ફંડિંગ આપવાના કેસમાં 11 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જમાત-ઉદ-દાવા એ લશ્કર-એ-તોઇબાનું ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન છે.

image source

સઇદની સાથે વધુ આરોપીઓ પ્રો. ઝફર ઈકબાલ અને યાહ્યા મુઝાહિદને બે કેસમાં પાંચ-પાંચ વર્ષની અને બીજા અન્ય મામલામાં છ મહિનાની જેલની સજા સંભળાવી છે. તેમના પર 1,10,000 રૂપિયાનો દંડ પણ લગાડવામાં આવ્યો છે. તમામ ચલ-અચલ સંપત્તિઓને પણ જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2008માં મુંબઈ હુમલામાં તે મોસ્ટ વોન્ટેડ આતંકી ગણાય છે.

image source

આ હુમલામાં 10 આતંકીઓએ 166 નાગરિકોની જાન લીધી હતી અને સેંકડો લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. હાફિઝને અમેરિકા અને UNએ આંતરરાષ્ટ્રીય આતંકી તરીકે જાહેર કર્યો છે અને તેને પકડનારને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું છે.

image source

નોંધનીય છે કે, આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ હાફિઝને લાહોરની એક કોર્ટે ટેરર ફંડિંગના બે મામલામાં દોષી જાહેર કર્યો હતો. ત્યારે કોર્ટે તેને 5 વર્ષ કેદની સજા સંભળાવી હતી. સઇદ વિરૂદ્ધ આતંકી ફંડિંગ, મની લોન્ડ્રિંગ અને ગેરકાયદ કબજા સહિતના 41 કેસ દાખલ છે. હાફિઝ સઇદ લશ્કર-એ-તોયબાના સંસ્થાપક છે. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી અમેરિકાએ આ સંગઠનને વિદેશી આતંકી સંગઠનની લિસ્ટમાં સામેલ કર્યું હતું. 2002માં પાકિસ્તાની સરકારે પણ લશ્કર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ હાફિઝ સઇદે નવું આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા બનાવ્યું હતું.

image source

એન્ટી ટેરરિઝમ કોર્ટ નંબર 1ના જજ અરશદ હુસૈન ભુટ્ટાએ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી કરી હતી જેમાં નસીરુદ્દીન નૈય્યર અને મોહમ્મદ ઈમરાનનાની જુબાનીની તપાસ બાદ ઓર્ડર અપાયો છે.

image source

સીટીડી દ્વારા જમાતના આતંકવાદીઓ વિરુદ્ધ 41 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 24 કેસમાં ચુકાદો આવી ગયો છે, જ્યારે બાકીના કેસો એટીસી કોર્ટમાં પેન્ડિંગ છે. સઈદ વિરુદ્ધ ચાર કેસમાં ચુકાદો આવી ગયો છે. હાફિઝ સઈદ 2008માં મુંબઈમાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત