PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ટવીટર પર થયો ટ્રોલ, રાષ્ટ્રીય બેરોજગાર દિવસ…

આપ સૌનો ખ્યાલ જ હશે કે આજે આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષના થઇ ચુક્યા છે.

નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ પર પક્ષ તેમજ વિપક્ષની રાજકીય પાર્ટીઓ તો ખરી જ પણ એ ઉપરાંત અન્ય દેશના રાજનેતાઓએ પણ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. એવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે.

તમને જણાવી દઈએ કે ટ્વિટર પર આજે #HappyBirthdayPMModi નંબર એકપર ટ્રેન્ડ કરી રહ્યું છે. પણ આની સાથે સાથે બીજા અને ત્રીજા નંબર પર #NationalUnemploymentDay અને #રાષ્ટ્રીય-બેરોજગારી-દિવસ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. વિપક્ષ રાજકીય પાર્ટી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યૂઝર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને રાષ્ટ્રીય-બેરોજગારી-દિવસ ગણાવ્યો છે

આપના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. અનેં એટલે જ હાલમાં સોશિયલ મીડિયા પર હેપી બર્થડે પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને બીજા અને ત્રીજા નંબર રાષ્ટ્રીય-બેરોજગારી-દિવસ ટેન્ડ્રિંગ કરી રહ્યું છે. કેટલાક લોકોએ ટ્વીટર પર કઈક આવી ટ્વીટ કરી છે.

કમલ તિવાર @_KamalTiwari એ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે કે ‘જન્મદિન કી બધાઇ પીએમ મોદી, વો શખ્સ જો પુરી તરહ સે હમારી અર્થવ્યવસ્થા અને લાખો યુવાઓ કા ભવિષ્ય નષ્ટ કરને કે લિયે જિમ્મેદાર હૈ’

તો બીજી બાજુ મહિલા કોંગ્રેસ મહાસચિવ ડી અનૂસાય @seethakkaMLAએ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે કે ‘આજ અપની જાતિ, અપના ધર્મ, અપના રાજ્ય, અપની ભાષા ઔર અપની રાજનીતિક સંબદ્ધતા કો ભૂલ જાઇએ. આજ દેશ કે બેરોજગાર યુવાઓએ કે લિયે હાથ મિલાઇએ’ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પીયૂષ મિશ્રા @PMLUKCKNOW એ ટ્વીટર પર લખ્યું છે કે “‘મોદીજી ને હમારે રાષ્ટ્ર કી દસ કરોડ નોકરીયા ચોરી કી હે.

પ્રશાંત પંડિત @prince_pandit_ટ્વીટર પર લખે છે કે , ‘આજ મોદી જી અપના જન્મદિન મનાએગે ઔર ભારત કા યુવા ઉનકા જન્મદિન રાષ્ટ્રીય બેરોજગાર દિવસ કે રુપ મે મનાએગા’

ભીમ આર્મીના હિમાંશુ વાલ્મીકિ @HimanshuValmi13 એ પણ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે કે મહાન વૈજ્ઞાનિક કા જન્મદિન હે. કૃપા યુવા ઇતિહાસ ઇસ મહાન દિન કો રાષ્ટ્રીય બેરોજગારી દિવસ કે રુપ મેં મનાએ.

આ ઉપરાંત સામાન્ય જનતાએ પણ જાત જાતની ટ્વીટ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત