આ કારણે આજે ભારતીય બજારોમાં ગગડી શકે છે સોનાના ભાવ, કરો ખરીદીનો પ્લાન

અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ (US Federal Reserve)એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેની અસર શૅર બજારથી લઈને સોનાના ભાવ પર પડી છે. તેથી વિદેશી બજારોમાં સોનાના ભાવ ગબડી ગયા છે. સ્થાનિક કારોબારીઓનું માનવું છે કે સોનાનો ભાવ પર આજે પણ પ્રેશર ચાલુ રહી શકે છે. તેઓએ જણાવ્યું કે, હાજર બજારમાં સોના અને ચાંદીના ભાવ (Gold-Silver Price) માં ઘટાડો જોવા મળશે. શક્ય છે કે આજે ભારતીય બજારોમાં સોનું સસ્તું થશે. જો તમે પણ હાલમાં સોના ચાંદીની ખરીદીના પ્લાનમાં છો તો તમે આજે તૈયાર રહો તે જરૂરી છે. તેનાથી તમને ફાયદો થશે.

image source

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં તેજ ઉછાળો જોવા માળ્યો હતો. મંગળવારના ઉછાળાના કારણે બુધવારે ઘટાડા છતાંય સોનું 53 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 70 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામના અગત્યના સ્તરથી ઉપર જ રહી. એચડીએફસી સિક્યુરિટીઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાનો ભાવ 137 રૂપિયા ઘટીને 53,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. મંગળવારે તે 53,167 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આવો રહ્યો ચાંદીનો ભાવ

image source

ચાંદી પણ 517 રૂપિયા ઘટીને 70,553 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. મંગળવારે ચાંદીનો ભાવ 71.070 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જોક સોનાનો ભાવ વધારાની સાથે 1,967.7 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો. ચાંદી 27.40 ડૉલર પ્રતિ ઔંસ પર ચાલી રહી હતી.

image source

અન્ય તરફ નજર કરીએ તો વાયદા કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારાનું ચલણ રહ્યું. વિદેશી બજારોથી મળેલા સંકેતોના આધારે બુધવારે વાયદા કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

image source

મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર ડિલિવરીનું સોનું 153 રૂપિયા કે 0.30 ટકા વધીને 51.922 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. તેમાં 10,814 લૉટ માટે કારોબાર થયો. બીજી તરફ, મલ્ટી કમોટિડી એક્સચેન્જમાં ડિસેમ્બરમાં આપૂર્તિવાળી ચાંદીનો સોદો 33 રૂપિયા એટલે કે 0.05 ટકા વધીને 69,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર રહ્યો. તેમાં 17,130 લૉટ માટે કારોબાર થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત