જાણો ધો-12ની પરીક્ષા રદ કર્યા બાદ નવા સત્ર અંગે રૂપાણી સરકારે શું લીધો નિર્ણય

કોવિડ -19 રોગચાળાને લીધે ધોરણ 10 પછી હવે સીબીએસઈ બોર્ડની 12 મા વર્ગની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. મંગળવારે સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ રાજ્યો અને હિતધારકો પાસેથી મળેલા સુચનો અને વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ બેઠકમાં પરીક્ષા ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો.

image source

તો બીજી તરફ CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાતમાં પણ ધો.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રૂપાણી સરકારે આગામી 7મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને પણ એક મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઇન થશે તેવો શિક્ષણમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માંના રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

image source

જો કે કેન્દ્ર સરકાર દ્વારા CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક બેઠકો યોજવામાં આવી હતી અને આજે મળેલી કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાજ્યની રૂપાણી સરકારે આગામી 7મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને શિક્ષણમંત્રીએ એક નિવેદન આપવામાં પણ આવ્યું હતું. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટની બેઠક બાદ કહ્યું કે, 23 મેનાં રોજ ધોરણ 12 પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારનાં 4 સિનિયર મંત્રીઓની હાજરીમાં ઓનલાઇન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેશનાં મોટા શિક્ષણ મંત્રીઓ હાજર હતાં.

image source

આ ઉપરાંત ગઇકાલે પીએમ નરેન્દ્ર મોદીએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નીર્ણાય લીધો હતો, જે મામલે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગઇકાલે પીએમ લીધેલ નિર્ણયને લઈ ચર્ચા કરવામાં હતી અને ધોરણ 12ની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હવે આગામી સમયમાં કેન્દ્રની માર્ગદર્શિકા પ્રમાણે આપણે આગળનો નિર્ણય લઈશું. એટલુ જ નહીં ધોરણ 12 અને 10નાં રિપીટરની પરીક્ષા મુદે પણ હવે આગામી સમયમાં નિર્ણય કરીશું.

આ પહેલા ગઈ કાલે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી અમારી પ્રાથમિકતા છે, તેની સાથે ચેડા કરી શકાતા નથી. COVID-19 રોગચાળાના આ તણાવપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દબાણ કરી ન શકાય. પીએમ મોદીએ કહ્યું, પરીક્ષાના આયોજન સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની ચિંતા સમાપ્ત થવી જ જોઇએ. બધા હિતધારકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા બતાવવી જોઈએ.

image source

પીએમ મોદીએ કહ્યું હતું કે, 12મીની પરીક્ષા રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કોવિડ -19 એ શૈક્ષણિક કેલેન્ડરને ખરાબ અસર કરી છે. બોર્ડની પરીક્ષાના મુદ્દાને કારણે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ખૂબ તણાવનો સામનો કરવો પડ્યો હતો જેને સમાપ્ત કરવાની જરૂર છે. આ પહેલા 23 મેના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરીયલ નિશંકે કહ્યું હતું કે 12 મી બોર્ડની પરીક્ષાઓ અંગેનો અંતિમ નિર્ણય 1 જૂન અથવા તે પહેલાં લેવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, બારમી બોર્ડની પરીક્ષાઓ અંગે નિર્ણય બે દિવસમાં લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!