રાજકોટમાં બન્યો સમાજને કલંકિત કરતો કિસ્સો, સગા ભાઈએ જ આવી ધમકી આપીને બહેન પર 16 વર્ષ સુધી રેપ કર્યો

હાલમાં ભારતની સાથે સાતે ગુજરાતમાં પણ રેપના કિસ્સા વધતા રહે છે. હવે પછીના સમજમાં ઘરે જ દીકરીઓ સુરક્ષિત નથી એવા કિસ્સા પણ આવી રહ્યા છે અને શહેરને શર્મસાર કરી રહ્યા છે. હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ તમારા રુવાડા ઉભા કરી દેશે એ વાત પાક્કી છે. કારણ કે ઘટના સગા ભાઈ બહેન વચ્ચેની છે. રાજકોટ શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા એક શખ્સે પોતાની જ સગી વિધવા બહેન પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની કલંકિત ઘટના સામે આવી છે.

image source

રેપ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ભુપત નાનજીભાઈ ધોળકિયા છેલ્લા સોળ વર્ષથી તેની ઉપર બળાત્કાર ગુજારતો હતો. બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધી ધાકધમકી આપતો હતો. આ સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, ‘કોઈને જાણ કરીશ તો મારી નાખીશ.’ આ મામલે પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને પીઆઇ ધોળાની સૂચના પ્રમાણે પીએસઆઇ વી.એન. મોરવાડિયા અને સ્ટાફે આરોપી સામે આઈપીસી 376, 506(2), 323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

image source

આ કલંકિત ઘટના અંગે જો વિગતવાર વાત કરવામા આવે તો નાનાભાઇની પત્ની અને તેની સગી બહેન પર નજર બગાડી તેને પણ દુષ્કર્મનો શિકાર બનાવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય એક બનાવમાં બે વર્ષ પહેલા તરુણીને લગ્નની લાલચ આપી પરિણીત શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર મહિલાએ ગોકુલનગર-4માં રહેતા તેના સગાભાઇ ભૂપત નાનજી ધોળકિયા સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

image source

આ સિવાય બનાવ અંગે તાલુકા પોલીસમથકના પીઆઇ જે.વી.ધોળાએ વિગત આપતા જણાવ્યું કે, ભોગ બનનાર મહિલાના પતિનું 16 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યાર બાદ સગાભાઇ ભૂપતે અજુગતી માગણી કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પતિના અવસાન બાદ બીજા લગ્ન કરી લીધા હતા. ત્યારે 16 વર્ષ પછી ભાઇ ભૂપત ફરી ગત તા.28ના રોજ ઘરે આવી શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જેનો વિરોધ કરતા સગાભાઇએ માર મારી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

image source

સગાભાઇના કૃત્ય બાદ અંતે ભોગ બનનાર મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમાજમાં લાંછનરૂપ બનાવને પગલે ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભૂપત ધોળકિયાને સકંજામાં લીધો હતો. અને કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આરોપી ભૂપતે 2017માં તેના સગાનાના ભાઇની પત્ની ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હોવાનું પીઆઇ ધોળાએ કહ્યું છે.

image source

દુષ્કર્મનો એક બીજો બનાવ પણ ચર્ચામાં રહ્યો હતો. તેના વિશે જો વાત કરવામાં આવે તો આ બનાવમાં હાલ 19 વર્ષની યુવતીએ માયાણીનગર પાસે આવેલા ચામુંડાનગર-4માં રહેતા મેહુલ ડુંગરભાઇ સોલંકી સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભોગ બનનારને તેની સહેલીના પરિચિત સાથે ઓળખાણ થઇ હતી. બંને વચ્ચે અવારનવાર મોબાઇલ પર વાતચીત થતી રહેતી હતી. એ દરમિયાન બે વર્ષ પહેલા પોતે 17 વર્ષની હોવા છતાં મેહુલે લગ્નની લાલચ આપી તેના ઘરે બોલાવી બળજબરીથી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મેહુલ પરિણીત હોવાની જાણ થતા તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તેમ છતાં તે અવારનવાર મોબાઇલ પર હેરાન કરતો હતો. ત્યારે બે દિવસ પહેલા ફરી મેહુલ બળજબરીથી તેના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેને પોતાના મોબાઇલમાં ઉતારેલા અશ્લીલ વીડિયો વહેતા કરી દેવાની ધમકી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત