બોલિવૂડમાં ડ્રગ્સ કેસમાં થયો સૌથી મોટો ખુલાસો, દિયા મિર્ઝા પણ NCBની રડારમાં, છઠ્ઠી હીરોઈન ફસાઈ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીમાં ઘણી બોલિવૂડ અભિનેત્રીઓનાં નામ ડ્રગ્સ એંગલમાં સામે આવ્યા છે. આ દરમિયાન એવા સમાચાર છે કે અભિનેત્રી દિયા મિર્ઝા પણ એનસીબીના રડારમાં છે. તેને પૂછપરછ માટે એનસીબી બોલાવી શકે છે.

image source

જણાવી દઈએ કે મંગળવારે ડ્રગ્સ કનેક્શનની તપાસ દરમિયાન એનસીબીને એક 40 વર્ષીય અભિનેત્રી વિશે પણ ખબર પડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને નમ્રતા શિરોડકર પછી આ મામલામાં દિયાનું નામ પણ સામે આવ્યું છે. એનસીબી તેને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવી શકે છે.

image source

એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ડ્રગ્સના પેડલર અનુજ કેશવાણી અને અંકુશની પૂછપરછ કર્યા બાદ આ અભિનેત્રીનું નામ બહાર આવ્યું છે. દિયાના મેનેજર તેને ડ્રગ્સનો માલ પહોંચાડતા હતા.

image source

ઉલ્લેખનીય છે કે એનસીબીને વર્ષ 2019 માં દીયા માટે ખરીદેલા ડ્રગ્સ ની માહિતી અને પુરાવા મળ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર મેનેજરે ડ્રગના વેપારીઓ સાથે એકથી બે વખત મુલાકાત પણ કરી હતી. તેથી આગામી દિવસોમાં પ્રથમ તો અભિનેત્રીના મેનેજરને પૂછપરછ માટે બોલાવી શકાય છે અને આ પછી અભિનેત્રીને પણ એનસીબી તપાસનો સામનો કરવો પડી શકે છે.

image source

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતું. તે તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી સુશાંતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ કેસની તપાસ મુંબઈ પોલીસથી શરૂ થઈ હતી અને હવે સીબીઆઈ, ઇડી અને એનસીબી આ કેસમાં તપાસમાં લાગી ગયા છે. અભિનેત્રી રિયા ચક્રવર્તીને એનસીબી દ્વારા ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવી છે. સુશાંત કેસમાં, એનસીબી ડ્રગ્સ એંગલ અંગે કાર્યવાહી કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અનેક અભિનેત્રીઓના નામ બહાર આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત