એક મહિલાને પાણીપુરી ખાવી પડી મોંઘી, જીવ લઈને ગઈ પાણીપુરી…

પાણીપુરીએ લીધો એક મહિલાનો જીવ – શ્વાસનળીમાં ફસાઈ ગઈ પાણી પુરી અને થઈ ગયું મૃત્યુ

પાણી પુરી એક એવી ચટાકેદાર વાનગી છે જે લગભગ બધા જ લોકોને ખૂબ ભાવતી હોય છે. અને સ્ત્રીઓનો તો તે ફેવરીટ ચટાકો છે. સ્ત્રીઓ એમનમ આંટો મારવા પણ જો નીકળી હોય અને પાણીપુરીની લારી દેખાઈ જાય તો 10-20 રૂપિયાની પાણીપુરીનો ચટાકો તો કરી જ લેતી હોય છે. જો કે પુરુષોને પણ પાણીપુરી ખૂબ ભાવતી હોય છે. પણ આ પાણીપુરીનો ચટાકો ઓડિશાની એક મહિલાને ભારે પડી ગયો.

image source

પાણીપુરીના રસિયાઓને પાણી પુરી મોઢામાં જતાં જ કોઈ સ્વર્ગ જેવો આનંદ કરાવે છે. પણ આ મહિલાનો તો પાણીપુરીએ જીવ જ લઈ લીધો. આ ગોઝારી અને વિચિત્ર ઘટના ઓડિશાના લેફ્રિપાડા વિસ્તારમાં બની છે. આ ઘટના વિષે જાણીને તમે પણ પાણીપુરી ખાતા પહેલાં લાખ વિચાર કરશો.

image source

ભુવનેશ્વરની એક 30 વર્ષની મહિલાને પાણીપુરીનો શોખ એટલો ભારે પડ્યો કે તેણીએ બીચારીએ જીવ ગુમાવવો પડ્યો. ઓડિશામાં આવેલા સુંદરગઢ જિલ્લાના લેફ્રિપાડા વિસ્તારમાંની આ ઘટના છે. અહીં એક મહિલાની શ્વાસનળીમાં પાણીપુરી ફસાઈ ગઈ હતી અને શ્વાસ રુંધાઈ જતા તેણીનું મૃત્યુ થઈ ગયું. તેણી પોતાના પતિ સાથે નજીકના માર્કેટમાં પાણીપુરી ખાવા ગઈ હતી અને તે વખતે આ ઘટના ઘટી હતી.

image source

મૃતક મહિલાના પતિ જણાવે છે કે તેણીએ પહેલાં કેટલીક પાણીપુરી ખાધી અને ત્યાર બાદ અચાનક જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેણી બેભાન થઈ ગઈ. ત્યાર બાદ તેણીને તરત જ હોસ્પિટલમાં લઈ જવામા આવી જ્યાં તેણીને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

image source

આ વિષે ડોક્ટરનુ કહેવું છે કે શ્વાસનળીમાં કોઈ ખાવાની વસ્તુ ફસલાઈ જવાથી ફેફસાને ઓક્સિજન મળવાનુ બંધ થઈ જાય છે અને તેના કારણે આ મૃત્યુ થયું હોઈ શકે છે. જો કે તેના મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

image source

ખોરાકને બરાબર ચાવ્યા વગર જ ગળા નીચે ઉતારી દેવામાં આવે ત્યારે આવું થતું હોય છે. બીજી બાજુ પાણી પુરીમાં રગડો કે પછી ચણાના પુરણમાં આવતા વટાણાના દાણા કે પછી ચણાનો દાંણો અન્ન નળીની જગ્યાએ શ્વાસ નળીમાં જતો રહે તો પણ શ્વાસ રુંધાઈ શકે છે. માટે માત્ર પાણીપુરી જ નહીં પણ કોઈ પણ વસ્તુ ખાતી વખતે તેને બરાબર ચાવવી જોઈએ અને ત્યારબાદ જ ગળા નીચે ઉતારવી જોઈએ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે હજુ આગળનો કોળિયો મોઢામાં હોય ત્યાં બીજો કોળિયો પણ મોઢામાં મુકી દેવામા આવે છે તો આવી ભુલના કારણે તમારા શરીરને ભોગવવાનો વારો આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત