ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું હાર્ટ અટેકથી નિધન, 58 વર્ષની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા

અભિનેતા રાજીવ કપૂરનું થયું નિધન, રામ તેરી ગંગા મેલીથી મળી હતી ઓળખ

બૉલીવુડ એકટર ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે મંગળવારે નિધન થઈ ગયું છે રાજીવ કપૂરે રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં કામ કર્યું હતું. નીતુ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજીવ કપૂરનો એક ફોટો શેર કર્યો છે અને સાથે જ લખ્યું છે કે “રેસ્ટ ઇન પીસ”

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

બૉલીવુડ એકટર ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરને 9 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે હૃદય રોગનો હુમલો થવાથી એમનું અવસાન થઈ ગયું છે. 58 વર્ષના રાજીવ કપૂરને ચેમ્બુરમાં એમના ઘરની નજીક જ આવેલા inlaks hospitalમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ પ્રાથમિક તપાસ બાદ એમને મૃત ઘોષિત કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor)

રાજીવ કપૂરે રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં કામ કર્યું હતું. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને આ ખબરની પુષ્ટિ કરી છે. નીતુ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજીવ કપૂરનો ફોટો શેર કર્યો છે અને સાથે જ કેપ્સનમાં લખ્યું છે કે “રેસ્ટ ઇન પીસ” આ સાથે જ એમને હાથ જોડતા હોય એવા ઇમોજી સાથે પોતાની ભાવના વ્યક્ત કરી છે

રાજીવ કપૂરે હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે, પ્રોડ્યુસર તરીકે અને નિર્દેશક તરીકે કામ કર્યું હતું. શમ્મી કપિર અને શશી કપૂર રાજીવ કપૂરના કાકા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એમને વર્ષ 1983માં રિલીઝ થયેલી ફિલ્મ એક જાન હે હમ સે સિલ્વર સ્ક્રીન પર અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું.

image source

વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં રાજીવ કપૂરે લીડ રોલ પ્લે કર્યો હતો. આસમાન, લવર બોય, જબરદસ્ત અને હમ તો ચલે પરદેશ એમની સૌથી પોપ્યુલર ફિલ્મો છે.

image source

દિગગજ બૉલીવુડ ગાયિકા લતા મંગેશકરે માઈક્રોબ્લોગીંગ સાઇટ ટિવતર પર ટ્વીટ કરીને રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા મંગેશકરે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે “મને હમણાં જ ખબર પડી કે રાજ કપૂર સાહેબના નાના દીકરા, ગુણી અભિનેતા રાજીવ કપૂરનો આજે સ્વર્ગવાસ થયો છે.

image source

સાંભળીને મને ખુબ જ દુઃખ થયી ઈશ્વર એમની આત્માને શાંતિ આપે એ મારી પ્રાર્થના છે “લતાના ટ્વીટ પર બધા ફેન્સે પણ રાજીવ કપૂરની આત્માની શાંતિની પ્રાર્થના કરી છે.

image source

રાજીવ કપૂરના નિધન પછી એમના બધા જ જુના ફોટા તેમજ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એ ફોટાઓમાંનો જ એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એ ગયા ક્રિસમસ સેલિબ્રેશન પર આખા કપૂર પરિવાર સાથે દેખાઈ રહ્યા હતા.

image source

એમને લાલ રંગના કપડાં અને માથા પર સાન્તાક્લોઝની કેપ પહેરી હતી. સ્વાભાવિક પણે જ એમનો આ ફોટો એમના ફેન્સ અને રાજીવ કપૂરના ચાહકોને ખૂબ જ ભાવુક કરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત