રાજકોટમાં નેતાઓનો નાટકીય પ્રચાર, ક્યાંક કાર્ટૂન વેશ ધારણ કર્યો તો ક્યાંક કીર્તિદાન અને નેહલ શુક્લ મંચ પર આવ્યા

હાલમાં સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં બધે પ્રચારની જ વાતો કરવામાં આવી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાં કઈ રીતે માહોલ બની રહ્યો છે એના સીન પણ ખરેખર જોવા લાયક છે. ત્યારે એ જ રીતે રાજકોટમાં હવે બસ ટુંક સમયમાં જ ચૂંટણીઓ થવા જઈ રહી છે. હવે ફક્ત ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ઉમેદવારો પુરજોશમાં તાકાત લગાડી રહ્યાં હોય તેવાં દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. શેરીઓ ગલીઓમાં મતદારોને મનાવવાના પ્રયાસ શરૂ જ છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં ઠેર ઠેર ઉમેદવારો દ્વારા કાર્યાલય ખોલવામાં આવી રહ્યાં છે તો ક્યાંક સ્ટેજ કાર્યક્રમ દ્વારા લોકો સુધી પહોંચવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. રાજકોટમાં આવેલા વોર્ડ નં. 2ના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પણ જોવા મળ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રેમના તાંતણે બંધાઇને મિત્ર જયમીન ઠાકરના પ્રચારમાં સહયોગ માટે તેઓ પણ આવ્યાં છે. જ્યારે બીજી તરફથી વાત કરીએ તો અહીં, શહેરના વોર્ડ નં.7માં ભાજપના કાર્યકરો કાર્ટૂન બની અનોખો પ્રચાર કરતાં નજરે પડે છે.

image source

એ જ રીતે આગળ વાત કરીએ તો કીર્તિદાન ગઢવી સ્ટેજ પર જઈને ભાજપના પ્રચારના આ કાર્યક્રમમાં પ્રથમ ભારત માતા કી જય બોલાવી અને ત્યારબાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો.

આગળની વાત કરીએ તો ત્યાં ઉપસ્થિતિ લોકોને આનંદ સાથે રમૂજ મૂડમાં વાતો કરી હતી. ત્યાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આમ તો હું આ ઊભા સ્ટેજનો કલાકાર નથી, પરંતુ પ્રેમના તાંતણે બંધાય મિત્ર જયમીન ઠાકર માટે આજે અહીં આવ્યો છું. કીર્તિદાન ગઢવીએ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં બેઠા બેઠા આપણા મુખ્યમંત્રી રાજી થાય એવું કરજો. પણ આ બધી તો થઈ એક તરફની વાત, બીજી તરફ રાજકોટ વોર્ડ નં. 7ના ઉમેદવારો પોતાના વિસ્તારમાં અલગ અલગ સભા કરી સોસાયટીમાં પ્રચાર કરી રહ્યા છે. જેનાં ભાગ રૂપે સવારથી સાંજના સમયમાં પદયાત્રા તથા રાત્રિના સમયે સભાને સંબોધન કરતાં દેખાઈ રહ્યાં છે.

image source

જો ગઇકાલની વાત કરીએ તો આ વોર્ડ નં. 7ના વિસ્તારમાં ઉમેદવારોએ સભા સંબોધન કરી હતી જે દરમિયાન ઉમેદવાર ડો. નેહલ શુક્લ ઉપસ્થિતિ હતાં. તેઓ કંઇક અલગ જ મૂડમાં જોવા મળ્યા હતા. નેહલ શુક્લએ શાયરી બોલી અલગ અંદાજમાં મતદારોને મનાવવા માટે કહ્યું હતું. શાયરીના અંદાજમાં તેઓ કઈક આવી શાયરી બોલ્યા હતા કે ‘મેરી આરઝૂ નહીં કી કોઇ અમીર મેરા દોસ્ત બને લેકિન મેરી આરઝૂ જરૂર હૈ કી મેરા હર દોસ્ત અમીર બને’

ભાજપનાં કાર્યકરોએ પણ લોકોને મજા કરાવી હતી. અહીં વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારો પદયાત્રા કરી રહ્યા છે. આ સમયે ઉમેદવારો પોતાની સાથે તેમના સમર્થકોને સાથે લઇને એક એક ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

image source

એલ જ રીતે બીજી તરફ વાત કરીએ તો ઉમેદવારો તેમની સાથે કાર્ટૂનના વેશમાં અનોખો પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યા છે. વાત કરીએ વોર્ડ નં. 7ની તો તેણે પણ આવું જ કર્યું છે. કિસાનપરા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોએ તેમના કાર્યકર્તાને વેશ પલટો કરાવી કાર્ટૂનનો વેશ ધારણ કરાવ્યો હતો. આ વેશ સાથે તેઓ મનોરંજન કરતાં કરતાં ઉમેદવારોના પ્રચારમાં સાથે જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે અને ત્યાબાદ તરત જ 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી પણ થવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!