રામાનંદ સાગરની રામાયણ દૂરદર્શન માટે સાબિત થઈ સોનાની મુર્ઘી – વ્યૂઅરશીપ પહોંચી અધધધ ઉંચાઈ પર

રામાનંદ સાગરની “રામાયણ” એ બનાવ્યો વિશ્વ રેકોર્ડ, એક દિવસમાં આટલા લોકોએ જોઈ સિરિયલ

image source

આખા દેશમાં લોકડાઉનના કારણે દૂરદર્શન પર રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ નું પુન:પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. ફરીવાર બતાવવામાં આવેલી રામાયણને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો. અને આ વાતનો ખ્યાલ રામાયણની ટીઆરપી પરથી આવી રહ્યો છે. ફરીવાર બતાવવામાં આવેલી રામયને ફરી પાછું દુરદર્શનને ટોચ પર બેસાડી દીધું છે. હમણાંજ રામાયણે એક નવો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રામાનંદ સાગરની રામાયણને જ્યારથી દૂરદર્શન ઓર ફરી બતાવવામાં આવી રહી છે ત્યારથી લોકોમાં રામાયણ અંગેની ઉત્સાહ વધતો જણાયો છે. લોકો રામાયણ સાથે એટલા જોડાઈ ચુક્યા છે કે એના એક એક એપિસોડ જોવા આતુર રહે છે. ક્યારેક કોઈ રોલની વાટ જોતા હોય છે જેમ કે જટાયુનું આગમન, હનુમાનજીની એન્ટ્રી, કુંભકર્ણનો પહેલો સીન તો ક્યારેક અમુક સીન જોઈને લાગણીશીલ બની જાય છે જેમ કે રામનો વનવાસ, સબરીના બોર, રાજા દસરથનો કલ્પાંત, સીતાનું અપહરણ, મૂર્છિત બનેલા લક્ષ્મણ.

image source

21 દિવસના પ્રથમ ચરણના લોકડાઉનમાં રામાયણનું દૂરદર્શન પર પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું.હાલ રામાયણ દેશભરમાં જ નહીં પણ દુનિયાભરમાં સૌથી વધારે જોવાયેલી ધારાવાહિક બની ગયું છે.

આ વાતની જાણકારી ખુદ ડી ડી નેશનલે આપી છે. ડિડી નેશનલ એના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે રામાયણે દુનિયાભરમાં જોવામાં આવેલા ધારવાહિકનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.ડિડી નેશનલ પોતાના ટ્વીટમાં આગળ જણાવ્યું છે કે “રામાયણના પુનઃપ્રસારણે ઇતિહાસમાંએક વિક્રમ સર્જ્યો છે.રામાયણ 7.7 કરોડ દર્શકોની સંખ્યાને પાર કરી લઈ દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલી સિરિયલ બની ગયી છ'”

રામાયણના ફરી પ્રકાશિત થવાના કારણે રામાયણ સાથે જોડાયેલા કલાકારો ફરી એકવાર લાઈમ લાઇટમાં આવી ગયા છે. લોકો રામાયણના પાત્રો વિશે વધુ ને વધુ સર્ચ કરી રહયા છે.।તો બીની તરફ રામાયણ સાથે જોડાયેલા કલાકારો પણ પોતાના ચાહકોની માંગણીને કારણે સિરિયલ સાથે જોડાયેલા કિસ્સા અને જૂની યાદો પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી શેર કરી રહયા છે. આ સીરિયલમાં રામનું પાત્ર એકટર અરુણ ગોવિલે ભજવ્યું હતું. જ્યારે સીતાનું પાત્ર દીપિકા ચીખલીયા અને લક્ષ્મણનું પાત્ર સુનીલ લહેરી એ નિભાવ્યું હતું.

image source

21 દિવસના લોકડાઉનની અવધિ વધી એટલે પછી ઉત્તર રામાયણનું પ્રસારણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. અને ઉત્તર રામાયણ પણ ચાહકોમાં એટલું જ જમેલું રહ્યું. સોશિયલ મીડિયા પર લોકો ઉત્તર રામાયણને પણ પોસ્ટ કરતા જણાયા.એમાં પણ જ્યારે લવકુશન મોઢે રામકથા સાંભળી ત્યારે તો લોકોના આંખમાંથી આંસુ વહી ઉઠ્યા. ચાહકોએ ટ્વીટર પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા અને લવકુશન એ સુંદર ભજનના બે મોઢે વખાણ કરી રહ્યા હતા. લોકો એ જણાવ્યું કે કઈ રીતે લવકુશ દ્વારા સંભળાવવામાં આવેલી રામકથાથી એ ભાવુક બની ગયા..

કેટલાક લોકોએ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે આખી ઉત્તર રામાયણમાં લવકુશન ભજનવાળો ભાગ સૌથી વધારે લાગણીશીલ હતો.તો ઘણા એ એમ પણ કહ્યું કે જે લોકો આ ભજન સાંભળીને રડ્યા નથી, એ ખરેખર લાગણીહીન છે. એ વાતમાં કોઈ બેમત નથી કે ઉત્તર રામાયણમાં બતાવવામાં આવેલી રામકથા લોકોના હ્ર્દય સુધી પહોંચી ને એમની આંખોમાં આંસુ લઈ આવી હતી. રામાનંદ સાગરની સિરિયલની આ જ વિશેષતા છે કે એ લોકોના દિલમાં વસી જાય છે.

image source

કોરોના વાયરસના કારણે લોકો ઘરમાં જ ભરાયેલા હતા અને એમાંય 17 માર્ચ પછી કોઈપણ ટીવી સિરિયલનું શૂટિંગ નહોતું થઈ રહ્યું. એવા સમયે રામાયણનું પુનઃપ્રસારણ કરવામાં આવ્યું જે ખરેખર સફળ નીવડ્યું. હવે જ્યારે રામાયણ સિરિયલની પુર્ણાહુતી થઈ ગઈ છે ત્યારે દર્શકોને એની ખોટ સાલે એમા કાંઈ નવાઈ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે; ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત