પતિ પત્નીના સંબંધોને લજવે એવી ઘટના, 55 વર્ષની પત્નીએ માત્ર નાનકડી વાતમાં કાવતરું કરીને પતિને સળગાવી દીધો

હાલમાં તમિલનાડુમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને બધાં નવાઈ પામી રહ્યાં છે. આ વાત તમિલનાડુનાં ઇરોડ પંથકની છે. આ ઘટનાં પતિ-પત્નીનાં સંબંધોની પવિત્રતાને ઠેસ પહોંચાડે તેવી છે. અહીં પૈસાની લાલચે ખૂન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ત્રણ કરોડ રૂપિયાની વીમા રકમ મેળવવા પત્નીએ તેના પિતરાઇ ભાઈ સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. આ હત્યાં કર્યાં બાદ તેઓએ આખો પ્લાન બનાવીને આ હત્યાકાંડને અકસ્માતનું સ્વરૂપ આપ્યું હતું.

image source

જાણવા મળી રહ્યું છે કે ઇરોડ પ્રદેશના પેરુંદુરૈમાં આ પતિ-પત્ની રહેતાં હતાં. જેમાં પતિનું નામ રંગરાજન હતું અને પત્નીનું નામ જ્યોતિ મણી હતું. રંગરાજનની ઉંમર 62 વર્ષ અને જ્યોતિ મણીની ઉંમર 55 વર્ષ હતી. રંગરાજનને તેની પત્નીએ વીમાના પૈસા મેળવવા માટે કારમાં જ સળગાવી દીધો હતો.

આ કામમાં તેના પિતરાઇ ભાઇ દ્વારા તેમને ટેકો મળ્યો હતો. રંગરાજન પાવર લૂમ અને રીઅલ એસ્ટેટનો ધંધો કરતો હતો અને અઢળક કમાણી કરી રહ્યો હતો. પતિની આ સંપત્તિ પર પત્ની અને ભાઈની નજર હતી અને લાલચે જ આ કાંડ કરી નાખ્યો હતો.

image source

મળતી માહિતી મુજબ રંગરાજન ગયા મહિને એક અકસ્માતમાં ઘાયલ થયો હતો અને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આ દરમિયાન એક દિવસ તેમની પત્ની જ્યોતિ મણિ અને તેના પિતરાઇ ભાઇ રાજા તેને હોસ્પિટલમાંથી રજા લઈને વાનમાંથી ઘરે લઈ જવાં માટે નીકળ્યાં હતાં.

તેનાં ભાઈની ઉંમર 41 વર્ષ જાણવાં મળી હતી. આ જ સમયે બંનેએ મળીને રંગરાજનની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. બંનેએ લોકોને કહ્યું કે તેઓ ઓમ્ની વાન લઈને બહાર આવ્યા છે અને જ્યારે તેઓ પેરુમાનલુર નજીક પહોંચ્યા ત્યારે તેમાં આગ લાગી હતી તેવું તેમનું કહેવું હતું.

image source

આ પછી તે બંનેએ કહ્યું હતું કે આ બાદ બંને કારમાંથી બહાર નીકળ્યા અને પોતાનો જીવ બચાવી લીધો પરંતુ તેઓ રંગરાજનને બહાર કાઢવાની કોશિશ પણ કરી ન હતી. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે તેમને રંગરાજનની પત્ની અને તેના પિતરાઇ ભાઇ રાજા એ કહેલી વાતો તદ્દન વિપરીત જાણવાં મળી હતી.

હવે પોલીસને આ બન્ને ભાઈ બહેન પર રંગરાજનની હત્યાં કરી હોવાનો શક છે. આ સાથે પોલીસે કહ્યું હતું કે ગાડીમાં આગ લાગવી એ પણ એક ષડયંત્ર હોય શકે છે કારણ કે રંગરાજન પાસે અઢળક સંપત્તિ હતી અને આ બન્ને નજર તેની સંપત્તિ પર હોય તેવું જણાઈ રહ્યું છે. આ મામલે હવે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!