રિહાનાની 100 કરોડની હવેલીમાં સ્વિમિંગ પુલથી લઇને આ સુવિધાઓ છે જોરદાર, Inside તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

મિત્રો, અભિનયનુ જગત એ એક એવુ જગત છે કે, જે કોઈપણ વ્યક્તિ એકવાર આ જગતની મુલાકાત લઇ લે ને ત્યાની ચકાચૌંધમા જ આજીવન ખોવાયેલો રહે છે અને જો તેને એકવાર આ આદત લાગી જાય તો પછી તેને તેમાંથી બહાર નીકળવુ ખુબ જ મુશ્કેલ પડી જાય છે.

image source

રોજબરોજ અનેકવિધ લોકો આ ગ્લેમરસ જગતના ભાગ બનવા માટે આવે છે પરંતુ, અહી પ્રવેશ તેને જ મળે છે જેના ભાગ્યના સિતારા ચમકતા હોય અને સાથે-સાથે તેમા જે-તે કાર્ય સંબંધિત ક્ષેત્રે આવડત હોય. આ ક્ષેત્રમા નામના મેળવવામા વર્ષો વીતી જાય છે અને નામના ગુમાવવામા એક પળ પણ નથી લાગતો.

image source

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના વિશે. હાલ, પ્રવર્તમાન સમયમા ચાલી રહેલા કૃષિ કાયદા સામે આપણા દેશમા ચાલી રહેલ ખેડૂતોની ચળવળને ટેકો આપીને તેણીએ ઘણી હેડલાઇન્સ મેળવી હતી. ત્યારે આજે તે ફરી એકવાર એક વાતને લઈને લોકો માટે ચર્ચાનો વિષય બની છે.

image source

તેણી પોતાની સંપત્તિ, કોઈ આંદોલન કે રાજકીય મુદ્દાને કારણે નહી પરંતુ, તે સમાચારોમા ચર્ચાનો વિષય એટલા માટે બની છે કે, તેણીએ એક વૈભવી હવેલી ખરીદી છે. આ હવેલી એ કોઈ કિલ્લાથી કમ નથી. પ્રખ્યાત રોકાણકાર ડેનિયલ્સ સ્ટાર પાસેથી તેણીએ આ પ્રોપર્ટીની ખરીદી કરી છે.

image source

આ ગાયિકાએ આ ભવ્ય હવેલી ૧૩.૮ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૦૦ કરોડ રૂપિયામાં ખરીદી છે. તેણીએ આ હવેલી યુ.એસ.એ.ના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ શહેરમાં ખરીદી છે. બેવર્લી હિલ્સ એ અમેરિકાના સૌથી પોશ શહેરોમાંનું એક છે. આ હવેલી ૧૯૩૦ ના યુગમાં બનાવવામાં આવી છે, જે હાલ ૨૧,૯૫૮ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.

image source

આ હવેલીમા પાંચ બેડરૂમ અને સાત વોશરૂમ આવેલ છે. આ સિવાય આ હવેલીમાં તમને આધુનિકતાની સાથે પૌરાણિક સંસ્કૃતિના દર્શન પણ અવશ્ય થશે. આ હવેલીની એક-એક વસ્તુમા તમને આધુનિકતા અને પૌરાણિકતાની મિશ્ર સંસ્કૃતિ જોવા મળશે.

image source

આ હવેલી અગાસીઓ, સ્પા, ખુલ્લા એર સેન્ટ્રલ આંગણા, પૂલથી ભરેલી છે. આ હવેલીના રસોડાની ગણતરી આધુનિક ટેકનોલોજી અને વાયકીથી કરવામાં આવે છે. તમને એ વાત જણાવી દઈએ છે કે, રોકાણકાર ડેનિયલ્સ સ્ટારે વર્ષ ૨૦૧૬ મા આ હવેલીની ખરીદી કરી હતી.

image source

આ હવેલીની ખરીદી કરી તે પછી અહીના આંતરિક ભાગથી લઈને દિવાલો સુધી ઘણા આંતરિક ફેરફારો કરવામા આવ્યા છે. આટલી ભવ્ય હવેલી અને તેનુ મુલ્ય સાંભળીને જ સામાન્ય વ્યક્તિનુ હૃદય બેસી જાય છે ત્યારે રિહાના એ આ ભવ્ય હવેલીની માલિક બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *