ગોરી અને સુંદરતાને કારણે ‘ભાભીજી ઘર પર હે’ની આ અભિનેત્રીને ઇન્ટરનેશનલ પ્રોજેકટ મળ્યો નહિં, જાણો આ વિશે વધુમાં

ગોરા રંગના કારણે ભાભીજી ઘર પર હે ની અભિનેત્રીને ન મળ્યો ઇન્ટરનેશનલ પ્રોજેકટ.

image source

દુનિયાભરમાં રંગના ભેદભાવને લીધે વિવાદો સર્જાઈ રહ્યા છે. જોર્જ ફ્લોયડના મૃત્યુ પછી ન ફક્ત અમેરિકામાં ઘણા લોકોએ નસલવાદનો વિરોધ કર્યો પણ બૉલીવુડ જગતના કેટલાક સ્ટાર્સ અને દેશના ઘણા લોકોએ પણ “બ્લેક લાઈવસ મેટર” આંદોલનને પોતાનું સમર્થન આપ્યું. સાથે સાથે દેશમાં ગોરો વાન કરવાવાળી ક્રિમો પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો. કદાચ એ જ કારણ છે કે ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ફેરનેસ ક્રીમ બ્રાન્ડ “ફેર એન્ડ લવલી”એ પોતાના પ્રોડકટમાંથી ફેર શબ્દને હટાવવાનો નિર્ણય લીધો છે.અને આ નિર્ણયને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે 25 જૂને જાહેર પણ કર્યો છે.

image source

‘ભાભીજી ઘર પર હેની અનિતા ભાભીનું પાત્ર ભજવનારી સૌમ્યા ટંડને પણ આ નિર્ણયને વધાવી લીધો છે. સાથે સાથે એમને એ પણ જણાવ્યું કે જ્યારે પણ ઉંમને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં ભારતીય પાત્ર ભજવવા માટે ઓડિશન આપ્યું તો એમને એ કહીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા કે તમે તો ગોરા છો, અને અમે ભારતીય છોકરીઓને ગોરી નથી બતાવી શકતા.

ગોરા હોવાના કારણે ન મળ્યા પ્રોજેકટ.

image source

સૌમ્યએ કહ્યું કે “એ લોકો વિશ્વાસ જ નહોતા કરી રહ્યા કે હું ભારતીય છું અને ભારતની છોકરી આટલી ગોરી હોઈ શકે છે.એમને એવું લાગે છે કે અમેરિકા, લંડન અને પશ્ચિમની છોકરીઓ જ ગોરી હોય છે. એમને કહ્યું હતું કે જો એ કોઈ ભારતીય છોકરીને કાસ્ટ કરશે તો કોઈ બ્રાઉન સ્કિનની છોકરીને જ કાસ્ટ કરશે.

એમને કહ્યું કે દુનિયાની નજરમાં અમે ક્યારેય ભારતીયોને ગોરા નહિ બતાવીએ. હકીકતમાં તો તમે જોયું જ હશે કે જે આપણા ઇન્ડિયન એક્ટર્સ છે જે બહાર ઇન્ટરનેશનલ ફિલ્મો કે શોમાં કામ કરે છે એ બ્રાઉન સ્કિનના જ હોય છે. આ જે એમની વિચારસરણી છે કે બ્રાઉન સ્કિન ફક્ત ઇન્ડિયન, બાંગ્લાદેશી કે પાકિસ્તાની જ હોય છે. આ પ્રકારના વિચારો રાખવા કે સ્ટીરિયોટાઈપમાં બાંધી દેવું ખોટું છે.”

image source

સાથે સાથે સૌમ્યાએ એ પણ કહ્યું કે “આપણા દેશમાં આ જે વિચારસરણી છે કે છોકરી ગોરી હોય તો જ સુંદર હોય છે એ પણ ખોટું છે. સાચું તો એ છે કે બધા જ રંગ સુંદર હોય છે. વિદેશના લોકોને નથી ખબર આપણા દેશમાં જે ઉત્તર ભારત છે જેમ કે પંજાબ હોય, હરિયાણા હોય કે કશ્મીર હોય ત્યાંની છોકરીઓ રંગે ગોરી જ હોય છે. અને આપણી ઘણી બધો અભિનેત્રીઓ પણ રંગે ગોરી જ છે. બધા જ રંગ સુંદર હોય છે અને એ જરુરી નથી કે બધી ભારતીય છોકરીઓ બ્રાઉન જ હોય.

image source

રંગ ગોરો હોવાને કારણે સિરિયલ ભાભીજી ઘર પર હે માં હપ્પુ સિંહ અનિતા ભાભીને ગોરી મેમ કહીને બોલાવે છે. હવે સિરિયલની વાત નીકળી જ છે તો તમને જણાવી દઈએ કે ભાભીજી ઘર પર હે નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. સૌમ્યા ટંડને પણ 30 જૂનથી શૂટિંગ પર જવાનું શરૂ કરી દીધું છે. એમને કહ્યું કે ” કામ કરવાની ખુશી તો છે જ અને એક કલાકાર તરીકે અમે જ્યારે પરફોર્મ કરીએ છે ત્યારે ચોક્કસ એક સંતોષ અને ખુશી મળે છે. બાકી અમે સાવચેતી રાખી રહ્યા છે.

image source

મારો પર્સનલ સ્ટાફ છે અને મેં મારા બન્ને પર્સનલ સ્ટાફને એમની પર્સનલ ગાડીમાં જ આવવાનું કહ્યું છે. એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા નથી આવતા. એમને શૂટિંગ પર લાવતા પહેલા એમના મેં ટેસ્ટ કરાવ્યા છે અને હું એમને બાકીના યુનિટ સાથે બહુ ભળવા નથી દેતી. એ મારી સાથે જ મારી વેનિટી વાનમાં રહે છે. મારો મેકઅપ હું જાતે જ કરું છું, મારા વાળ મારી હેર ડ્રેસર સેટ કરે છે. એમને પણ મેં શિલ્ડ કીટ, ગ્લોવ્સ અને સેનેટાઇઝર આપી રાખ્યું છે.

image source

શૂટિંગ દરમિયાન બધા ગાઈડલાઇન્સને ફોલો કરી રહ્યા છે અને સેફટીનું પણ ધ્યાન રાખી રહ્યા છે. અનિતા ભાભી પોતાના એ જ અંદાજમાં બધા દર્શકો સામે ટીવી પર નજર આવશે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત