પ્રેમ આંધળો હોય તે આનુ નામ, 50 વર્ષની સાસુએ 25 વર્ષના જમાઈ સાથે કર્યા લગ્ન

એવું કહેવામાં આવે છે કે પ્રેમ કોઈ ધર્મ, જાતિ અથવા વયને આધિન નથી. તે ગમે ત્યારે કોઈની પણ સાથે થઈ શકે છે. પ્રેમની સામે બધા બંધનો ફિકા પડી જાય છે. બિહારના મુઝફ્ફરપુરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 50 વર્ષીય મહિલા 25 વર્ષના એક પુરુષના પ્રેમમાં પડી ગઈ. બંન્ને એક બીજાને દિલ દઈ બેઠા. બંનેએ સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી.

image source

બંને એક સાથે રહેવા માંગતા હતા તેથી ઘરેથી ભાગીને લગ્ન કરી લીધાં. લોકોને બંનેની જાણ થતાં હંગામો મચી ગયો હતો. કારણ કે તે 50 વર્ષિય મહિલા અને 25 વર્ષનો એક પુરુષ સંબંધમાં સાસુ અને જમાઈ હતા. જમાઈ સાથે સાસુના પ્રેમ સંબંધના સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા. મહિલાના પતિ અને તેની પુત્રીએ બંનેના લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઘરમાં હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન કોઈએ પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા અને શાંતિ ભંગના કેસ બદલ તેઓના ચલણ કાપવામાં આવ્યા હતા.

બન્ને કોર્ટ મેરેજ કરીને ઘરે પરત ફર્યા

image source

આ મામલો મુઝફ્ફરપુર જિલ્લાના ભૌરકલાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામનો છે. અહીં રહેતી એક મહિલાએ તેની પુત્રના લગ્ન કરાવ્યા હતા. પુત્રીના લગ્ન બાદ તે જમાઈના પ્રેમમાં પડી ગઈ હતી. આ કારણે 10 મહિના પહેલા બંને ઘરેથી બહાર ભાગી ગયા હતા. તેના ફરાર થયા બાદ પરિવારના સભ્યોએ કોઈ રિપોર્ટ નોંધાવ્યો ન હતો. મળતી માહિતી પ્રમાણે, 10 મહિના પછી બંને કોર્ટ મેરેજ કરીને ઘરે પરત ફર્યા હતા.

જ્યારે મહિલાની પુત્રીએ આ અંગે વાંધો ઉઠાવ્યો, ત્યારે ઘરમાં હાઇ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. પોલીસ પણ ઘટનાની જાણ થતા પહોંચી હતી. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લાવ્યા હતા. પોલીસની સામે જ સાસુ અને જમાઈએ એકબીજા સાથે જીવવા મરવાના શપથ લેવાનું શરૂ કર્યું. મામલો વધતો જોઈને પોલીસે શાંતિના ભંગ બદલ બંનેના ચલણ કાપ્યા.

image source

ચર્ચાનો વિષય બન્યા સાસુ-જમાઈનાં લગ્ન

સાસુ અને જમાઈના લગ્ન ગામમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગામમાં વિવિધ ચર્ચાઓને કારણે પરિવારના લોકોએ બંનેથી પોતાને દૂર કર્યા છે. ભૌરકલાં એસએચઓએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે સાસુએ તેના જમાઈ સાથે લગ્ન કર્યા છે. તેણે લગ્ન કર્યાના 10 મહિના પછી જબરદસ્તીથી ઘરમાં પ્રવેશ કર્યો છે.

અધિકારીઓ શું કહે છે

ભૌરકલાંના એસએચઓ જીતેન્દ્ર તેવાતીયાએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે સાસુએ તેના જમાઈ સાથે લગ્ન કર્યા છે અને બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સાસુ અને જમાઈએ એકબીજાથી અલગ થવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે બંનેને શાંતિનો ભંગ કરવાના ચલણ કાપવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!