ઘણા ઓછા લોકો જાણે છે, કે કઈ કંપની છે વિદેશી અને કઈ કંપની છે સ્વદેશી?

ઘણા ઓછા લોકો જાણે છે, કે કઈ કંપની છે વિદેશી અને કઈ કંપની છે સ્વદેશી ?

image source

કોરોના મહામારીના કારણે આખાય વિશ્વમાં મંદીનો માહોલ જામતો જઈ રહ્યો છે. ચીનમાંથી આવેલા કોરોના વાયરસે લગભગ આખાય વિશ્વને પોતાના પ્રવાહમાં લઇ લીધું છે. દિવસેને દિવસે કોરોનાનું વાવાઝોડું આખાય વિશ્વમાં વિનાશ નોતરી રહ્યું છે, ત્યારે દેશ વિદેશમાંથી અવારનવાર ચીન સાથેના વ્યાપારમાં વિરોધી સુરો જોવા મળી રહ્યા છે. આડકતરી રીતે કહીએ તો કોરોનાના કારણે ચીન પર ઈશ્વ આખાની નજરો અટકી ગઈ છે. જ્યારે આખુય વિશ્વ મંદી અને કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે ચીનમાં લગભગ બધુજ યથાવત શરુ થઇ ચુક્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે ચીને કોરોના પર લગભગ અંકુશ મેળવી લીધો છે.

image source

આ સમયે ભારતમાં પણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનો એક ટ્રેન્ડ શરુ થયો છે. જો કે એમાં મૂળ ચાઈના માલનો બહિષ્કાર છે. પણ આ કરતા પહેલા આપણને એ સમજ હોવી જોઈએ કે કઈ વસ્તુઓ સ્વદેશી છે અને કઈ વસ્તુઓ વિદેશી. કારણ કે માત્ર કહી દેવાથી કઈ થતું નથી. કોઈ વસ્તુની નિકાસ અટકાવવામાં આવે ત્યારે જરૂરી છે કે આપણી પાસે એનું અવેજી ઉપલબ્ધ હોય. આ બાબતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન આત્મનિર્ભર બનવા તરફ દિશા ચીંધીને ભારતીયોનું માર્ગદર્શન કર્યું હતું. જેનો સ્પષ્ટ અર્થ એવો હતો કે ભારત પોતાને જોઈતી વસ્તુઓ માટે કોઈના પર નિર્ભર ન રહે. ભારત આવશ્યક ચીજ-વસ્તુઓનું નિર્માણ જાતે જ શરુ કરે.

image source

ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન મોદીએ આત્મનિર્ભર ભારત વિઝન પ્રજા સમક્ષ રજુ કર્યું હતું. એમણે સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યું હતું, તેમ જ લોકલમાં વોકલ બનાવવાનું કહ્યું હતું. આપણે બધાય બજારમાંથી કઈકને કઈક ખરીદતા હોઈએ છીએ. તો આવો જાણીએ કઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વિદેશી.

અહી કેટલીક વસ્તુઓની યાદી આપવામાં આવી છે. જેના દ્વારા સમજી શકાશે. સ્વદેશી અપનાવો અને દેશના ઉદ્યોગોને બચાવો. આત્મનિર્ભરતા તરફ આ પહેલું પગલું ગણાશે. આ બધામાંથી તમે કઈ કંપનીના સામાનનો ઉપયોગ કરો છો એ કમેન્ટમાં દર્શાવો.

Source: Resofact